android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: જિલ્લાકક્ષાના રાષ્ટ્રીય પર્વની આજે ઉજવણી
calendar_today January 25, 2026

Surendranagar: જિલ્લાકક્ષાના રાષ્ટ્રીય પર્વની આજે ઉજવણી

સુરેન્દ્રનગર શહેરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 4 વર્ષ બાદ આજે રાષ્ટ્રીય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી થઈ રહી છે. જિલ્લાના પ્રભારી મંત્રી આજે તિરંગો લહેરાવી રાષ્ટ્રધ્વજને સલામી આપનાર છે. ત્યારે શહેરીજનોને ધ્વજવંદન સાથે સાથે શાળાના બાળકો દ્વારા રજુ કરાતા વીવીધ સાંસ્કૃતી કાર્યક્રમો, પોલીસની પરેડ, સરકારી વિભાગના ટેબ્લો જોવાનો લ્હાવો મળશે.સમગ્ર દેશમાં તા.15મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વ અને તા. 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉમંગભેર ઉજવણી થાય છે. વર્ષો પહેલા ગુજરાતમાં રાજયકક્ષાની ઉજવણી ગાંધીનગર અને જિલ્લાકક્ષાની ઉજવણી જે તે જિલ્લાના વડામથક ખાતે થતી હતી. પરંતુ નરેન્દ્ર મોદી જયારે રાજયના મુખ્યમંત્રી બન્યા ત્યારબાદ તેઓ આ ઉજવણીમાં ફેરફાર કર્યો હતો. જેમાં રાજયના વીવીધ જિલ્લાઓમાં ક્રમશઃ રાજયકક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી અને દરેક જિલ્લાના તાલુકા મથકે ક્રમશઃ જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ છે. જેમાં આ વર્ષે નવા બનેલા વાવ-થરાદ જિલ્લામાં રાજયકક્ષાનું પ્રજાસત્તાક પર્વ ઉજવવામાં આવનાર છે. જયારે સુરેન્દ્રનગર જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુરેન્દ્રનગર શહેરમાં થનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં 26મી જાન્યુઆરીના દિવસે જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયા બાદ ફરી 4 વર્ષે આજે સોમવારે ઉજવાશે. જેમાં રાજયના શહેરી વિકાસ મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલા તિરંગો લહેરાવી સલામી આપશે. ત્યારે જિલ્લાકક્ષાની ઉજવણી શહેરમાં થતી હોઈ શહેરીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જિલ્લાના શાળાના બાળકો આજે સાંસ્કૃતીક કાર્યક્રમો રજુ કરશે. જેને નિહાળવા મોટી સંખ્યામાં બાળકો પોતાના વાલીઓ સાથે આવશે. બીજી તરફ ગ્રાઉન્ડમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. અને પોલીસ કર્મીઓ પરેડની પ્રેકટીસ કરતા જોવા મળ્યા હતો. જિલ્લા વહીવટી તંત્રે પણ લોકોએ આ ગરીમામય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરીકોને હાજર રહેવા અપીલ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dholka: ધોળી ગામે ખાનગી કંપનીમાં રાત્રિના સુમારે અચાનક આગ ભભૂકી
calendar_today January 25, 2026

Dholka: ધોળી ગામે ખાનગી કંપનીમાં રાત્રિના સુમારે અચાનક આગ ભભૂકી

ધોળકા તાલુકાના ધોળી ગામે આવેલી પ્રીમિયર સ્પિનટેક્સ પ્રા. લિ. કંપનીમાં તા.24મીએ રાત્રિના સમયે કોઈ અગમ્ય કારણસર અચાનક આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કંપનીના બીજા માળે આગ ભભૂકી ઉઠતા ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગે ટૂંક સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં કંપનીના કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. આગ લાગવાની જાણ થતાં જ ધોળકા પાલિકાની ફાયરબ્રિગેડ સહિત ચિરિપાલ કંપનીની ફાયર ફાઇટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આગ પર કાબુ મેળવવા માટે સતત પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. બીજી તરફ્, કંપની દ્વારા ફોર્કલિફ્ટ વાહનની મદદથી વધારાનો માલસામાન બહાર હટાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.આગની તીવ્રતા વધતા કંપનીના ગોડાઉન સુધી આગ ફેલાઈ ગઈ હતી અને ત્યાં રાખેલ રૂ સળગવાનું શરૂ થતાં ધુમાડો વધુ ઘાટો બની ગયો હતો. પરિસ્થિતિની ગંભીરતા જોતા ધોળકા પાલિકા અને ચિરિપાલ કંપનીની સાથે બાવળા પાલિકાની વધારાની ફાયર ટીમને પણ બોલાવવામાં આવી હતી. ઘણી જહેમત અને લાંબા સમયની કામગીરી બાદ ફાયર ટીમોએ આગ પર કાબુ મેળવ્યો હતો. સદભાગ્યે બનાવમાં કોઈ જાનહાનિ થવાની માહિતી મળી નથી, પરંતુ આગથી મોટું આર્થિક નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajasthan: 26 જાન્યુઆરી પૂર્વે સુરક્ષા એજન્સીઓનો મોટો એક્શન, નાગૌરમાંથી 10,000 કિલો વિસ્ફોટક જપ્ત
calendar_today January 25, 2026

Rajasthan: 26 જાન્યુઆરી પૂર્વે સુરક્ષા એજન્સીઓનો મોટો એક્શન, નાગૌરમાંથી 10,000 કિલો વિસ્ફોટક જપ્ત

26 જાન્યુઆરીના ગણતંત્ર પર્વ પૂર્વે દેશભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક છે, ત્યારે રાજસ્થાનના નાગૌર જિલ્લામાંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. પોલીસે એક ગુપ્ત ઓપરેશન દરમિયાન 10,000 કિલોગ્રામ એમોનિયમ નાઈટ્રેટ સહિત વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે.ખેતરના ઘરમાં છુપાવ્યો હતો મોતનો સામાનપ્રાપ્ત વિગતો અનુસાર, નાગૌર પોલીસને બાતમી મળી હતી કે એક ખેતરના મકાનમાં ગેરકાયદેસર રીતે વિસ્ફોટકોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ખેતરના એક રૂમમાં 10,000 કિલોગ્રામ (10 ટન) એમોનિયમ નાઈટ્રેટ અત્યંત જોખમી રીતે રાખવામાં આવ્યું હતું. આ સાથે જ પોલીસે મોટી સંખ્યામાં ડેટોનેટર અને ફ્યુઝ વાયર પણ જપ્ત કર્યા છે.સુલેમાન નામના શખ્સની ધરપકડ પોલીસે આ મામલે સુલેમાન નામના શખ્સની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે સુલેમાન કોઈ નવો ગુનેગાર નથી; તેની પર અગાઉ પણ ગેરકાયદેસર વિસ્ફોટકો રાખવાના ત્રણ ગંભીર કેસો નોંધાયેલા છે. વારંવાર પકડાયા હોવા છતાં તે આ કાળા કારોબારમાં સંડોવાયેલો રહ્યો છે.ગેરકાયદેસર ખાણકામ કે આતંકી કનેક્શન?પ્રાથમિક પૂછપરછમાં એવી માહિતી મળી છે કે આ વિસ્ફોટકોનો જથ્થો ગેરકાયદેસર ખાણકામ (Mining) માટે સંગ્રહિત કરવામાં આવ્યો હતો. જોકે, ૨૬ જાન્યુઆરીની સુરક્ષાને ધ્યાને રાખતા એજન્સીઓ આ મામલે કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા માંગતી નથી. એમોનિયમ નાઈટ્રેટનો ઉપયોગ અગાઉ અનેક મોટા બોમ્બ બ્લાસ્ટમાં થઈ ચૂક્યો હોવાથી, પોલીસ આ જથ્થો ક્યાંથી આવ્યો અને તેનો અન્ય કોઈ વિધ્વંસક હેતુ હતો કે કેમ તે દિશામાં પણ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.આ પણ વાંચો: મૂળીમાં નજીવી બાબતે થયેલી બોલાચાલીમાં ફાયરિંગ, જિલ્લા પંચાયત સદસ્યના પુત્રને પગમાં ગોળી વાગી

Read Full Story arrow_forward