Ahmedabad News : કોંગ્રેસના રાજ્યસભા સાંસદના ભત્રીજાનો આપઘાત, બોડકદેવના પોશ વિસ્તારમાં બનેલી ઘટનાથી ખળભળાટ
અમદાવાદના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારમાં આવેલા NRI ટાવરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતે પણ ઉપરથી પડતું મૂકીને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. મળતી વિગતો અનુસાર, આપઘાત કરનાર યુવક કોંગ્રેસના રાજ્યસભાના સાંસદના સગા ભત્રીજા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘરકંકાસ કે અંગત કારણોસર બનેલી ઘટના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.NRI ટાવર હત્યા-આપઘાત કેસ આ કરુણ દુર્ઘટના બાદ બંનેના મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવના સમાચાર મળતા જ કોંગ્રેસના અનેક અગ્રણી નેતાઓ અને મૃતકના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં હાલ ગમગીનીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ આ મામલે એફએસએલ (FSL) ની મદદ પણ લઈ રહી છે જેથી હત્યા અને આપઘાત પાછળના સચોટ કારણો જાણી શકાય. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને પડોશીઓ અને પરિવારજનોના નિવેદન લેવાની પ્રક્રિયા હાથ ધરી છે. આ પણ વાંચો : Ahmedabad માં ગંદકી કરનારાઓ પર AMCની તવાઈ, નારણપુરામાં કે.બી. શાહ દવાનું ગોડાઉન સીલ
Read Full Story arrow_forward