Patan: 14.98 લાખના ચેક રિટર્ન કેસમાં વિસનગરના કોન્ટ્રાક્ટરને 1 વર્ષની કેદ
પાટણની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે ચેક રિટર્ન કેસમાં એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. વિસનગરના પુદગામ સ્થિત 'શક્તિ એન્ટરપ્રાઈઝ' ફર્મના પ્રોપરાઈટર રાજેન્દ્રભાઈ ભગવાનદાસ પટેલને દોષિત ઠેરવી એક વર્ષની સાદી કેદ ની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આરોપીને ચેકની રકમ એટલે કે ₹14,98,229 વળતર પેટે 20 દિવસમાં ચૂકવી દેવા પણ કડક આદેશ કર્યો છે.રિટર્ન કેસમાં વિસનગરના કોન્ટ્રાક્ટરને સજાપાટણની જી.આઈ.ડી.સી.માં 'ઉમા સ્ટીલ' નામની પેઢી ધરાવતા દિવ્યકુમાર પ્રકાશભાઈ પટેલ લોખંડની ચીજવસ્તુઓનો વેપાર કરે છે. આરોપી રાજેન્દ્ર પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેઓ દિવ્યકુમાર પાસેથી માલસામાનની ખરીદી કરતા હતા. આરોપીએ કુલ ₹58,99,088 ના ટી.એમ.ટી. સળિયા ખરીદ્યા હતા.જેમાંથી ₹44,02,050 ચૂકવ્યા હતા, પરંતુ બાકી રહેતી ₹14,98,229 ની રકમ માટે ચેક આપ્યો હતો.26 નવેમ્બર 2022 ના રોજ બેંક ખાતામાં 'અપૂરતું ભંડોળ' હોવાના કારણે આ ચેક રિટર્ન થયો હતો.કોર્ટની મહત્વની અવલોકનજ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.એમ. ચૌહાણે ચુકાદો સંભળાવતા નોંધ્યું હતું કેફરિયાદી પક્ષે તમામ પુરાવાઓ સાથે કેસ સંપૂર્ણપણે સાબિત કર્યો છે.આરોપી સામે સમાન પ્રકારના અન્ય કેસો પણ પડતર છે, જે દર્શાવે છે કે તેઓ આવા ગુના કરવા માટે ટેવાયેલા છે.આરોપીએ જાણીજોઈને ખાતામાં બેલેન્સ ન હોવા છતાં ચેક આપી ફરિયાદી સાથે વિશ્વાસઘાત કર્યો છે.આ પણ વાંચો: એમ.જી. રોડ પર આવેલા જૈન દેરાસરમાં તસ્કરી, ભગવાનનો રૂ. 50 હજારનો ચાંદીનો મુગટ ચોરી અજાણ્યો શખ્સ ફરાર
Read Full Story arrow_forward