Ahmedabad News : હવે ગમે ત્યાં શ્વાનને ખોરાક નાખ્યો તો થશે દંડ, AMCએ નિયમો કર્યા કડક
અમદાવાદ શહેરમાં રખડતા શ્વાનોના વધતા ત્રાસ અને કરડવાના કિસ્સાઓને રોકવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના CNCD વિભાગે એક કડક નિર્ણય લીધો છે. હવેથી શહેરના રોડ-રસ્તા કે જાહેર સ્થળો પર શ્વાન કે અન્ય પશુઓને ખોરાક નાખી શકાશે નહીં. AMC દ્વારા શહેરના તમામ 7 ઝોનમાં મળીને કુલ 100 જેટલા ચોક્કસ 'ડૉગ ફીડિંગ સ્પોટ' નક્કી કરવામાં આવ્યા છે. તંત્રનો ઉદ્દેશ્ય છે કે જાહેરમાં ખોરાક નાખવાને કારણે શ્વાનોના ટોળા એકઠા ન થાય અને રાહદારીઓ કે વાહનચાલકોને કોઈ જોખમ ન રહે.જાહેરમાં ખવડાવ્યું તો ખેર નથી CNCD વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા લિસ્ટ મુજબ, હવે પશુ પ્રેમીઓએ માત્ર નક્કી કરેલા સ્થળોએ જઈને જ શ્વાનને ખોરાક આપવાનો રહેશે. જો કોઈ વ્યક્તિ આ નિયમનું ઉલ્લંઘન કરી જાહેર માર્ગો કે રહેણાંક વિસ્તારોના નાકા પર ખોરાક નાખતા ઝડપાશે, તો તેની સામે વહીવટી તંત્ર દ્વારા કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. આ નિર્ણયથી શહેરના જાહેર રસ્તાઓ પર ગંદકી ઘટશે અને શ્વાન દ્વારા થતા હુમલાઓના પ્રમાણમાં પણ ઘટાડો થશે તેવી કોર્પોરેશનને આશા છે. આ પણ વાંચો : Gandhinagar News : વસ્તી ગણતરીનો શંખનાદ, મકાનોની ગણતરીથી થશે પ્રક્રિયાનો પ્રારંભ, જાણો શું છે નવી રજૂઆતો
Read Full Story arrow_forward