android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kutch News:  માંડવીમાં પવનચક્કી લઇને જતા ટ્રેલરને નડ્યો અકસ્માત, પાંખડા સાથે ટ્રેલર પલટ્યું
calendar_today January 21, 2026

Kutch News: માંડવીમાં પવનચક્કી લઇને જતા ટ્રેલરને નડ્યો અકસ્માત, પાંખડા સાથે ટ્રેલર પલટ્યું

કચ્છના માંડવી તાલુકામાં પવનચક્કીના વિશાળ પાંખડાનું પરિવહન કરી રહેલા એક મહાકાય ટ્રેલરને અકસ્માત નડવાની ઘટના સામે આવી છે. આ અકસ્માત માંડવી પંથકના બીદડા અને તલવાણા વચ્ચેના માર્ગ પર સર્જાયો હતો.ડ્રાઇવરે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અક્સમાત સર્જાયો છે. આ અકસ્માતમાં કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. વાહન અને પાંખડાને મોટું નુકસાન મળતી માહિતી મુજબ, ટ્રેલર પવનચક્કીના લાંબા અને ભારેખમ પાંખડાને લઈને પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક ડ્રાઈવરે કાબૂ ગુમાવતા અથવા અન્ય કોઈ ટેકનિકલ કારણોસર પાંખડું ટ્રેલર પરથી નીચે ઉતરી રસ્તા પર પટકાયું હતું. પાંખડું એટલું મોટું હતું કે તેના કારણે આખો એક તરફનો રસ્તો બંધ થઈ ગયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી મળ્યા નથી, પરંતુ વાહન અને પાંખડાને મોટું નુકસાન થયું હોવાની ભીતિ છે. અકસ્માતના કારણે એક બાજુનો માર્ગ અવરોધાયો હાઇવે પર પવનચક્કીનું પાંખડું રસ્તાની વચ્ચે જ પડી જવાથી એક તરફનો માર્ગ સંપૂર્ણપણ અવરોધાયો હતો. જેના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક પોલીસ અને તંત્ર દ્વારા ક્રેઇન જેવી ભારે મશીનરીની મદદથી રસ્તા પરથી આ વિશાળ પાંખડું હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી ટ્રાફિક ફરી શરૂ કરી શકાય.કચ્છમાં પવનચક્કીઓના પરિવહન સમયે સાવચેતી રાખવી કેટલી જરૂરી છે તે આ ઘટના પરથી ફરી એકવખત સાબિત થયું છે. આ પણ વાંચોઃ AMCના અધિકારીઓએ બુધ્ધિનું દેવાળું ફૂંક્યું,પાર્કિંગ અને ફૂટપાથના મોહમાં મુખ્ય રસ્તો જ ગાયબ!

Read Full Story arrow_forward
Damanમાં 12 કલાકના રેસ્ક્યું બાદ દીપડો પાંજરે પુરાયો, જુઓ Video
calendar_today January 21, 2026

Damanમાં 12 કલાકના રેસ્ક્યું બાદ દીપડો પાંજરે પુરાયો, જુઓ Video

દીપડો પાંજરે પુરાતા દમણ વાસીઓએ હાશકારો લીધો હતો અને વહેલી સવારે દમણ માર્કેટમાં આવેલ એક ઘરમાં દીપડો ઘુસ્યો હતો, ઘરમાં રહેલ પરિવારને જાણ થતા પોલીસે પરિવારને હેમખેમ બહાર કાઢ્યો હતો અને જોકે બાદમાં વન વિભાગ દમણે રેસ્કયું ચાલુ રાખ્યું હતુ, ખુંખાર દીપડો હાથ ન લાગતા પાંજરું ગોઠવી સેલવાસ, વલસાડ, સુરત વન વિભાગની મદદ લેવાઈ હતી. દમણ કલેકટર સહિતના અધિકારીઓ મોડી રાત સુધી ઘટના સ્થળે હાજર રહ્યા દમણના શહેરી વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી દહેશત ફેલાવનાર દીપડાને વન વિભાગે 12 કલાકની ભારે જહેમત બાદ સફળતાપૂર્વક પકડી પાડ્યો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દમણમાં ધોબી તળાવ અને નાઈટ માર્કેટ વિસ્તારમાં દીપડાની અવરજવર જોવા મળતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ પણ વાંચો : Surendranagar News : સુરેન્દ્રનગર જિલ્લાના બોર્ડના વિદ્યાર્થીઓ શૈક્ષણિક અને માનસિક કાઉન્સેલિંગ માટે હેલ્પલાઇન નંબરો જાહેર 

Read Full Story arrow_forward
Ambaji માં નવું નજરાણું, 25 જાન્યુઆરીએ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'જય સોમનાથ ઉમિયાધામ'નું લોકાર્પણ
calendar_today January 21, 2026

Ambaji માં નવું નજરાણું, 25 જાન્યુઆરીએ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે 'જય સોમનાથ ઉમિયાધામ'નું લોકાર્પણ

યાત્રાધામ અંબાજી ખાતે મા અંબાના દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર છે. આગામી 25 જાન્યુઆરીના રોજ CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે અંબાજીમાં નવનિર્મિત 'જય સોમનાથ ઉમિયાધામ'નું ભવ્ય લોકાર્પણ કરવામાં આવશે. આ ધામ યાત્રિકો માટે તમામ પ્રકારની અદ્યતન સગવડોથી સજ્જ કરવામાં આવ્યું છે. અંબાજીમાં આવતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓની સંખ્યામાં સતત વધારો થતો હોવાથી, આ નવું ભવન યાત્રિકોના રોકાણ અને ભોજન માટે એક આશીર્વાદ સમાન સાબિત થશે.અંબાજી યાત્રા થશે વધુ સુખદ જય સોમનાથ ઉમિયાધામમાં યાત્રિકોને રહેવા માટે આધુનિક રૂમ અને જમવા માટેની સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ભવ્ય સ્થાપત્ય અને સામાજિક એકતાના પ્રતીક સમાન આ ધામના નિર્માણથી અંબાજી આવતા માઈભક્તોને હવે ઉતારા માટે ઉત્તમ વિકલ્પ મળી રહેશે. 25 જાન્યુઆરીએ યોજાનારા આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્યના મંત્રીઓ અને અગ્રણી સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આ પ્રોજેક્ટના પૂર્ણ થવાથી અંબાજીના પર્યટન અને ધાર્મિક મહત્વમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું છે. આ પણ વાંચો : Aravalli માં હાર્ટ એટેકનો કહેર, મોડાસા-ઠેમડા બસના ડ્રાઈવરનું ચાલુ ફરજ પર હૃદયરોગના હુમલાથી મોત

Read Full Story arrow_forward