android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat માં સ્કૂલ ફંક્શન બન્યું અખાડો, પાલ વિસ્તારમાં એન્યુઅલ ફંક્શન દરમિયાન મિસ-મેનેજમેન્ટને લઈ ભારે મારામારી
calendar_today January 24, 2026

Surat માં સ્કૂલ ફંક્શન બન્યું અખાડો, પાલ વિસ્તારમાં એન્યુઅલ ફંક્શન દરમિયાન મિસ-મેનેજમેન્ટને લઈ ભારે મારામારી

સુરતના પોશ ગણાતા પાલ વિસ્તારમાં આવેલી એક શાળાના એન્યુઅલ ફંક્શનમાં ભારે હોબાળો અને મારામારીની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, શાળાના વાર્ષિક મહોત્સવ દરમિયાન સંચાલકો દ્વારા કરવામાં આવેલા મિસ-મેનેજમેન્ટને કારણે વાલીઓ અને હાજર લોકોમાં રોષ જોવા મળ્યો હતો. બેઠક વ્યવસ્થા અથવા અન્ય કાર્યક્રમોના સંચાલનમાં ખામી સર્જાતા મામલો ઉગ્ર બન્યો હતો અને જોતજોતામાં બોલાચાલી મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. કાર્યક્રમમાં આનંદ-પ્રમોદના બદલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.વાયરલ વીડિયોથી ખળભળાટ આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો એકબીજા સાથે ઝપાઝપી કરતા અને બૂમાબૂમ કરતા નજરે પડે છે. આ વીડિયો પાલ વિસ્તારની જ કોઈ શાળાનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે, વાયરલ થઈ રહેલા આ વીડિયોની સત્યતા કે તારીખ બાબતે મીડિયા કોઈ પુષ્ટિ કરતું નથી. આ ઘટનાને પગલે શિક્ષણ જગતમાં ચર્ચા જાગી છે કે મોટા પાયે આયોજન કરતી શાળાઓએ સુરક્ષા અને વ્યવસ્થાના પૂરતા પગલાં લેવા જોઈએ જેથી આવા અપ્રિય પ્રસંગો ટાળી શકાય. આ પણ વાંચો : Ahmedabad News : હવે ગમે ત્યાં શ્વાનને ખોરાક નાખ્યો તો થશે દંડ, AMCએ નિયમો કર્યા કડક

Read Full Story arrow_forward
Bhavnagar News: હેડ કોન્સ્ટેબલ આત્મહત્યા કેસમાં વળાંક, PSI ગોસ્વામી પર લાગ્યા ગંભીર આક્ષેપ
calendar_today January 24, 2026

Bhavnagar News: હેડ કોન્સ્ટેબલ આત્મહત્યા કેસમાં વળાંક, PSI ગોસ્વામી પર લાગ્યા ગંભીર આક્ષેપ

ભાવનગર જિલ્લામાં પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલે આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. જોકે, આ આત્મહત્યાના મામલે હવે પરિવારજનોએ ગંભીર આક્ષેપો કરતા સમગ્ર વિવાદ ઘેરો બન્યો છે. પરિજનોનો આરોપ છે કે, ઉચ્ચ અધિકારીના માનસિક ત્રાસના કારણે જ દિગ્વિજયસિંહને આ અંતિમ પગલું ભરવાની ફરજ પડી છે.શું છે સમગ્ર ઘટના? ભાવનગરના ઘોઘા પોલીસ સ્ટેશન PSO તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ ગોહિલ નામના હેડ કોન્સ્ટેબલે 21 જાન્યુઆરીના રોજ બપોરના સમયે ભુતેશ્વર ગામ ખાતે ચાલુ ફરજે ઝેરી દવા પીધી હતી. જે બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ પર ઉપરી અધિકારીનું પ્રેશર હોવાના કારણે તેમણે ઝેરી દવા ગટગટાવી હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો હતો. PSI સામે ગંભીર આક્ષેપો મૃતકના પરિવારજનોએ સીધો આરોપ લગાવ્યો છે કે, ઘોઘા પોલીસ મથકના PSI બી. કે. ગોસ્વામી દ્વારા દિગ્વિજયસિંહ ગોહિલને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસ સહન ન કરી શકતા તેમણે જીવન ટૂંકાવ્યું છે. મૃતકના બહેને આ મામલે ભાવુક થઈ ક્ષત્રિય સમાજને ન્યાય માટે આગળ આવવા આહ્વાન કર્યું છે. 'PSI બી.કે. ગોસ્વામીના ત્રાસથી મારા પતિએ આત્મહત્યા કરી છે' મૃતક પત્ની રિદ્ધિબા દિગ્વિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મારા પતિ મજબૂત માણસ હતા, તેઓ આવું પગલું ક્યારેય ન ભરે. કાગળી માટે PSI બી. કે. ગોસ્વામીના ત્રાસ એ આપતા હતા. તેઓ મારા પતિ પાસે સતત તેમનું લોકેશન મંગાવી તેમને હેરાન કરતા હતા. હજામત કરાવવા, ફરવા જવા, મારી પુત્રીની સારવાર કરવા કે અન્ય સ્થળે હોય ત્યારે પણ તેઓ મારા પતિનું લોકેશન મંગાવતા અને તેમને નજક કેદમાં રાખવાનો પ્રયાસ કરતા હતા. આ આત્મહત્યા નથી, પણ માનસિક ત્રાસ આપીને કરવામાં આવેલી હત્યા છે. 'માનસિક ત્રાસ આપવાને કારણે મારો દીકરો સતત તણાવમાં રહેતો હતો' મૃતકના માતા મનહરબા જયદેવસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, પોલીસે ફાઈલમાં માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવી મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો છે. પણ તેઓ માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હતા. તેમને મેડલ પણ મળ્યા છે. PSI બી. કે. ગોસ્વામી દ્વારા માનસિક ત્રાસ ગુજારવાના કારણે મારો દીકરો સતત તણાવમાં રહેતો હતો. મારો દીકરો માનસિક ન હતો, તમે મારા દીકરાને એટલો ત્રાસ આપ્યો કે એ ડિપ્રેશનમાં જતો રહ્યો. 'પુરાવા સાથે છેડછાડ કરીને આ મામલો દબાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે' મૃતકના બહેન સોનલબા જાડેજાએ જણાવ્યું હતું કે, જે કાર્યવાહી ત્રણ કલાકમાં થવી જોઈએ, એને આજે ત્રણ દિવસ વીતી ગયા છતા કોઈ કાર્યવાહી થઈ નથી. ઉપરી અધિકારીઓ આ સમગ્ર કેસને દબાવી દેવા માંગે છે. એટલે તેઓ મારા ભાઈને માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાવી રહ્યા છે. તેઓ પુરાવા સાથે છેડછાડ કરીને આ મામલો દબાવી દેશે. મારા ભાઈ પર કેટલો ત્રાસ આપ્યો હશે, કે તેને નાના બાળકો હોવા છતા આત્મહત્યા કરવા મજબૂર બન્યો. ધરણાં પર બેસવાની ચીમકી પરિવાર દ્વારા માગ કરવામાં આવી છે કે, જવાબદાર PSI વિરૂદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો આખો પરિવાર કલેક્ટર કચેરી ખાતે ધરણાં પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે. હાલમાં આ મામલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પણ વાંચો - Bhavnagar News: પોલીસ બેડામાં ખળભળાટ, ઘોઘાના PSOએ ચાલુ ફરજે ઝેરી દવા પી કરી આત્મહત્યાની કોશિશ

Read Full Story arrow_forward
Surendranagar News : ગુજરાતને ફરી વિજેતા બનાવવા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની અપીલ: 'MyGov India' એપ પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ
calendar_today January 24, 2026

Surendranagar News : ગુજરાતને ફરી વિજેતા બનાવવા સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્રની અપીલ: 'MyGov India' એપ પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ

આ હેતુસર, જિલ્લાના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, નાગરિકોને 'MyGov India' એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન પૂર્ણ કરવા નમ્ર વિનંતી કરવામાં આવી છે. ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતને રાષ્ટ્રીય ફલક પર વિજેતા બનાવવા માટે આપણું એક નાનું યોગદાન અત્યંત મહત્વનું છે. એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત આ અભિયાન અંતર્ગત આગામી ૨૫ જાન્યુઆરી સુધીમાં તમામ વપરાશકર્તાઓએ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરાવી લેવું અનિવાર્ય છે. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે એન્ડ્રોઇડ યુઝરે https://play.google.com/store/apps/details?id=in.mygov.mobile પરથી અને આઈ ફોન યુઝરે https://apps.apple.com/in/app/mygov-india-%E0%A4%AE-%E0%A4%B0-%E0%A4%B8%E0%A4%B0%E0%A4%95-%E0%A4%B0/id1423088445 પરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરવું.રજિસ્ટ્રેશન પ્રક્રિયા માટે માર્ગદર્શક વિડિયો પણ તંત્ર દ્વારા શેર કરવામાં આવ્યો છે ખાસ નોંધનીય છે કે, વોટિંગ માટેની લિંક ૨૬ જાન્યુઆરીના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યે કાર્યરત થશે, જેના દ્વારા નાગરિકો ગુજરાતના ટેબ્લોને પોતાનો કિંમતી મત આપી શકશે. ભવિષ્યમાં પણ સરકારની વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવા માટે આ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. આ પણ વાંચો : Republic Day 2026 : સુરતના માંડવી ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનું ફૂલ ડ્રેસ રિહર્સલ યોજાયું

Read Full Story arrow_forward