android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Morbi News : પોલીસ બેડામાં ખળભળાટ, ફરજમાં બેદરકારી કરનાર કોન્સ્ટેબલ સામે નોંધાયો ગુનો
calendar_today January 22, 2026

Morbi News : પોલીસ બેડામાં ખળભળાટ, ફરજમાં બેદરકારી કરનાર કોન્સ્ટેબલ સામે નોંધાયો ગુનો

મોરબીમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જેમના શિરે જવાબદારી છે, તેવા પોલીસ વિભાગના જ એક કર્મચારી સામે ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે. પોલીસ કોન્સ્ટેબલ માણસૂર દેવદાન સામે ફરજમાં બેદરકારી દાખવવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વિગતો મુજબ, આ કોન્સ્ટેબલ ગત 16 જાન્યુઆરીથી કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વિના કે રજા મંજૂર કરાવ્યા વિના સતત પોતાની ફરજ પર ગેરહાજર રહ્યા હતા. શિસ્તબદ્ધ ગણાતા પોલીસ વિભાગમાં આ પ્રકારની ગેરશિસ્ત બદલ ઉચ્ચ અધિકારીઓના આદેશથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મોરબી પોલીસની કડક કાર્યવાહી જોકે, આ મામલામાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી કે કોન્સ્ટેબલની ગેરહાજરી પાછળ રૂપિયા 1 કરોડના મોટા દારૂના પ્રકરણનો તાર જોડાયેલો હોઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં પકડાયેલા કરોડોના દારૂના જથ્થાના કેસમાં આ કોન્સ્ટેબલનું નામ ખૂલે તેવી પૂરેપૂરી શક્યતા છે. કદાચ પોલીસ તપાસના ડરે અથવા ધરપકડથી બચવા માટે તેઓ ફરજ પરથી ગાયબ થઈ ગયા હોવાનું મનાઈ રહ્યું છે. હાલમાં પોલીસ વિભાગ આ બંને દિશામાં તપાસ કરી રહ્યું છે કે શું આ ગેરહાજરી માત્ર બેદરકારી છે કે પછી કોઈ મોટા ગુનાહિત નેક્સસનો ભાગ છે. આ પણ વાંચો : Gandhinagar માં શિક્ષણજગત સ્તબ્ધ, સેક્ટર-7 ની કોલેજમાં વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું

Read Full Story arrow_forward
Rajkotમાં IT વિભાગનું સર્ચ, પ્રયોશા જ્વેલર્સમાં સોનાના દાગીનાનું વેચાણ-વર્તમાન સ્ટોક અંગે તપાસ
calendar_today January 22, 2026

Rajkotમાં IT વિભાગનું સર્ચ, પ્રયોશા જ્વેલર્સમાં સોનાના દાગીનાનું વેચાણ-વર્તમાન સ્ટોક અંગે તપાસ

રાજકોટના કોટેચા ચોકમાં આવેલી પ્રયોશા જ્વેલર્સ પર ઇન્કમટેક્સ વિભાગે સ્ટોક અંગે તપાસ હાથ ધરી છે. માર્ચ એન્ડિંગ પહેલા હવે આઇટીની કાર્યવાહી રાજ્યભરમાં મોટાપાયે શરુ થઇ છે જેના ભાગરુપે આ કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. વિભાગે સોનાના દાગીનાની વેચાણ અને વર્તમાન સ્ટોકની વિગતો મેળવી તપાસ દરમિયાન વિભાગે સોનાના દાગીનાની વેચાણ અને વર્તમાન સ્ટોકની વિગતો મેળવી અને પેઢીમાં તપાસ હાથ ધરી. ગુજરાતના વિવિધ જ્વેલર્સ પાસે સ્ટોક સંબંધિત વિગતો માગવામાં આવી ગોલ્ડના મોટા પ્રમાણમાં આયાત પછી ગુજરાતના વિવિધ જ્વેલર્સ પાસે સ્ટોક સંબંધિત વિગતો માગવામાં આવી રહી છે. આઇટી હવે વેપારીઓ પાસે વેચાણ અને સ્ટોકના આંકડાઓ સહિતના હિસાબોની ચકાસણી કરી રહી છે. આ પણ વાંચો------    Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

Read Full Story arrow_forward
Vadodara ની ત્રણ નામાંકિત શાળાઓ પાસે કરોડોનું ભાડું અને વ્યાજ બાકી, પાલિકાએ ફટકારી નોટિસ
calendar_today January 22, 2026

Vadodara ની ત્રણ નામાંકિત શાળાઓ પાસે કરોડોનું ભાડું અને વ્યાજ બાકી, પાલિકાએ ફટકારી નોટિસ

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની ત્રણ પ્રતિષ્ઠિત શાળાઓ—ન્યુ એરા, મહારાણી અને તેજસ સ્કૂલને અંદાજે 201 કરોડ રૂપિયાનું ભાડું અને વ્યાજ ચૂકવવા માટે નોટિસ ફટકારવામાં આવતા શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જાગી છે. પાલિકાની જમીન પર ચાલતી આ શાળાઓનું ભાડું અગાઉ ખૂબ જ ઓછું હતું, પરંતુ બાકી રકમ અને તેના પરના વ્યાજનો આંકડો હવે કરોડોમાં પહોંચ્યો છે. આ વિવાદ વચ્ચે ન્યુ એરા સ્કૂલમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના શિક્ષણમંત્રી અને રિવાબા જાડેજા સહિત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુની હાજરીએ નવા વિવાદને જન્મ આપ્યો છે. વાલી અગ્રણીઓએ આ બાબતે રોષ વ્યક્ત કરતા સવાલ ઉઠાવ્યા છે કે જે સંસ્થાને પાલિકાએ જ નોટિસ આપી હોય, ત્યાં જ ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ કેવી રીતે હાજર રહી શકે?સ્કૂલ ફી અને જમીન ભાડાનો વિવાદ વાલી અગ્રણી એલ્ડરીન થોમસે આક્ષેપ કર્યો છે કે શાળાઓ દ્વારા સતત ફીમાં વધારો કરવામાં આવતા વાલીઓએ અગાઉ આંદોલન પણ કર્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે, શાળાઓ પાલિકાની સામે હાઈકોર્ટમાં ગઈ હતી, પરંતુ તંત્રની આ ઢીલી નીતિને કારણે સામાન્ય જનતામાં અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. નેતાઓ અને તંત્ર વચ્ચેની સાંઠગાંઠના આક્ષેપો સાથે તેમણે ઉમેર્યું કે, ભાજપ અને કોંગ્રેસના અનેક નેતાઓ આ શાળાઓમાં ભણ્યા હોવાથી કોઈ ખુલીને બોલતું નથી. ₹1200 જેવી મામૂલી રકમથી શરૂ થયેલા જમીન ભાડાનો વિવાદ હવે ₹201 કરોડના તોતિંગ આંકડા સુધી પહોંચ્યો છે, ત્યારે પાલિકા આ રકમ વસૂલવામાં સફળ રહેશે કે કેમ તે જોવું રહ્યું. આ પણ વાંચો : 

Read Full Story arrow_forward