android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: ટ્રકમાં સોયાબીનની આડમાં રાજસ્થાનથી સૌરાષ્ટ્રમાં દારૂના જથ્થાને ઘુસાડવાનો ખેલ
calendar_today January 21, 2026

Surendranagar: ટ્રકમાં સોયાબીનની આડમાં રાજસ્થાનથી સૌરાષ્ટ્રમાં દારૂના જથ્થાને ઘુસાડવાનો ખેલ

સુરેન્દ્રનગર એલસીબી ટીમે લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર વોચ રાખી રાજસ્થાનથી જામનગર સોયાબીનની આડમાં જતા ટ્રક ચાલકને દારૂની 4,396 બોટલ સહિત રૂ. 70.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે. બીજી તરફ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશને નાહરલાગુનથી હાપા જતી ટ્રેનમાં ઉતરેલો રાણપુરની કંપનીનો ઓપરેટર દારૂની બોટલ સાથે પકડાયો છે.સુરેન્દ્રનગર એલસીબી ટીમના પ્રવીણ કોલા, ભરતભાઈ સભાડ સહિતનાઓને લીંબડી ડીવીઝનમાં પેટ્રોલીંગ દરમીયાન બગોદરાથી જામનગર તરફ વિદેશી દારૂ ભરેલ સફેદ ટ્રક જતો હોવાની બાતમી મળતા લીંબડી-સાયલા નેશનલ હાઈવે પર ચૂડા તાલુકાના નવી મોરવાડ પાસે વોચ રાખી હતી. જેમાં બાતમીવાળો ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા તેમાં સોયાબીનની આડમાં વિદેશી દારૂ મળી આવ્યો હતો. ટ્રકના ચાલક પોરબંદરના નાગકા ગામના રામ અજાભાઈ મોરીની પુછપરછ કરતા પોરબંદરના ખાપટ ગામના જગા રીણાભાઈ રબારીને તેને કોલ કરીને રાજસ્થાનના ભીલવાડાથી દારૂ ભરેલી ટ્રક લઈને આવવાની અને જામનગર મોકલવાની હોવાનું જણાવી રૂ. 70 હજાર ટ્રીપ પેટે આપ્યા હતા. જેમાં ભીલવાડાની સહયોગ હોટલથી તે દારૂ ભરીને જામનગર જતા પકડાયો હતો. પોલીસે દારૂની 4,396 બોટલ, 2.61 લાખની સોયાબીનની 580 થેલી, મોબાઈલ અને ટ્રક સહિત રૂ. 70,26,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અને ઝડપાયેલ રામ મોરી ઉપરાંત જગા રબારી, દારૂ આપનાર, દારૂ મંગાવનાર સહીતનાઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જયારે સુરેન્દ્રનગર રેલવે પીએસઆઈ સી.પી.બાવળીયા સહિતનાઓ રેલવે સ્ટેશને પેટ્રોલિંગ કરી રહ્યા હતા. ત્યારે નાહરલાગુનથી હાપા જતી ટ્રેન પ્લેટફોર્મ નં. 1 પર આવતા તેમાંથી ઉતરેલ એક મુસાફર શંકાસ્પદ લાગ્યો હતો. આથી આ શખ્સની તપાસ કરાતા તેની પાસેથી વિદેશી દારૂની 1 બોટલ કિંમત રૂ. 930ની મળી આવી હતી. આથી પોલીસે મુળ ઉત્તરપ્રદેશના અને હાલ બોટાદ જિલ્લાના રાણપુર ખાતેની એક ખાનગી કંપનીમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા અને કંપનીના કવાર્ટરમાં રહેતા 43 વર્ષીય અજયકુમાર રાજારામભાઈ પાલની ધરપકડ કરી તેની સામે પ્રોહીબીશન મુજબ ગુનો નોંધ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Limbdi: હાઇવે પર માતેલા સાંઢની જેમ ધસી આવેલા ટ્રકે થોભેલા ટ્રેક્ટરને ટક્કર મારી, ચાલકને ઈજા
calendar_today January 21, 2026

Limbdi: હાઇવે પર માતેલા સાંઢની જેમ ધસી આવેલા ટ્રકે થોભેલા ટ્રેક્ટરને ટક્કર મારી, ચાલકને ઈજા

લીંબડી ગ્રામ્યમાં હાઈવે પર કટારિયાના પાટિયા પાસે રોડની સાઇડમાં ઉભેલા ટ્રેક્ટરને ટ્રકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેક્ટર ચાલકને ઇજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. ગોધરાથી લીમડી ખેતી મજુરી કામ કરવા આવતા શ્રામજીવી મજુર પરિવારનુ ટ્રેક્ટરને લીંબડી હાઇવે પર કટારીયાપાટિયા પાસે ચાલકે રોડ સાઇડમાં ઉભુ રાખી લઘુશંકા કરવા ગયો હતો અને પરત આવી ટ્રેક્ટરમાં ચડતો હતો. તે દરમિયાન પાછળ પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રક ચાલકે ટ્રેક્ટરની પાછળ અથડાતા અકસ્માત સર્જાયો. જેમા ટ્રેક્ટર ચાલક ચૌહાણ કલ્પેશ પોપટસિંહને ગંભીર ઇજાઓ પહોંચતા લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પાણસીણા પોલીસે અકસ્માત સ્થળે દોડી આવીને ટ્રાફ્કિ વ્યવસ્થા સંભાળી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halvad: ગ્રામ્યની મહિલાએ દુધરેજ કેનાલમાં મોતની છલાંગ લગાવી
calendar_today January 21, 2026

Halvad: ગ્રામ્યની મહિલાએ દુધરેજ કેનાલમાં મોતની છલાંગ લગાવી

હળવદ તાલુકાના ગોરી ઘનશ્યામપુર ગામે રહેતા 63 વર્ષીય લાભુબેન અંબારામભાઈ ચૌહાણ છેલ્લા થોડા વર્ષોથી ગાંઠની બીમારીથી પીડાતા હતા. તા. 16ના રોજ તેઓ ઘરેથી સુરેન્દ્રનગર દવાખાને જવાનું કહીને નીકળ્યા હતા. અને બીમારીમાં અસહ્ય દુઃખાવાથી ત્રસ્ત થઈને તેઓએ દુધરેજ નર્મદા કેનાલમાં ઝંપલાવ્યુ હતુ. બનાવની જાણ થતા ફાયર વિભાગના દેવાંગભાઈ દુધરેજીયા સહિતનાઓ દોડી ગયા હતા. અને લાશને બહાર કાઢી હતી. જયારે એ ડીવીઝન પોલીસ મથકના બીટ જમાદાર કે.બી.પરમાર સહિતનાઓએ મૃતકના ફોટા સોશીયલ મીડીયામાં ફરતા કરતા તેમના પરિવારજનોએ સંપર્ક કર્યો હતો. આ અંગે વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward