android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: ડિજિટલ લૂંટનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, ₹1550 કરોડના સાયબર કાંડનો થયો ખુલાસો
calendar_today January 28, 2026

Surat: ડિજિટલ લૂંટનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, ₹1550 કરોડના સાયબર કાંડનો થયો ખુલાસો

સુરત ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર સેલ દ્વારા આચરવામાં આવેલી પ્રવૃત્તિમાં ₹1550 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડના આરોપી દિવ્યેશ ચક્રાણીને સુરત એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે. આ કેસની ગંભીરતા એટલી મોટી છે કે તેના તાર વિદેશી ધરતી સાથે પણ જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. 8 મહિનાની સંતાકૂકડીનો આવ્યો અંત દિવ્યેશ ચક્રાણી છેલ્લા 8 મહિનાથી પોલીસને થાપ આપી રહ્યો હતો. ધરપકડથી બચવા માટે તે સતત પોતાના લોકેશન બદલી રહ્યો હતો અને નાસતો ફરતો હતો. જોકે, પોલીસની ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત બાતમીદારોની મદદથી તેને સુરત એરપોર્ટ પર ઉતરતાની સાથે જ દબોચી લેવામાં આવ્યો છે. તેની ધરપકડથી આ કૌભાંડના અન્ય રહસ્યો પરથી પડદો ઊંચકાય તેવી પૂરેપૂરી શક્યતા છે. અત્યાર સુધીમાં 30 થી વધુની ધરપકડ આ માત્ર એક વ્યક્તિનું કામ નહોતું, પરંતુ એક આખું નેટવર્ક હતું. આ અગાઉ સુરત પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરીને કુલ 30 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ગેંગ સામાન્ય લોકોના ડેટા ચોરી કરીને, ફેક કોલ સેન્ટર્સ દ્વારા અથવા ડિજિટલ ઇન્વેસ્ટમેન્ટના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરતી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી દિવ્યેશ ચક્રાણીની ધરપકડ બાદ પોલીસ હવે તેના બેંક એકાઉન્ટ્સ, વિદેશી સંપર્કો અને નાણાકીય વ્યવહારોની ઊંડી તપાસ કરી રહી છે. આ ₹1550 કરોડ ક્યાં ટ્રાન્સફર થયા અને આમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે, તે અંગે પોલીસ રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરશે. સુરત પોલીસની આ કામગીરી સાયબર ગુનેગારો માટે એક કડક ચેતવણી સમાન છે. આ પણ વાંચોઃ Mahisagarના વિરપુરમાં મેન્ટેનન્સ કામગીરી દરમિયાન કરંટ લાગતા વીજકર્મીનું મોત 

Read Full Story arrow_forward
Surat માં ભ્રષ્ટાચારનો 'રોડ શો', 6 મહિનામાં જ કરોડોનો RCC રોડ બેસી ગયો, જનતામાં ભારે રોષ
calendar_today January 28, 2026

Surat માં ભ્રષ્ટાચારનો 'રોડ શો', 6 મહિનામાં જ કરોડોનો RCC રોડ બેસી ગયો, જનતામાં ભારે રોષ

સુરત મહાનગરપાલિકાના વિકાસના દાવાઓની પોલ ખોલતો કિસ્સો પાલનપુર કેનાલ રોડ પર સામે આવ્યો છે. લાખો રૂપિયાના ખર્ચે માત્ર 6 થી 7 મહિના પહેલાં જ તૈયાર કરવામાં આવેલો નવો નકોર RCC રોડ અત્યારથી જ બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે. રોડની વચ્ચે મોટી તિરાડો અને ઊંડા ગાબડાં પડવાને કારણે આ માર્ગ હવે વાહનચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. આ નબળી કામગીરીને કારણે રોડ એક તરફ નમી ગયો હોવાનું પણ જણાઈ રહ્યું છે, જે સ્પષ્ટપણે કામગીરીમાં થયેલા મોટા ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાના માલસામાનના વપરાશ તરફ આંગળી ચીંધે છે.વિકાસ વેરાઈ ગયો! આ મામલે સ્થાનિક અગ્રણી મહેશભાઈ પટેલે તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, જનતાના ટેક્સના પૈસા અને સરકારના બજેટનો આ રીતે ખુલ્લેઆમ દુરુપયોગ થઈ રહ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે, જો આ ગાબડાંઓને કારણે કોઈ નિર્દોષ નાગરિકનું અકસ્માતમાં મૃત્યુ થશે, તો તેની જવાબદારી કોણ લેશે? સ્થાનિકોમાં પણ આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને રોડ બનાવનાર જવાબદાર કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી બ્લેકલિસ્ટ કરી તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી પ્રબળ બની છે. આ પણ વાંચો : Vadodara News : ‘75 વર્ષની ઉંમરે આવું પાણી પીવું?’, ગંદા પાણીથી ત્રાહિમામ વૃદ્ધાએ ઠાલવ્યો આક્રોશ

Read Full Story arrow_forward
Sabarkantha News : પ્રાંતિજમાં બી.એસ.સી. નર્સિંગનો અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત
calendar_today January 28, 2026

Sabarkantha News : પ્રાંતિજમાં બી.એસ.સી. નર્સિંગનો અભ્યાસ કરતી 19 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત

સાબરકાંઠાના પ્રાંતિજમાં યોગેશ્વર સોસાયટી ખાતે રહેતી 19 વર્ષીય યુવતીનું હાર્ટ એટેકથી મોત થયું છે, રાત્રિ દરમિયાન યુવતી ઘરે સુતી હતી અને વહેલી સવારે ઉઠી નહી અને ત્યારબાદ ડોકટરે તપાસ કરતા તેને મૃત જાહેર કરી હતી, 19 વર્ષની આસ્થા આશિષ કુમાર પટેલ પ્રાંતિજની ચિત્રિણી નર્સિંગ કોલેજ ખાતે બી.એસ.સી નર્સિંગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. હાર્ટ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ હાર્ટ આપણા શરીરનું સૌથી મહાવપૂર્ણ અંગ હોય છે. આપણા દિલનું સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. જો દિલની ગતિમાં થોડો પણ ફેરફાર થાય છે, તો આપણે ઘણા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે. દર્દીને શરૂઆતમાં કેલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર સંબંધિત તકલીફો થાય છે અને પછી આ સમસ્યાઓ હાર્ટ એટેકનો ખતરો વધારી દે છે. જાણી લો કે જો તમે હાર્ટની બીમારીથી પીડિત છો તો તમારે હાર્ટ એટેકનાં આ લક્ષણો વિશે જરૂર જાણી લેવું જોઈએ. શું છે હાર્ટ એટેક જાણી લો કે કોઈને પણ હાર્ટ એટેક ત્યારે આવે છે, જ્યારે દિલમાં બ્લડનો પ્રવાહ ઓછો કે અવરોધિત થઈ જાય છે. ઘણી વાર કોરોનરી ધમનીઓમાં કેલેસ્ટ્રોલ અને ફેટ જમા થઈ જવાને કારણે પણ આમ બને છે. દિલને બ્લડ સપ્લાય કરનાર વાહિકાઓને કોરોનરી ધમનીઓ કહેવાય છે. જણાવી દઈએ કે જો તમને હાર્ટ એટેકનું કોઈપણ લક્ષણ જોવા મળે, તો તેને ઇગ્નોર ન કરશો અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરશો. હાર્ટ એટેકનાં લક્ષણો ધ્યાન આપવા જેવી બાબત છે કે હાર્ટ એટેક આવતા પહેલા આપણાં શરીરમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ સંકેતોને જોતાં જ તરત જ એલર્ટ થઈ જવું જોઈએ અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જણાવી દઈએ કે હાર્ટ એટેક આવતા પહેલા વ્યક્તિને છાતીમાં દુખાવો, જડબા કે દાંતમાં દુખાવો, શ્વાસ લેવામાં સમસ્યા, પરસેવો આવવો, ગેસ થવો, ચક્કર આવવા, માથું ફરવું, બેચેની થવી જેવી ફરિયાદો જોવા મળે છે. આ પણ વાંચો : Gandhinagar News : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પવારને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી

Read Full Story arrow_forward