android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News : શિક્ષણ રાજ્યમંત્રીએ મૂળીની ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી, શૈક્ષણિક ગુણવત્તા અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું
calendar_today January 24, 2026

Surendranagar News : શિક્ષણ રાજ્યમંત્રીએ મૂળીની ટીડાણા પ્રાથમિક શાળાની મુલાકાત લીધી, શૈક્ષણિક ગુણવત્તા અને સુવિધાઓનું નિરીક્ષણ કર્યું

આ મુલાકાત દરમિયાન મંત્રીએ શિક્ષણની ગુણવત્તા અને શાળાકીય સુવિધાઓ અંગે ઊંડાણપૂર્વક જાણકારી મેળવી હતી. શાળાના આચાર્ય શ્રી મહિપતસિંહ જેતાવત પાસેથી તેમણે શિક્ષકોના મહેકમ, વિદ્યાર્થીઓની સંખ્યા અને શાળાની પ્રવૃત્તિઓ અંગે વિગતવાર વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. મંત્રીએ શાળાની કમ્પ્યુટર લેબની મુલાકાત લઈ વિદ્યાર્થીઓના ટેકનિકલ જ્ઞાનની ચકાસણી કરી હતી તેમણે બાળકો સાથે કમ્પ્યુટર વિષયક પ્રશ્નોત્તરી કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત, તેમણે ધોરણ-૩ અને ૪ના વર્ગખંડોમાં જઈ વિદ્યાર્થીઓના વાંચન અને લેખન કૌશલ્યનું નિરીક્ષણ કર્યું હતું. શિક્ષકો સાથેની ચર્ચામાં મંત્રીશ્રીએ બાળકોની હાજરી વધારવા અને અભ્યાસમાં તેમનો રસ જળવાઈ રહે તે માટે રચનાત્મક પ્રયાસો કરવા પર ભાર મૂક્યો હતો. મંત્રીએ શાળામાં મળતી સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ આત્મીયતાથી સંવાદ સાધતા મંત્રીએ શાળામાં મળતી સુવિધાઓ અંગે પ્રતિભાવો મેળવ્યા હતા અને બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કર્યું હતું. અંતમાં, તેમણે મધ્યાહન ભોજન ખંડની મુલાકાત લઈ ભોજનની ગુણવત્તા અને સાપ્તાહિક મેનુની તપાસ કરી હતી. બાળકોને પૌષ્ટિક અને શુદ્ધ આહાર મળે તે સુનિશ્ચિત કરવા તેમજ ભોજન વ્યવસ્થામાં સહેજ પણ કચાસ ન રહે તે માટે તેમણે જરૂરી સૂચનાઓ આપી હતી. આ પણ વાંચો : Morbiના હળવદના ટીકર ગામે બ્રાહ્મણી નદી પરના પુલમાં ગાબડું પડયું, જુઓ Video

Read Full Story arrow_forward
Ahmedabad News : આનંદનગરમાં જિમ ટ્રેનર અને સિક્યુરિટી પર હુમલો, યુવતીના મિત્રએ રિફંડના મુદ્દે જિમમાં મચાવ્યો આતંક
calendar_today January 24, 2026

Ahmedabad News : આનંદનગરમાં જિમ ટ્રેનર અને સિક્યુરિટી પર હુમલો, યુવતીના મિત્રએ રિફંડના મુદ્દે જિમમાં મચાવ્યો આતંક

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં આવેલા એક જાણીતા જિમમાં પર્સનલ ટ્રેનિંગની ફી પરત લેવા બાબતે ભારે હોબાળો અને મારામારીની ઘટના સામે આવી છે. વિગતો મુજબ, એક યુવતીએ આશરે દોઢ વર્ષ પહેલાં જિમમાં પર્સનલ ટ્રેનિંગ માટે 32 હજાર રૂપિયા ભર્યા હતા. આ રૂપિયા પરત મેળવવા માટે યુવતીનો મિત્ર જિમ પર પહોંચ્યો હતો. ટ્રેનિંગના રૂપિયા પરત માંગવા જેવી સામાન્ય બાબતે ઉગ્ર દલીલો શરૂ થઈ હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી.રૂપિયા 32 હજારના રિફંડ માટે ધિંગાણું યુવતીના મિત્રએ ઉશ્કેરાઈ જઈને જિમના સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ પર હુમલો કરી દીધો હતો. હુમલાખોર યુવકે સિક્યુરિટી ગાર્ડ અને ફરિયાદીને પકડીને જિમના ચેન્જિંગ રૂમમાં લઈ જઈ પશુતાપૂર્વક માર માર્યો હતો, જેના કારણે જિમમાં હાજર અન્ય સભ્યોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ મામલે જિમ સંચાલકો દ્વારા આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હુમલાખોર વિરુદ્ધ ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો : Ahmedabad News : નવરંગપુરાના PGમાં રહેતી યુવતીને લગ્નની જાળમાં ફસાવી યુવકે આચર્યું દુષ્કર્મ, પોલીસે ફરિયાદ નોંધી

Read Full Story arrow_forward
Navsariમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત બે આરોપીની સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ, બંનેએ 2 કરોડથી વધુનું ટ્રાન્જેક્શન કર્યું હતું
calendar_today January 24, 2026

Navsariમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત બે આરોપીની સાયબર ફ્રોડના ગુનામાં ધરપકડ, બંનેએ 2 કરોડથી વધુનું ટ્રાન્જેક્શન કર્યું હતું

નવસારીની બીલીમોરા પોલીસે ઓપરેશન “મ્યુલ હન્ટ” અંતર્ગત બે આરોપીઓને ધરપકડ કરી છે, જેઓ સાયબર ફ્રોડમાં સંડોવાયેલા હતા. 2 કરોડથી વધુનું ગેરકાયદે ટ્રાન્જેક્શન પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને આરોપીઓએ 2 કરોડથી વધુનું ગેરકાયદે ટ્રાન્જેક્શન કર્યું હતું. દેશભરમાં 35 અલગ-અલગ સાયબર ગુનાઓમાં સામેલ તપાસમાં ખુલ્યું કે આરોપીઓ દેશભરમાં ૩૫ અલગ-અલગ સાયબર ગુનાઓમાં સામેલ રહ્યા હતા. પકડાયેલા આરોપીઓને મધ્યપ્રદેશમાંથી ઝડપી લાવવામાં આવ્યા છે આંતર રાજય નેટવર્ક સાથે બંને આરોપી સંકળાયેલા ઓનલાઇન સાયબર ફ્રોડ ટ્રાન્જેક્શનના આંતર રાજય નેટવર્ક સાથે બંને આરોપી સંકળાયેલા હતા અને બંને મધ્યપ્રદેશમાં છુપાયેલા હતા. પોલીસની ટીમે બંનેને ટ્રેક કરીને મધ્યપ્રદેશ જઇને ઝડપી પાડ્યા હતા. આ પણ વાંચો----    Vadodara : અકોટા બ્રિજ પાસે બાઈક અકસ્માતમાં યુવકના થયેલા મોતમાં ચોંકાવનારો ઘટસ્ફોટ, યુવકે તેના મોંઢા પર પ્લાસ્ટિકની કોથળી કેમ બાંધી ?

Read Full Story arrow_forward