android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News : બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં જયરાજ આહિરને જેલ હવાલે કરાયો
calendar_today January 25, 2026

Bhavnagar News : બગદાણાના નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં જયરાજ આહિરને જેલ હવાલે કરાયો

ભાવનગરના બગદાણામાં નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં માયાભાઈ આહિરના દીકરા જયરાજની એસઆઈટી દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જયરાજને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જયરાજને જ્યારે કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસના બંદોબસ્ત વચ્ચે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં સુનાવણી બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરાયો છે. જયરાજ આહીરને મહુવા કોર્ટમાં રજૂ કરાયો બગદાણામાં નવનીત બાલધિયા કેસમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજની ધરપકડ બાદ આજે રવિવારે તેને મહુવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં સુનાવણી બાદ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવા કોર્ટે આદેશ કર્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં કૂલ 12 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જયરાજના જામીનની માગ કોર્ટે ફગાવી હોવાની વિગતો જાણવા મળી છે. આ ઉપરાંત તેના વકિલે જામીનની પણ માગ કરી હતી. જે કોર્ટે નકારી કાઢી છે અને તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. આ પણ વાંચોઃ Panchmahal News: ગોધરામાં બોમ્બ સ્ક્વોડ અને પોલીસનું સર્ચ ઓપરેશન

Read Full Story arrow_forward
Bhavnagar: એમ.જી. રોડ પર આવેલા જૈન દેરાસરમાં તસ્કરી, ભગવાનનો રૂ. 50 હજારનો ચાંદીનો મુગટ ચોરી અજાણ્યો શખ્સ ફરાર
calendar_today January 25, 2026

Bhavnagar: એમ.જી. રોડ પર આવેલા જૈન દેરાસરમાં તસ્કરી, ભગવાનનો રૂ. 50 હજારનો ચાંદીનો મુગટ ચોરી અજાણ્યો શખ્સ ફરાર

ભાવનગર શહેરના હાર્દ સમાન એમ.જી. રોડ પર ચોરીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં આવેલા વર્ષો જૂના જૈન દેરાસરમાંથી અજાણ્યો તસ્કર અજીતનાથ ભગવાનની મૂર્તિ પર બિરાજમાન કિંમતી ચાંદીનો મુગટ ચોરી કરી પલાયન થઈ ગયો છે. આ સમગ્ર ઘટના દેરાસરના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે.પુજારી ઉપરના માળે ગયા અને નીચે મુગટ ગાયબઘટનાની વિગત મુજબ, એમ.જી. રોડ પર વૃંદાવન હોટલની સામે આવેલા જૈન દેરાસરમાં ગત ૨૩ જાન્યુઆરીના રોજ રાબેતા મુજબ ભક્તિભાવ સાથે પૂજા-અર્ચના ચાલી રહી હતી. સવારના સમયે દેરાસરના પુજારી દર્શનાબેને પ્રથમ અજીતનાથ ભગવાનની પૂજા કરી હતી, તે સમયે મૂર્તિ પર ચાંદીનો મુગટ બિરાજમાન હતો.ત્યારબાદ પુજારી ઉપરના માળે પાર્શ્વનાથ ભગવાનની પૂજા કરવા માટે ગયા હતા. આશરે સાડા અગિયાર વાગ્યાના સુમારે જ્યારે તેઓ પૂજા પૂર્ણ કરી નીચે આવ્યા, ત્યારે અજીતનાથ ભગવાનની મૂર્તિ પરથી મુગટ ગાયબ હોવાનું જણાતા તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. તેમણે તાત્કાલિક દેરાસરના ટ્રસ્ટી સંજયભાઈ ઠારને આ અંગે જાણ કરી હતી.CCTVમાં કેદ થયો ચોરીનો ખેલચોરીની જાણ થતા જ દેરાસરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, પુજારીની ગેરહાજરીનો લાભ લઈ એક અજાણ્યો ઈસમ દેરાસરમાં પ્રવેશ કરે છે અને ભગવાનની મૂર્તિ પરથી અંદાજે રૂ. 50,000 ની કિંમતનો ચાંદીનો મુગટ ઉતારીને ગણતરીની સેકન્ડોમાં ફરાર થઈ જાય છે.પોલીસ તપાસનો ધમધમાટઆ મામલે દેરાસરના ટ્રસ્ટી સંજયભાઈએ ગંગાજળિયા પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.સીસીટીવી ફૂટેજના આધારે આરોપીના વર્ણન અને ભાગવાના રૂટની તપાસ શરૂ કરી છે.આ પણ વાંચો:Aravalli: હાથમતી નદીના નબળા ડાયવર્ઝનમાં ટ્રક ખાબકી, 'સંદેશ ન્યૂઝ'નો અહેવાલ સાચો ઠર્યો

Read Full Story arrow_forward
આસ્થાનો મહાસાગર! માંગરોળમાં 1500 ફૂટની સાડી અર્પણ કરી ઉજવાઈ નર્મદા જયંતી
calendar_today January 25, 2026

આસ્થાનો મહાસાગર! માંગરોળમાં 1500 ફૂટની સાડી અર્પણ કરી ઉજવાઈ નર્મદા જયંતી

"નમામિ દેવી નર્મદે..." ના ગગનભેદી નાદ સાથે આજે નર્મદા કિનારો ભક્તિમય બની ગયો હતો. ભારતની એકમાત્ર નદી જેની પરિક્રમાનું અનેરું મહાત્મ્ય છે, તેવા નર્મદા મૈયાની આજે જન્મજયંતી નિમિત્તે નર્મદા જિલ્લાના માંગરોળ ગામે અનોખી ભક્તિના દર્શન થયા હતા. અહીં ગ્રામજનોએ એકસાથે મળીને માતાજીને 1500 ફૂટ લાંબી સાડી અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.આસ્થા સામે કુદરતી આફત પણ ન ડગાવી શકી શ્રદ્ધાનોંધનીય છે કે, માત્ર બે વર્ષ પહેલા જ માંગરોળ ગામે નર્મદાના વિનાશક પૂરનો સામનો કર્યો હતો. આખું ગામ જળબંબાકાર થયું હતું અને ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. સામાન્ય રીતે પૂરથી નુકસાન થયા બાદ લોકોમાં ડર હોય છે, પરંતુ માંગરોળના લોકોમાં મા નર્મદા પ્રત્યેની આસ્થા આજે પણ અડગ છે. પૂરના ઘા ભૂલીને ગ્રામજનોએ ભવ્ય શોભાયાત્રા કાઢી હતી અને મહાપૂજાનું આયોજન કર્યું હતું.https://x.com/sandeshnews/status/2015399560668237887 નૌકાઓ દ્વારા જળ-અર્પણ 1500 ફૂટ લાંબી સાડીને નદીની વચ્ચે સુધી લઈ જવા માટે 10થી વધુ નૌકાઓની મદદ લેવામાં આવી હતી. હજારો શ્રદ્ધાળુઓએ માનવસાંકળ રચી, એકબીજાના હાથની મદદથી માતાજીને સાડી ઓઢાડી હતી. આ દ્રશ્ય એટલું મનોહર હતું કે, જાણે નર્મદા મૈયા પોતે શ્રદ્ધાના વસ્ત્રો ધારણ કરી રહ્યા હોય! દર્શન માત્રથી પાપ ધોનારી નર્મદા નદી પ્રત્યેની આ અનોખી ભક્તિ આજે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની છે. આ પણ વાંચો - Padma Awards 2026 : આ ત્રણ ગુજરાતીઓને મળશે પદ્મશ્રી પુરસ્કાર, 45 લોકોની યાદી સામે આવી

Read Full Story arrow_forward