Anand: ચરોતર : ઠંડીનો મિજાજ નરમ પડયો દિવસે ઉનાળા જેવી ગરમીનો અનુભવ
ચરોતરમા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે પારો ઉચકાતા પવનોની દિશા પરિવર્તન થઇને શીતલહેરો સ્થિર થતાં ઠંડીનો મિજાજ નરમ પડયો છે. જેને લઇને દિવસે ગરમી અનુભવાતી રહેતા તીવ્ર ઠંડીથી રહીશોને રાહત વ્યાપી છે.ત્યારે આગામી દિવસોમા તાપમાન પુનઃ ગગડતા ચરોતરમા ઠંડીનો કાતિલ મિજાજ પ્રગટ થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.આણંદ-ખેડા જિલ્લો પખવાડિયા પુર્વે નીચા ઉષ્ણતામાનને લઇને ગાત્રો થીજાવતી ઠંડીના આગોશમા સપડાતા રહીશોને શીતળઋતુમા સૌ પ્રથમ વખત શિયાળાના કાતિલ મિજાજની અનુભુતિ વર્તાઇ હતી. તીવ્ર ઠંડીના કહેરને ખાળવા રહીશોેન સમીસાંજથી જ રહેઠાણ સ્થળોમા પુરાઇ રહેવાની ફરજ પડવા ઉપરાંત હિટરની સુવિદ્યા ધરાવતા પરિવારો દ્વારા હિટરના સહારે શરીરમાં ઉષ્ણતા ભરવાના પ્રયાસો કરવામા આવ્યા હતા. ત્યારેન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં તેની અસરોનેકારણેછેલ્લા ત્રણ દિવસથી તાપમાન આંશિક ઉચકાઇવા સહિત ઉત્તર તરફથી વહેતી બર્ફિલા પવનોની દિશા સ્થિર થતાં દિવસ તેમજ રાત્રિ દરમિયાન પણ આંશિક ગરમીની અનુભુતિ વર્તાઇ રહી છે. ઠંડીનુ જોર નરમ પડતા નવજાત શિશુઓ, બાળકો, વયોવૃદ્ધો, વિવિધ બમારીના દર્દીઓમાં રાહત વ્યાપી છે. જોકે સિસ્ટમ પુર્ણ થયા બાદ પુનઃ ઉષ્ણતામાન ગગડતા ચરોતર પ્રદેશમા કાતિલ શીતલહેર ફરી વળવાની આગાહી વ્યક્ત કરાઇ છે. સિસ્ટમને પગલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયો માહોલ રચાવાની પણ શક્યતાઓ સેવાઇ રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward