android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BMC મેયર:  મુંબઈને મહિલા મેયર મળશે, કલ્યાણ-ડોંબિવલીમાં ભાજપનો દાવો નબળો પડ્યો
calendar_today January 22, 2026

BMC મેયર: મુંબઈને મહિલા મેયર મળશે, કલ્યાણ-ડોંબિવલીમાં ભાજપનો દાવો નબળો પડ્યો

મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે મેયરની અનામત લોટરી જાહેર થતાં જ રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ છે. રાજ્યની સૌથી મોટી અને પ્રભાવશાળી મ્યુનિસિપલ કોર્પોરેશન ગણાતી મુંબઈની BMCમાં આ વખતે મેયરનું પદ મહિલા ક્વોટામાં ગયું છે. આ નિર્ણય લોટરી સિસ્ટમ દ્વારા લેવામાં આવ્યો છે, જે શહેરી વિકાસ વિભાગની દેખરેખ હેઠળ યોજાઈ હતી. 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયરની ચૂંટણી મુંબઈની BMC સહિત મહારાષ્ટ્રની કુલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયરની ચૂંટણીઓ હવે અત્યંત મહત્વપૂર્ણ બની ગઈ છે. કયા શહેરમાં મહિલા મેયર હશે, ક્યાં OBC, સામાન્ય વર્ગ અથવા અનુસૂચિત જાતિ (SC/ST)માંથી મેયરની પસંદગી થશે – આ બધું લોટરી પ્રક્રિયા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. આ અનામતની જાહેરાત આજે કરવામાં આવી હોવાથી તમામ રાજકીય પક્ષો પોતાની રણનીતિ તૈયાર કરવામાં વ્યસ્ત છે. લોટરી સિસ્ટમથી મેયર પદ માટે જાતિ અને વર્ગ નક્કી BMC સહિત તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયરની પસંદગી સીધી જનતા દ્વારા નહીં પરંતુ મ્યુનિસિપલ ગૃહમાં ચૂંટાયેલા કાઉન્સિલરો દ્વારા મતદાનથી કરવામાં આવશે. દરેક શહેરમાં નવા ચૂંટાયેલા કાઉન્સિલરોની ખાસ બેઠક બોલાવવામાં આવશે, જેમાં મેયરની પસંદગી થશે. પરંતુ આ મતદાન પહેલાં, એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા લોટરી સિસ્ટમથી મેયર પદ માટે જાતિ અને વર્ગ નક્કી કરવામાં આવ્યો છે. પુરુષ કે મહિલા માટે અનામત નક્કી થાય તો.. જો લોટરીમાં મેયર પદ SC અથવા OBC કેટેગરીના પુરુષ કે મહિલા માટે અનામત નક્કી થાય, તો ભાજપ-શિવસેના (શિંદે ગઠબંધન) પાસે યોગ્ય ઉમેદવારો ઉપલબ્ધ છે. જોકે, BMCમાં એક ખાસ સ્થિતિ છે. 227 સભ્યોવાળી BMCમાં ફક્ત બે ST કોર્પોરેટરો છે અને બંને શિવસેના (UBT) પક્ષના છે. જો લોટરીમાં ST કેટેગરી માટે મેયર પદ અનામત રાખવામાં આવે, તો આ બંને ઉમેદવારો મતદાનમાં એકમાત્ર વિકલ્પ બની શકે છે, જે રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ બની જશે. 5 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયરની બેઠકો આ ઉપરાંત, લોટરીના પરિણામો અનુસાર લાતુર, જાલના અને થાણે સહિત 5 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મેયરની બેઠકો અનુસૂચિત જાતિ (SC) ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. લાતુર અને જાલનામાં ખાસ કરીને SC મહિલાઓ માટે મેયર પદ અનામત થયું છે. રાજ્યના મહત્વપૂર્ણ શહેરોમાંથી એક એવા થાણેમાં પણ મેયર પદ SC કેટેગરી માટે અનામત રહેતા સ્થાનિક રાજકારણમાં મોટા ફેરફારની શક્યતા છે.

Read Full Story arrow_forward
Republic Day 2026: 26મી નવેમ્બરે તૈયાર થયેલા બંધારણ માટે કેમ 26મી જાન્યુઆરી સુધી જોવાઇ રાહ, જાણો શું હતુ કારણ?
calendar_today January 22, 2026

Republic Day 2026: 26મી નવેમ્બરે તૈયાર થયેલા બંધારણ માટે કેમ 26મી જાન્યુઆરી સુધી જોવાઇ રાહ, જાણો શું હતુ કારણ?

પરંતુ ઇતિહાસમાં દર્શાવ્યુ છે કે, બંધારણ 26મી નવેમ્બર 1949ના રોજ તૈયાર થયું હતું. તો તેને લાગુ કરવા માટે 26મી જાન્યુઆરીની રાહ કેમ જોવાઇ હતી? 26મી જાન્યુઆરીએ જ કેમ પ્રજાસત્તાક દિવસની ઉજવણી ? ભારતના લોકશાહીનો પાયો એટલે આપણું બંધારણ છે. તે વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. જેને તૈયાર કરવામાં 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ લાગ્યા. આ પછી તે 26 નવેમ્બર, 1949 ના રોજ પૂર્ણ થયું હતુ. જો આપણું બંધારણ 26 નવેમ્બરે તૈયાર હતું, તો તેને લાગુ કરવા માટે 26 જાન્યુઆરીની રાહ કેમ જોવી પડી હતી? 'પૂર્ણ સ્વરાજ'નો ઐતિહાસિક ઠરાવ આ વાર્તા બંધારણ લાગુ થયાના 20 વર્ષ પહેલાં 1929માં શરૂ થાય છે. તે સમયે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લાહોરમાં પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં મળી હતી. આ જ અધિવેશનમાં, કોંગ્રેસે પ્રથમ વખત 'પૂર્ણ સ્વરાજ' પ્રાપ્ત કરવાનો સંકલ્પ લીધો હતો અને અંગ્રેજો પાસેથી પ્રભુત્વનો દરજ્જો અથવા અર્ધ-સ્વતંત્રતાની માંગણી છોડી દીધી હતી. લાહોર અધિવેશનમાં, એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 26 જાન્યુઆરી, 1930 ને સમગ્ર દેશમાં 'સ્વતંત્રતા દિવસ' તરીકે ઉજવવામાં આવશે. બંધારણના ઘડવૈયાઓનું શું હતુ મત ? ભારતીયોએ પ્રથમ વખત ત્રિરંગો લહેરાવ્યો અને બ્રિટિશ શાસનથી પોતાને મુક્ત કરવાની પ્રતિજ્ઞા લીધી. 1930 થી 1947 સુધી, 26 જાન્યુઆરીને વાર્ષિક ધોરણે ભારતના પ્રતીકાત્મક સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો. 1947માં જ્યારે ભારતને ખરેખર સ્વતંત્રતા મળી, ત્યારે તે તારીખ 15 ઓગસ્ટ હતી. તેથી, આ દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવાય છે. બંધારણના ઘડવૈયાઓ પંડિત નેહરુ અને ડૉ. બી.આર. આંબેડકર, 26 જાન્યુઆરી પ્રત્યે ઊંડો આદર ધરાવતા હતા. જેણે બે દાયકા સુધી ભારતીયોમાં સ્વતંત્રતાની ભાવનાને જીવંત રાખી હતી. તારીખો પર કરાયુ મંથન તેઓ ઇચ્છતા ન હતા કે 26 જાન્યુઆરી જેવી ઐતિહાસિક તારીખ ઇતિહાસના પાનાઓમાં ખોવાઈ જાય. તેથી, એવું નક્કી કરવામાં આવ્યું કે ભલે બંધારણ 26નવેમ્બર 1949ના રોજ ઘડવામાં આવ્યું હતું, તે સત્તાવાર રીતે 26 જાન્યુઆરી, 1950ના રોજ અમલમાં આવશે. જેથી આ દિવસ 'પ્રજાસત્તાક દિવસ' તરીકે કાયમ માટે અમર થઈ જશે. 26 જાન્યુઆરીના રોજ, ભારતનું બંધારણ લાગુ કરવામાં આવ્યું અને આપણો દેશ પ્રજાસત્તાક બન્યો. ત્યારથી, દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પે કયા દેશો પર સૌથી વધુ ટેરિફ લાદ્યો, ક્યાં ક્રમે છે ભારત? 

Read Full Story arrow_forward
Surat News: દીકરીની છેડતી રોકવા ગયેલા વૃદ્ધ પિતા પર હુમલો
calendar_today January 22, 2026

Surat News: દીકરીની છેડતી રોકવા ગયેલા વૃદ્ધ પિતા પર હુમલો

ડાયમંડ સિટી સુરતમાં અસામાજિક તત્ત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. સુરત શહેરના વેડરોડ વિસ્તારમાં આવેલી ત્રિવેણી સોસાયટીમાં એક અત્યંત શરમાજનક ઘટના સામે આવી છે. જેમાં પોતાની દીકરીને હેરાન કરતા અસામાજિક તત્ત્વોને રોકવા ગયેલા એક 63 વર્ષીય વૃદ્ધ પર ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ હથિયાક વડે હુમલો કર્યો હતો.દીકરીની સુરક્ષા માટે ગયા અને હુમલાનો ભોગ બન્યા ઘટનાની મળતી માહિતી અનુસાર, વેડરોડની ત્રિવેણી સોસાયટીમાં રહેતા 63 વર્ષીય પ્રભાકર સુભાષ વેંગરેની દીકરીને કેટલાક અસામાજિક તત્વો સતત હેરાન-પરેશાન કરતા હતા. આ બાબતે સમજાવવા અને દીકરીને હેરાન ન કરવા વિનંતી કરવા ગયેલા પ્રભાકરભાઈ પર અચાનક 4 થી 5 અજાણ્યા ઈસમો તૂટી પડ્યા હતા. વૃદ્ધ હોવા છતાં આ શખ્સોએ જરા પણ દયા રાખ્યા વગર તેમને માર માર્યો હતો. CCTV ફૂટેજમાં કેદ થઈ ક્રૂરતા અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા આ હુમલાની સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, કઈ રીતે ટોળું વળીને આ શખ્સો વૃદ્ધ પિતા પર હુમલો કરી રહ્યા છે. આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો આવા અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. પોલીસ કાર્યવાહી આ બનાવ અંગે ભોગ બનનાર પરિવારે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે. સુરત પોલીસ સામે હવે આ ગુંડા તત્વોને તાત્કાલિક જેલના સળિયા પાછળ ધકેલવાનો પડકાર છે, જેથી સામાન્ય નાગરિકો અને ખાસ કરીને દીકરીઓ સુરક્ષિત અનુભવી શકે. આ પણ વાંચો - Surat: ઉમરામાં બે બાળકોના અપહરણનો પ્રયાસ કરાતા ખળભળાટ, ચોકલેટની લાલચ આપી કારમાં બેસાડ્યા પણ બાળકોએ ચીસાચીસ કરી

Read Full Story arrow_forward