android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ajit Pawar Plane Crash : શરદ પવારના આવતીકાલે સવારે 11 કલાકે થશે અંતિમ સંસ્કાર
calendar_today January 28, 2026

Ajit Pawar Plane Crash : શરદ પવારના આવતીકાલે સવારે 11 કલાકે થશે અંતિમ સંસ્કાર

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad : પાણીજન્ય રોગચાળો અટકાવવા AMCની કડક કાર્યવાહી, 424 લારીઓને નોટિસ ઈશ્યૂ કરી દંડ ફટકારાયો
calendar_today January 28, 2026

Ahmedabad : પાણીજન્ય રોગચાળો અટકાવવા AMCની કડક કાર્યવાહી, 424 લારીઓને નોટિસ ઈશ્યૂ કરી દંડ ફટકારાયો

અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો ફેલાતો અટકાવવા અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા આરોગ્ય વિભાગ મારફતે વ્યાપક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.ક્લોરિન ડોઝર વગર પાણી પુરવઠો કરતા 15 વોટર સપ્લાયર એકમો સીલ આ કાર્યવાહી અંતર્ગત ક્લોરિન ડોઝર વગર પાણી પુરવઠો કરતા 15 વોટર સપ્લાયર એકમોને સીલ કરવામાં આવ્યા છે. 1758 પાણીપુરી અને સ્ટ્રીટ ફૂડની લારીઓની તપાસ AMCની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ 1758 પાણીપુરી અને સ્ટ્રીટ ફૂડની લારીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્વચ્છતા તથા ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાનું સામે આવતા કડક પગલાં લેવામાં આવ્યા હતા. નિયમોનું પાલન ન કરનારી 424 લારીઓને નોટિસ કાર્યવાહી દરમિયાન કુલ 1013 અખાદ્ય પદાર્થો જપ્ત કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ સંબંધિત વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત નિયમોનું પાલન ન કરનારી 424 લારીઓને નોટિસ ઇશ્યૂ કરી દંડ વસૂલવામાં આવ્યો છે. આવી તપાસો સતત ચાલુ રહેશે મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે શહેરમાં ડાયરીયા, ટાઇફોઇડ અને અન્ય પાણીજન્ય રોગચાળો ફેલાય નહીં તે માટે આવી તપાસો સતત ચાલુ રહેશે. નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ખુલ્લા ખાદ્યપદાર્થો લેતા પહેલા સ્વચ્છતા અંગે ખાસ ધ્યાન રાખે અને માત્ર પ્રમાણિત સ્ત્રોતમાંથી જ પાણીનો ઉપયોગ કરે. આ પણ વાંચો----    Baramati Plane Crash : 6 વર્ષ પહેલાં ભારતીય રાજકારણમાં અજિત પવારે એવો ખળભળાટ મચાવેલો કે રાજકીય પંડિતો પણ ગોથું ખાઇ ગયેલા, વાંચો રસપ્રદ કિસ્સો

Read Full Story arrow_forward
Mahisagarના વિરપુરમાં મેન્ટેનન્સ કામગીરી દરમિયાન કરંટ લાગતા વીજકર્મીનું મોત
calendar_today January 28, 2026

Mahisagarના વિરપુરમાં મેન્ટેનન્સ કામગીરી દરમિયાન કરંટ લાગતા વીજકર્મીનું મોત

મહીસાગરના વિરપુર તાલુકામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જનતાને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે સતત કાર્યરત રહેતા વીજ વિભાગના એક કર્મીએ આજે પોતાની ફરજ બજાવતા જીવ ગુમાવ્યો છે. તાલુકાના સાલૈયા ગામ પાસે વીજ લાઇનના મેન્ટેનન્સ દરમિયાન સર્જાયેલા અકસ્માતમાં ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટનું કરુણ મોત નીપજ્યું છે. વીજ લાઈનમાં ટેકનિકલ ખામી સર્જાઇ મળતી માહિતી અનુસાર મહીસાગરના વિરપુર પંથકમાં આવેલ સાલૈયા ગામમાં વીજ લાઈનમાં ટેકનિકલ ખામી સર્જાતા અથવા નિયમિત મેન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી માટે ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ જે. કે. ડાભી સ્થળ પર હાજર હતા. તેઓ જ્યારે વીજ પોલ પર અથવા લાઇન પાસે કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક જીવંત વીજ લાઇનના સંપર્કમાં આવી ગયા હતા. હાઈ વોલ્ટેજ વીજ કરંટ એટલો જોરદાર હતો કે તેમને બચવાની તક સુધ્ધાં મળી નહોતી. ઘટનાસ્થળે જ કરુણ અંજામ વીજ કરંટ લાગતાની સાથે જ જે. કે. ડાભી નીચે પટકાયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકો અને અન્ય કર્મચારીઓ દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર સાલૈયા ગામ અને વીજ વિભાગના કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો બનાવની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. મેન્ટેનન્સ દરમિયાન પાવર સપ્લાય બંધ હોવા છતાં કરંટ કેવી રીતે આવ્યો, અથવા સુરક્ષા સાધનોમાં કોઈ ખામી હતી કે કેમ, તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ પણ વાંચોઃ Kutchના મુન્દ્રામાં 2 કરોડનો ચેકડેમ વિવાદમાં, કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપ

Read Full Story arrow_forward