android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch News: પોલીસ ભરતી દરમિયાન 25 વર્ષીય યુવકનું મોત
calendar_today January 22, 2026

Bharuch News: પોલીસ ભરતી દરમિયાન 25 વર્ષીય યુવકનું મોત

ગુજરાતમાં ચાલી રહેલી પોલીસ ભરતી પ્રક્રિયા વચ્ચે આજે ભરૂચથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ભરૂચ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન દોડ પૂરી કર્યા બાદ એક યુવકની તબિયત અચાનક લથડી હતી, જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે ભરતી કેન્દ્ર પર શોકનું મોજું ફરી વળ્યું છે.દોડ પૂરી કરી અને ઢળી પડ્યો ઘટનાની મળતી માહિતી અનુસાર, મૂળ કચ્છના વતની 25 વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ દળમાં જોડાવાના સપના સાથે ભરૂચ ખાતે શારીરિક કસોટી આપવા આવ્યા હતા. રવિરાજે ઉત્સાહભેર દોડ પૂર્ણ કરી હતી, પરંતુ ગ્રાઉન્ડ પર દોડ પૂરી કર્યાના થોડા જ સમય બાદ તેને અચાનક ચક્કર આવ્યા હતા અને તેની તબિયત નાજુક બની હતી. સારવાર કારગત ન નીવડી યુવકની તબિયત લથડતા સ્થળ પર હાજર મેડિકલ ટીમે પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ તેને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ટૂંકી સારવાર બાદ રવિરાજ જાડેજાનું કરૂણ મોત નીપજ્યું હતું. મૃતદેહને હાલ પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા ઘટનાની ગંભીરતાને જોતા ડીવાયએસપી સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસ ભરતીના ઈન્ચાર્જ અને SRPના કમાન્ડર પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને મૃતક યુવાનના પરિવારજનોને સાંત્વના આપી હતી. ખાખી વર્દી પહેરવાનું સપનું આંખમાં લઈને આવેલો યુવાન જ્યારે ઘરે શબઘરમાં પરત ફરશે એ વિચારીને પરિવારજનો પર આભ ફાટી પડ્યું છે. આ પણ વાંચો - Bharuch News : ભરુચ પોલીસ હેડક્વાર્ટરમાં મહિલા પોલીસકર્મીએ આપઘાત કરતા મચ્યો ખળભળાટ

Read Full Story arrow_forward
Surat: સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, 62.84 કરોડના ખર્ચે તૈયાર રત્નમાલા બ્રિજનું લોકાર્પણ કરાયું
calendar_today January 22, 2026

Surat: સંદેશ ન્યૂઝના અહેવાલની અસર, 62.84 કરોડના ખર્ચે તૈયાર રત્નમાલા બ્રિજનું લોકાર્પણ કરાયું

સુરત મહાનગરપાલિકા દ્વારા લાંબા સમયથી પ્રતીક્ષિત કતારગામ વિસ્તારના રત્નમાલા બ્રિજનું આખરે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ શરૂ થવાથી કતારગામ અને અમરોલી વિસ્તારના લાખો રહીશો માટે ટ્રાફિકની સમસ્યા હવે ભૂતકાળ બની જશે. નોંધનીય છે કે, બ્રિજની કામગીરી અને ઉદ્ઘાટનમાં થઈ રહેલા વિલંબ અંગે સંદેશ ન્યૂઝ દ્વારા એક વિસ્તૃત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેના પગલે સુરત મનપા તંત્ર સફાળું જાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે લોકાર્પણની તૈયારીઓ આરંભી દીધી હતી. સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં બ્રિજને વિધિવત રીતે ખૂલ્લો મૂકાયો મળતી માહિતી પ્રમાણે સુરતના કતારગામના વિસ્તારના રત્નમાલા બ્રિજને આજે કેન્દ્રીય જલ શક્તિ મંત્રી સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે રૂપિયા 62.84 કરોડ થયો છે. આ બ્રિજ કાર્યરત થવાથી સુરતના સૌથી ગીચ વિસ્તારોમાં ગણાતા કતારગામ અને અમરોલી વચ્ચેની કનેક્ટિવિટીમાં મોટો સુધારો આવશે. પીક અવર્સ દરમિયાન જે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા હતા અને વાહનચાલકોનો જે કિંમતી સમય વેડફાતો હતો, તેમાંથી હવે મોટી રાહત મળશે. મીડિયાના હકારાત્મક હસ્તક્ષેપ બાદ ત્વરિત કામગીરી કરાઇ આ પ્રોજેક્ટ અગાઉ તેના ધીમી ગતિના નિર્માણ કાર્યને કારણે વિવાદમાં રહ્યો હતો. સ્થાનિક લોકોમાં પણ કામગીરીની ગોકળગાય ગતિને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જોકે, મીડિયાના હકારાત્મક હસ્તક્ષેપ અને તંત્રની ત્વરિત કાર્યવાહી બાદ હવે આ સુવિધા લોકસેવા માટે ઉપલબ્ધ બની છે. લોકાર્પણ પ્રસંગે મનપાના પદાધિકારીઓ અને સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ બ્રિજને શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં એક મહત્વનું પગલું ગણાવ્યું હતું. આ બ્રિજ માત્ર એક રસ્તો નથી, પરંતુ સુરતના રત્નકલાકારો અને સામાન્ય નાગરિકો માટે સુવિધા અને સમયની બચતનું નવું માધ્યમ બનશે. આ પણ વાંચોઃ વેજલપુરમાં 7 લાખના ઉપરાંતના એમ ડી ડ્રગ્સના જથ્થા સાથે મહિલા અને પુરુષ ઝડપાયા, પોલીસ તપાસ શરુ

Read Full Story arrow_forward
Ahmedabad News : બોડકદેવ દંપતી મૃત્યુ કેસ, પોસ્ટમોર્ટમ પૂર્ણ, વતન લીમડા ગામે થશે દંપતીના અંતિમ સંસ્કાર!
calendar_today January 22, 2026

Ahmedabad News : બોડકદેવ દંપતી મૃત્યુ કેસ, પોસ્ટમોર્ટમ પૂર્ણ, વતન લીમડા ગામે થશે દંપતીના અંતિમ સંસ્કાર!

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં બનેલી કાળજું કંપાવતી ઘટનામાં દંપતીના મૃતદેહનું સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ પૂર્ણ કરવામાં આવ્યું છે. તપાસમાં સામે આવ્યું છે કે, વર્ગ-1 ના અધિકારી એવા યશરાજસિંહ ગોહિલે અગમ્ય કારણોસર પ્રથમ પોતાની પત્નીની ગોળી મારીને ઘાતકી હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે પણ બિલ્ડિંગ પરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું. આ હાઈપ્રોફાઈલ કેસની ગંભીરતાને જોતા પોલીસે એફએસએલની મદદથી પુરાવા એકત્ર કર્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ બંનેના મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જેમને તેમના વતન લીમડા ગામે લઈ જવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.NRI ટાવર દુર્ઘટના સમગ્ર ઘટનાને પગલે મૃતક યશરાજસિંહ ગોહિલના વતન લીમડા ગામમાં ભારે ગમગીનીનો માહોલ છવાઈ ગયો છે. આ હાઈપ્રોફાઈલ દંપતીના અંતિમ સંસ્કાર આજે તેમના વતનમાં જ કરવામાં આવશે, જ્યાં પરિવારના સભ્યો અને રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે યશરાજસિંહ કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ભત્રીજા હોવાથી આ કિસ્સાએ રાજકીય આલમમાં પણ ખળભળાટ મચાવ્યો છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે વર્ગ-1 ના અધિકારી એવા યશરાજસિંહે પત્નીની હત્યા માટે કયા હથિયારનો ઉપયોગ કર્યો હતો અને આટલા મોટા પગલાં પાછળનું મુખ્ય કારણ શું હતું. આ પણ વાંચો : Gandhinagar માં શિક્ષણજગત સ્તબ્ધ, સેક્ટર-7 ની કોલેજમાં વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યું

Read Full Story arrow_forward