android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : કામેશ્વર અને દીપ ગ્રુપ પર આઇટીના દરોડા બીજા દિવસે પણ યથાવત, અનેક રહસ્યો ખુલવાની શક્યતા
calendar_today January 21, 2026

Ahmedabad News : કામેશ્વર અને દીપ ગ્રુપ પર આઇટીના દરોડા બીજા દિવસે પણ યથાવત, અનેક રહસ્યો ખુલવાની શક્યતા

અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના દિગ્ગજ ગણાતા કામેશ્વર ગ્રુપ અને દીપ બિલ્ડર્સ પર આવકવેરા વિભાગ (Income Tax) ના દરોડા આજે બીજા દિવસે પણ ચાલુ રહ્યા છે. શહેરના આશરે 33 જેટલા વિવિધ લોકેશનો પર એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં બિલ્ડરોના નિવાસસ્થાન, ઓફિસ અને તેમના ભાગીદારોના સ્થળોનો સમાવેશ થાય છે. તપાસના પ્રથમ દિવસે જ મોટા પ્રમાણમાં જમીન ખરીદીને લગતા વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. આ તપાસ મુખ્યત્વે મોટા પાયે કરવામાં આવેલા બેનામી વ્યવહારો અને હવાલા મારફતે કરવામાં આવેલા નાણાકીય લેણદેણના મુદ્દે કેન્દ્રિત છે.આઇટી વિભાગની મોટી કાર્યવાહી આઇટી વિભાગની ટીમોએ દીપ ગ્રુપના દિનેશ પટેલ અને તેમના અન્ય ભાગીદારોના સ્થળો પર તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. માત્ર માલિકો જ નહીં, પરંતુ ગ્રુપના મહત્વના કર્મચારીઓને ત્યાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. એવી આશંકા સેવાઈ રહી છે કે જમીન ખરીદીમાં મોટા પ્રમાણમાં રોકડ નાણાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી. હાલમાં લોકર અને ડિજિટલ ડેટાની તપાસ ચાલી રહી છે, જેના અંતે કરોડો રૂપિયાની કરચોરી અને બેનામી મિલકતોના મોટા ખુલાસા થવાની પૂરેપૂરી શક્યતા છે. આ પણ વાંચો : Anar Patel Profile : ખોડલધામની કમાન હવે અનાર પટેલના હાથમાં, જાણો તેમનું રાજનીતિમાં શું કનેક્શન છે...

Read Full Story arrow_forward
Porbandar News : પોરબંદરના રાણાવાવમાં ભેળસેળિયું ડિઝલ વેચતા 5 આરોપી ઝડપાયા, સ્ટેટ મોનિટરિંગ સેલે ગોડાઉનમાં કરી રેડ
calendar_today January 21, 2026

Porbandar News : પોરબંદરના રાણાવાવમાં ભેળસેળિયું ડિઝલ વેચતા 5 આરોપી ઝડપાયા, સ્ટેટ મોનિટરિંગ સેલે ગોડાઉનમાં કરી રેડ

પોરબંદરના રાણાવાવમાં ભેળસેળિયું ડિઝલ વેચતા 5 આરોપી ઝડપાયા છે અને SMCના રાણાવાવના રાધે એન્ટરપ્રાઇઝમાં દરોડા સામે આવ્યા હતા, 8.89 લાખનું ભેળસેળવાળુ 12,350 લીટર ડિઝલ જપ્ત કરવામાં આવ્યું છે અને SMCએ કુલ 23.80 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે, એક ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોરબંદરમાં ભેળસેળ વાળું ડિઝલ વેચતા 5 ઝડપાયા સ્ટેટ મોનિટરિંગ સેલે પોરબંદરના રાણાવાવના રાધે એન્ટરપ્રાઇઝ ના ગોડાઉનમાં કરી રેડ કરી કુલ 23.80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને એક ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે, પોલીસે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ- ૨૮૦, ૨૮૭, ૨૮૮, ૬૧(૨) અને આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ: કલમ- ૩,૭, અને વિસ્ફોટક અધિનિયમ: કલમ- ૯(બી)૧(બી) હેઠળ ગુનો નોંધ્યો છે. રાણાવાવ પોલીસ આ મામલે આગળની તપાસ કરી રહી છે. ભેળસેળયુક્ત ડિઝલ જપ્ત:- ૧૨,૩૫૦/- લિટર કિંમત ₹-૮,૮૯,૨૦૦/- મોબાઇલ: ૦૬ કિંમત ₹. ૩૦,૦૦૦/- વાહન જપ્ત:- ૦૨ ટાટા ટ્રક - ૧ બુલેટ બાઇક - ૧ કિંમત ₹. ૧૧,૦૦,૦૦૦/- રોકડ રકમ જપ્ત ₹- ૧,૪૧,૮૨૦/- કેશ કાઉન્ટર મશીન - ૧ કિંમત ₹- ૧૦,૦૦૦/-ઝડપાયેલ આરોપી 1) કરશન અભાભાઈ ઓડેદરા આદિત્યાણા ગામ, તા.રાણાવાવ જિ. પોરબંદર (મુખ્ય આરોપી) 2) અરશી ભીમાભાઈ ઓડેદરા  આદિત્યાણા ગામ, તા.રાણાવાવ જિ. પોરબંદર 3) કાંધલ રામદેવભાઈ કડછા રતનપર ગામ તા.જિ. પોરબંદર 4) આશિષ રામાજી વરવડીયા 5) મશરી નાગાભાઈ ઓડેદરા રી. વનાણા ગામ તા.રાણાવાવ જિ. પોરબંદર 6 ) ભરત મુરુભાઈ- ફરાર આરોપી આ પણ વાંચો Amreli News : અમરેલીના ઢૂંઢિયા પીપળીયા ગામે રખડતા કૂતરાનો આતંક, વહેલી સવારે 4 લોકોને હડકાયા કૂતરાએ બચકા ભર્યા

Read Full Story arrow_forward
Rajkot : સમસ્ત લેઉઆ પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતિક એટલે ખોડલધામ
calendar_today January 21, 2026

Rajkot : સમસ્ત લેઉઆ પટેલ સમાજના આત્મગૌરવનું પ્રતિક એટલે ખોડલધામ

શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની સ્થાપના 08-03-2010 ના રોજ લેઉવા પાટીદાર સમાજના સંગઠનને મજબુત બનાવવા અને આ સંસ્થા દ્વારા તમામ સમાજની એકતા થાય તે માટે કરવામાં આવી હતી.લેઉવા પાટીદાર સમાજનું સંગઠન વધુ મજબૂત થાય તેવા પ્રયાસ લેઉવા પાટીદાર સમાજનું સંગઠન વધુ મજબૂત થાય અને આ સંગઠન થકી સર્વ સમાજનો સર્વાંગી ઉત્કર્ષ થાય, એકની શક્તિ અન્યને પણ કામ લાગે અને રાષ્ટ્ર કલ્યાણની ભાવના ઉજાગર થાય તે હેતુથી મા ખોડલની ધર્મ ધ્વજા ફરકાવવામાં આવી અને માતાજીના ઐતિહાસિક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. શ્રી ખોડલધામ કાગવડ ખાતે માતાજીના સાનિધ્યમાં ટ્રસ્ટ દ્વારા આધ્યાત્મિક પ્રવૃત્તિની સાથોસાથ જનજાગૃતિ, શિક્ષણ, આરોગ્ય, કૃષિ અને રમત-ગમત, જ્ઞાતિ વિકાસ માટેનો અવિરત સેવાયજ્ઞ ચાલી રહ્યો છે. કાગવડ ગામ પાસે બેનમૂન શિલ્પ સ્થાપત્ય સાથે અને શાસ્ત્ર અનુસાર ભવ્યાતિભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ પાસે બેનમૂન શિલ્પ સ્થાપત્ય સાથે અને શાસ્ત્ર અનુસાર ભવ્યાતિભવ્ય ખોડલધામ મંદિરનું નિર્માણ કાર્ય કરાયું છે. રાજસ્થાનના ભરતપુર જિલ્લાના બયાના ગામ નજીક ખાણમાંથી નીકળતા બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી ખોડલધામ મંદિરનું નિર્માણ કરાયું છે.મંદિરની પહોળાઈ 252 ફૂટ, 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફૂટ, 7 ઇંચ છે જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફૂટ, 1 ઇંચ છે. મંદિરમાં મા ખોડલની સાથે કુલ 21 દેવી-દેવતાની પણ સ્થાપના કરાઈ મંદિરમાં મા ખોડલની સાથે કુલ 21 દેવી-દેવતાની પણ સ્થાપના કરાઈ છે. આ ભવ્ય મંદિરમાં માં ખોડિયારની મૂર્તિઓની સાથે માં અંબા, માં બહુચર, માં આશાપુરા, માં વેરાઇ, માં મહાકાળી, માં અન્નપૂર્ણા, માં ગાત્રાળ, માં રાંદલ, માં બુટભાવાની, માં બ્રહ્માણી, માં મોમાઈ, માં ચામુંડા, માં ગેલ, માં શિહોરી, માં નાગબાઈ, માં હરસિદ્ધિ, વીર હનુમાનજી, ગણપતિજી, રામ-સીતા અને રાધા-કૃષ્ણની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. શાસ્ત્ર મુજબ ભવ્ય મંદિરનું નિર્માણ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના કાગવડ ગામ નજીક બેનમૂન શિલ્પ સ્થાપત્ય અને શાસ્ત્ર મુજબ ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું છે. ખોડલધામ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે. સમાજને એક તાંતણે બાંધવો કેવી રીતે ?,અંતે મંદિર નિર્માણનો વિચાર સામે આવ્યો ખોડલધામ મંદિર બનાવવાનો વિચાર કે જે સમગ્ર લેઉવા પટેલ સમાજની એકતાનું પ્રતિક છે તે નરેશભાઇ પટેલને 2002માં આવ્યો હતો. જ્યારે નરેશભાઇ પટેલની શિવોત્રી વાડીએ પાંચ-છ મિત્રો સાથે બેઠા હતા, ત્યારે નરેશભાઇ પટેલે મિત્રોને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે આવો એક મોટો લેઉવા પટેલ સમાજ, આટલી મોટી તાકાત છતાં સમાજ વેરવિખેર થઈ ગયો છે. જો આ સમાજ એકઠો થાય તો તાકાત અનેકગણી વધી જાય અને આ તાકાતનો ઉપયોગ સર્વ સમાજના નિર્માણ માટે થઈ શકે. વિચાર સારો હતો પરંતુ સવાલ એ હતો કે સમાજને એક તાંતણે બાંધવો કેવી રીતે ?,અંતે મંદિર નિર્માણનો વિચાર સામે આવ્યો. મંદિર જ એવું સ્થળ બની શકે જેની નીચે સમાજ એકત્ર થઈ શકે અને મંદિર સમાજનું છત્ર બની શકે. આ પણ વાંચો----   Rajkot : ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઇ

Read Full Story arrow_forward