android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot : ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઇ
calendar_today January 21, 2026

Rajkot : ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઇ

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અનાર પટેલને સંગઠનના અધ્યક્ષપદની જવાબદારી સોંપાઇ છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા અનાર પટેલના નામની જાહેરાત કરાઇ છે. ખોડલધામના સંગઠનને લગતા તમામ કામકાજ અનાર પટેલ સંભાળશે  હવે ખોડલધામના સંગઠનને લગતા તમામ કામકાજ અનાર પટેલ સંભાળશે. આ જાહેરાત ખોડલધામ ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026 દરમિયાન કરવામાં આવી હતી.અનાર પટેલ સમાજસેવામાં પણ સક્રિય અનાર પટેલ સમાજસેવામાં પણ સક્રિય છે અને તેમના કાર્યક્ષેત્રમાં મહિલાઓના સશક્તિકરણ અને ગ્રામીણ હસ્તકલા વિકાસનો વિશેષ સમાવેશ થાય છે. તેઓ ગ્રામશ્રી નામની એનજીઓના મેનેજિંગ ટ્રસ્ટી પણ છે અને ક્રાફ્ટ રૂટ્સ નામનું અભિયાન ચલાવે છે, જેના દ્વારા ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં રહેલા કલાકારો અને હસ્તકલા કારીગરોને ટેકો આપવામાં આવે છે. અનાર પટેલની સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 17000 કલાકારોને NID, NIFT જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ સાથે જોડવામાં આવ્યા છે, જેથી તેઓ તેમના ક્ષેત્રમાં આગળ વધી શકે. અનાર પટેલ રિયલ એસ્ટેટ બિઝનેસમાં સક્રિય છે.વ્યવસાય ક્ષેત્રમાં, અનાર પટેલ રિયલ એસ્ટેટ બિઝનેસમાં સક્રિય છે, જ્યારે શૈક્ષણિક રીતે તેઓ ગુજરાતની પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટીમાંથી એમબીએ ડિગ્રી ધરાવે છે. માતા આનંદીબેનની જેમ, અનાર પટેલ પણ સામાજિક ક્ષેત્રમાં ઊંડો રસ ધરાવે છે. હાલમાં તેઓ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની સામાજિક જવાબદારી સમિતિના સહ-અધ્યક્ષ તરીકે પણ કાર્યરત છે. મહત્વપૂર્ણ પગલું અનાર પટેલનું ખોડલધામ ટ્રસ્ટમાં જોડાવું, ટ્રસ્ટના કામકાજ અને સમાજસેવા ક્ષેત્રે વધુ સુવ્યવસ્થા અને પ્રગતિ લાવવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે.

Read Full Story arrow_forward
Vadodara News: લોકઅપમાં આરોપીએ કરી આત્મહત્યા, પોલીસ પર લાગ્યો હત્યાનો આરોપ
calendar_today January 21, 2026

Vadodara News: લોકઅપમાં આરોપીએ કરી આત્મહત્યા, પોલીસ પર લાગ્યો હત્યાનો આરોપ

વડોદરા શહેરના પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પોલીસ લોકઅપમાં રહેલા એક આરોપીએ વહેલી સવારે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે, તો બીજી તરફ મૃતકના પરિવારે પોલીસ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.હુડીની દોરી વડે આત્મહત્યા ઘટનાની મળતી વિગતો અનુસાર, જીવન નગર વુડાના મકાનમાં રહેતા રમેશભાઈ છગનભાઈ વસાવાની તેમની પત્ની સાથેની ઘરકંકાસ અને બોલાચાલીના મામલે પોલીસે અટકાયત કરી હતી. DCP ઝોન 3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું હતું કે, રમેશ વસાવા વિરૂદ્ધ તેમની પત્નીની અરજીના આધારે BNS 170 મુજબ કાર્યવાહી કરી તેમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. વહેલી સવારે આશરે 6 વાગ્યાની આસપાસ, રમેશભાઈએ પોતાની હુડી (સ્વેટર)ની દોરીનો ઉપયોગ કરી ટોયલેટમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. "આ આપઘાત નહીં, હત્યા છે" આ ઘટના બાદ મૃતકની બહેન લક્ષ્મીબેન વસાવાએ પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, રમેશની પત્નીનું અન્ય કોઈ સાથે અફેર હતું અને પોલીસે રમેશને લોકઅપમાં ઢોર માર માર્યો છે. પરિવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, આ આત્મહત્યા નથી પરંતુ પોલીસ દ્વારા કરવામાં આવેલી હત્યા છે. પોલીસનો બચાવ અને તપાસ સામે પક્ષે DCP અભિષેક ગુપ્તાએ માર મારવાના આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે, લોકઅપમાં અન્ય ત્રણ આરોપીઓ પણ હાજર હતા. મૃતદેહનું પેનલ પોસ્ટ મોર્ટમ કરવામાં આવશે અને જો તેમાં કોઈ શંકાસ્પદ ઈજાના નિશાન જણાશે તો જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં આ મામલે કલમ BNS 176 મુજબ તપાસ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Vadodara News: બોગસ બાનાખત કેસમાં બિલ્ડર ભૂપેન્દ્ર શાહની ધરપકડ

Read Full Story arrow_forward
Anar Patel Profile : ખોડલધામની કમાન હવે અનાર પટેલના હાથમાં, જાણો તેમનું રાજનીતિમાં શું કનેક્શન છે...
calendar_today January 21, 2026

Anar Patel Profile : ખોડલધામની કમાન હવે અનાર પટેલના હાથમાં, જાણો તેમનું રાજનીતિમાં શું કનેક્શન છે...

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સંગઠન સ્તરે એક ખૂબ જ મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ CM આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલને ખોડલધામના સંગઠન અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે 'ખોડલધામ કન્વીનર મીટ-2026' દરમિયાન આ જાહેરાત કરી હતી.સંગઠનને વેગ આપવા અનાર પટેલની પસંદગી ખોડલધામ ટ્રસ્ટના જણાવ્યા અનુસાર, અનાર પટેલ હવે ટ્રસ્ટના સંગઠનને લગતા તમામ પાયાના કામકાજ અને વિસ્તરણની જવાબદારી સંભાળશે. સામાજિક ક્ષેત્રે તેમનો વર્ષોનો અનુભવ ખોડલધામના સામાજિક અને શૈક્ષણિક કાર્યોને નવી ઊંચાઈએ લઈ જવામાં મદદરૂપ થશે તેમ માનવામાં આવે છે. કોણ છે અનાર પટેલ? અનાર પટેલ એક જાણીતા સોશિયલ એન્ટરપ્રિન્યોર અને સમાજસેવિકા છે. તેમણે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી B.Sc (ગણિત) અને નિરમા યુનિવર્સિટીમાંથી MBA ની પદવી મેળવી છે. તેઓ 'ગ્રામશ્રી' NGO ના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી છે, જે હજારો મહિલા કારીગરોને રોજગારી પૂરી પાડે છે. હસ્તકલા અને કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવા માટે તેમણે 'ક્રાફ્ટરૂટ્સ' જેવી પહેલ શરૂ કરી છે. રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા નરેશ પટેલ દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ રાજકીય અને સામાજિક ગલિયારાઓમાં ભારે ચર્ચા જાગી છે. પાટીદાર સમાજની આ સર્વોચ્ચ સંસ્થામાં અનાર પટેલના આગમનથી સંગઠન શક્તિ વધુ મજબૂત બનશે અને ખાસ કરીને મહિલા પાંખ વધુ સક્રિય થશે તેવી અપેક્ષા છે. આ પણ વાંચો : Ahmedabad News : નિર્દોષને ફસાવવા કારમાં ડ્રગ્સ મુકવાનું ષડયંત્ર નિષ્ફળ, વાડજ પોલીસે કરી ધરપકડ

Read Full Story arrow_forward