android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Junagadh: મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે તંત્ર સજ્જ, કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
calendar_today January 22, 2026

Junagadh: મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે તંત્ર સજ્જ, કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

ગિરનારની તળેટીમાં યોજાતો વિશ્વપ્રસિદ્ધ 'મહાશિવરાત્રી મેળો' હવે નજીક આવી રહ્યો છે, ત્યારે આ મેળાના સુચારૂ આયોજન માટે જૂનાગઢ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કલેક્ટર અનિલ રાણાવસીયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાવિકોની સુવિધા અને સુરક્ષાને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે.મહાશિવરાત્રીની વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓમેળા દરમિયાન લાખોની સંખ્યામાં ઉમટી પડતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે કલેક્ટરે વિવિધ વિભાગોને સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે. મેળાના મેદાનમાં ૨૪ કલાક આરોગ્યની ટીમો તૈનાત રહેશે. આ ઉપરાંત સફાઈ વ્યવસ્થા જાળવવા માટે વિશેષ ટીમો અને મોબાઈલ શૌચાલયની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. વાહનોના ભારે ધસારાને પહોંચી વળવા માટે ટ્રાફિક મેનેજમેન્ટનો ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને નવા પાર્કિંગ પ્લોટ્સની વ્યવસ્થા પણ કરવામાં આવશે. મુસાફરો માટે વધારાની એસ.ટી. બસો દોડાવવામાં આવશે અને કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ફાયર ફાઈટરની ટીમો તૈનાત રહેશે.રવેડી અને મૃગીકુંડ પર વિશેષ ધ્યાનમહાશિવરાત્રીના મેળાનું મુખ્ય આકર્ષણ સાધુ-સંતોની રવેડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન હોય છે. આથી, મૃગીકુંડ અને રવેડી રૂટ પર ભીડનું નિયંત્રણ કરવા અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. કલેક્ટરે આ માટે સાધુ-સંતો સાથે આગોતરું સંકલન સાધવા પર પણ ભાર મૂક્યો છે.24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત થશેમેળા દરમિયાન ક્ષણે-ક્ષણની માહિતી મેળવવા અને વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે જિલ્લા તંત્ર દ્વારા ૨૪ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવશે. કલેક્ટરે અધિકારીઓને ભવનાથ ક્ષેત્રની ફિલ્ડ વિઝિટ કરી વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા સૂચના આપી છે.આ પણ વાંચો: MSUના ગ્રાઉન્ડમાં ABVPના ક્રિકેટ મેચના આયોજનમાં વિદ્યાર્થીઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારી

Read Full Story arrow_forward
Bhavnagar News: પોલીસ સાથે મારામારી કેસમાં માલધારી યુવક સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરાઈ
calendar_today January 22, 2026

Bhavnagar News: પોલીસ સાથે મારામારી કેસમાં માલધારી યુવક સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરાઈ

ભાવનગરના મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામમાં પોલીસ અને એક યુવક વચ્ચે મારામારી થઈ હતી. રોડ પરથી ઢોરને દૂર કરવાનું કહેતા જ એક શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને GRD જવાન પર હુમલો કર્યો હતો. પોલીસે માલધારી યુવક સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ કરી છે. માલધારી યુવક સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ દાખલ ભાવનગરના મહુવામાં મોટા ખૂંટવડા ગામમાં રોડ પરથી ઢોર ખસેડવા મુદ્દે પોલીસ અને એક યુવક વચ્ચે મારામારી થઈ હતી. આ હુમલો અટકાવવા વચ્ચે પડેલા PSI રાજેશ યાદવ પર પણ શખ્સે હુમલો કર્યો હતો. આ ઘટનામાં PSI સહિત GRD જવાનને ઈજાઓ પહોંચતા બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: પોલીસની તપાસમાં NRI ટાવરના CCTV બંધ હોવાનો ખુલાસો, બીજી જાન્યુઆરીથી DVRમાં રેકોર્ડિંગ બંધ હતું

Read Full Story arrow_forward
Gandhinagar: વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું દાવોસમાં શક્તિપ્રદર્શન
calendar_today January 22, 2026

Gandhinagar: વર્લ્ડ ઇકોનોમિક ફોરમ 2026, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતનું દાવોસમાં શક્તિપ્રદર્શન

સ્વિટ્ઝર્લૅન્ડના દાવોસ ખાતે યોજાયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026 ની વાર્ષિક બેઠકમાં ગુજરાતના ઉચ્ચ-સ્તરીય પ્રતિનિધિમંડળે વૈશ્વિક મંચ પર રાજ્યની વિકાસગાથા રજૂ કરી છે. માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળના આ પ્રતિનિધિમંડળે 'વિકસિત ગુજરાત@2047' ના વિઝનને સાકાર કરવા માટે વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓ અને સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક બેઠકો યોજી હતી.વૈશ્વિક દિગ્ગજો સાથે 30 થી વધુ ઉચ્ચ-સ્તરીય બેઠકોત્રણ દિવસના આ પ્રવાસ દરમિયાન ગુજરાતે સેમિકન્ડક્ટર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્રીન એનર્જી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ભવિષ્યના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. માઇક્રોન ટેકનોલોજીના સંજય મેહરોત્રા, ટાટા ઇલેક્ટ્રોનિક્સના રણધીર ઠાકુર અને NVIDIA તથા OpenAI ના પ્રતિનિધિઓ સાથે મહત્વની ચર્ચાઓ થઈ.વિકાસ અને વૈશ્વિક સપ્લાય ચેઈન અંગે ચર્ચા  ગુજરાતને ગ્લોબલ સેમિકન્ડક્ટર હબ બનાવવા માટે SEALSQ અને RRP ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારીના રોડમેપ તૈયાર કરાયા. હિટાચી એનર્જી, ENGIE અને આર્સેલરમિત્તલના લક્ષ્મી મિત્તલ સાથે ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમ અને ઉર્જા સંક્રમણ અંગે મંત્રણા થઈ. એ.પી. મોલર-માર્સ્કના ગ્લોબલ સીઈઓ સાથે બંદર-આધારિત વિકાસ અને વૈશ્વિક સપ્લાય ચેઈન અંગે ચર્ચા કરવામાં આવી.ભવિષ્યના ઉદ્યોગો પર ભારગુજરાતે માત્ર પરંપરાગત ઉત્પાદન જ નહીં, પરંતુ સ્પેસ ટેકનોલોજી, ક્વોન્ટમ ટેકનોલોજી અને ઉદ્યોગ 5.0 માં પણ સહયોગની તકો શોધી છે. આ ઉપરાંત, વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક સાથે ટકાઉ શહેરી વિકાસ અને જળ સુરક્ષા જેવા વિષયો પર પણ સંવાદ સાધ્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત ભવિષ્યના પ્રવેશદ્વાર તરીકે ઉભરી આવ્યું છે. અમારી નીતિ-આધારિત ઇકોસિસ્ટમ આગામી પેઢીના વૈશ્વિક રોકાણો માટે સંપૂર્ણપણે સજ્જ છે. WEF 2026 માં ગુજરાતની સક્રિયતા દર્શાવે છે કે રાજ્ય હવે વૈશ્વિક અર્થતંત્રમાં માત્ર ભાગીદાર જ નહીં પરંતુ એક નેતા તરીકે પ્રસ્થાપિત થઈ રહ્યું છે.આ પણ વાંચો: મહાશિવરાત્રી મેળાના ભવ્ય આયોજન માટે તંત્ર સજ્જ, કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

Read Full Story arrow_forward