android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar News : માંડવી તડકેશ્વર ટાંકી કેસના પડઘા કેબિનેટમાં ગૂંજ્યા, જવાબદારોની ખેર નહીં, CM એ આપ્યા આદેશ
calendar_today January 21, 2026

Gandhinagar News : માંડવી તડકેશ્વર ટાંકી કેસના પડઘા કેબિનેટમાં ગૂંજ્યા, જવાબદારોની ખેર નહીં, CM એ આપ્યા આદેશ

માંડવીના તડકેશ્વર ગામે પાણીની ટાંકી તૂટી પડવાની દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી છે, જેના પગલે આજે મળેલી રાજ્ય કેબિનેટની બેઠકમાં આ મુદ્દે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ગઈકાલ રાત સુધી થયેલી બચાવ કામગીરી, કાટમાળ હટાવવાની પ્રક્રિયા અને જવાબદારો વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ અંગેની વિગતવાર માહિતી મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓને આપવામાં આવી હતી. સરકાર આ મામલે અત્યંત કડક વલણ અપનાવી રહી છે અને ભ્રષ્ટાચાર કે બેદરકારી સાંખી ન લેવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.તડકેશ્વર ટાંકી કાંડ તડકેશ્વર ટાંકી કેસમાં અત્યાર સુધીમાં ફરજમાં બેદરકારી દાખવનારા ત્રણ ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. જોકે, કેબિનેટમાં થયેલી ચર્ચા મુજબ આ માત્ર શરૂઆત છે; તપાસના રિપોર્ટના આધારે હજુ પણ અન્ય જવાબદાર એન્જિનિયરો અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવી શકે છે. સરકાર દ્વારા આ દુર્ઘટનાના મૂળ સુધી પહોંચવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કડક આદેશો જારી કરવામાં આવ્યા છે. આ પણ વાંચો : Ahmedabad News : કામેશ્વર અને દીપ ગ્રુપ પર આઇટીના દરોડા બીજા દિવસે પણ યથાવત, અનેક રહસ્યો ખુલવાની શક્યતા

Read Full Story arrow_forward
Patan News: ચાણસ્મામાં ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો નકલી તબીબ પોલીસ સકંજામાં
calendar_today January 21, 2026

Patan News: ચાણસ્મામાં ડિગ્રી વગર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો નકલી તબીબ પોલીસ સકંજામાં

બોગસ ડોક્ટરને લઇને અવાર નવાર સામાચાર સામે આવતા રહે છે. ત્યારે ફરી એક વખત પાટણના ચાણસ્માના કંબોઇમાંથી બોગસ તબીબ ઝડપાયો છે. આ તબીબ પાસે કોઇ પણ પ્રકારની માન્ય ડિગ્રી કે લાયસન્સ હતુ જ નહીં. તે તેના વગર છેલ્લાં કેટલાંય સમયથી ગામમાં દવાખાનું ખોલીને લોકોની સારવાર કરતો હતો. પાટણની એસઓજી પોલીસે ગામમાં સફળતા પૂર્વક ઓપરેશન પાર પાડીને તે નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે. બોગસ તબીબ SOG પોલીસના સકંજામાં SOG પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે કંબોઇ ગામમાં એક વ્યક્તિ ડોક્ટર હોવાનો ડોળ કરીને ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે જ્યારે સ્થળ પર દરોડા પાડ્યા, ત્યારે સંજય પટેલ નામનો શખ્સ દર્દીઓની સારવાર કરતા રંગેહાથ ઝડપાયો હતો. પોલીસે જ્યારે તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેની ડિગ્રી કે સરકાર માન્ય લાયસન્સ માંગ્યું, ત્યારે તે કોઈ પણ આધારભૂત પુરાવા રજૂ કરી શક્યો નહોતો. દવાઓ અને સાધનો જપ્ત કરાયા પોલીસે સંજય પટેલના ગેરકાયદેસર ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન, સ્ટેથોસ્કોપ અને તબીબી સારવારમાં વપરાતા અન્ય સાધનો જપ્ત કર્યા છે. કોઇ પણ તબીબી જ્ઞાન વગર આ રીતે પ્રેક્ટિસ કરવી એ ગ્રામ્ય વિસ્તારમાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકવા સમાન છે. પોલીસે સંજય પટેલની કરી ધરપકડ હાલ પોલીસે આરોપી સંજય પટેલની ધરપકડ કરી છે અને તેની વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા અન્ય નકલી ડૉક્ટરોમાં પણ ફફડાટ મચી ગયો છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ શખ્સ કેટલા સમયથી પ્રેક્ટિસ કરતો હતો અને તેણે અગાઉ કોઈ દર્દીને ગંભીર નુકસાન પહોંચાડ્યું છે કે કેમ. આ પણ વાંચોઃ  માંડવી તડકેશ્વર ટાંકી કેસના પડઘા કેબિનેટમાં ગૂંજ્યા, જવાબદારોની ખેર નહીં, CM એ આપ્યા આદેશ

Read Full Story arrow_forward
Kheda News: પોલીસ કર્મીએ યુવતી પર આચર્યું અનેકવાર દુષ્કર્મ
calendar_today January 21, 2026

Kheda News: પોલીસ કર્મીએ યુવતી પર આચર્યું અનેકવાર દુષ્કર્મ

હાલ મહિલા પર અત્યાચારના ગુના વધી રહ્યા છે. આવામાં મહિલાને અસામાજિક તત્ત્વો સામે રક્ષણ મેળવવા માટે પોલીસની શરણે જાય છે. આવામાં જો પોલીસ જ મહિલાનું રક્ષણ કરે તો? આવો જ એક કિસ્સો ખેડાના મહેમદાવાદમાંથી સામે આવ્યો છે. જ્યાં એક પોલીસ કર્મચારીએ મહિલા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે. આ મહિલાએ પોલીસ કોન્સ્ટેબલ પર ઘણા ગંભીર આરોપ લગાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, ખેડા જિલ્લામાં આવેલા મહેમદાવાદમાં પોલીસ કોન્સ્ટેબલ દ્વારા એક મહિલાનું શોષણ કરવામાં આવ્યું હતું. આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ સામે આ મહિલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હાલ પ્રવિણસિંહ ચૌહાણ નડિયાદ પોલીસમાં ફરજ બજાવે છે.લગ્નની લાલચ આપી મહિલાનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ પીડિતા દ્વારા લગાવવામાં આવ્યો છે. મહિલાનો આરોપ મહિલાએ જણાવ્યું હતું કે, પરિણીતના 10 વર્ષના લગ્ન જીવનમાં પતિના ત્રાસથી અરજી કરવા વારંવાર પોલીસ સ્ટેશન જતી હતી. આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ સાથે પોલીસ સ્ટેશનમાં તેના પતિ સાથેના અણબનાવની અરજી આપવા સમયે મુલાકાત થઈ હતી. જે બાદ તેઓ વચ્ચે મિત્રતા બંધાઈ હતી. જે બાદ મહિલાને પ્રેમજાળમાં ફસાવી સતત શોષણ કર્યું હતું. આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે શારીરિક સંબંધ બાંધ્યા બાદ લગ્નનો ખોટો વાયદો કર્યો હતો. આ વચ્ચે મહિલા ગર્ભવતી થતા આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ દ્વારા ગર્ભપાત કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું. આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ વિરૂદ્ધ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ પીડિતા દ્વારા કરવામાં આવી છે. લગ્નની લાલચ આપી ખોટા વાયદા વચનો આપ્યા આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે પીડિતાને સાંત્વના આપી કાયદાકીય તેમજ આર્થિક મદદની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. 3 વર્ષ ફ્રેન્ડશીપ રહ્યા બાદ ચોથા વર્ષે શારીરિક સંબંધ બાંધવા આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણ દબાણ કરવા લાગ્યો હતો. જે બાદ ચોથા વર્ષે ફરવા જવાના બહાને હોટલમાં લઈ જઈ બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. શારીરિક સંબંધ બાંધ્યા બાદ આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે પીડિતાને લગ્નની લાલચ આપી ખોટા વાયદા વચનો આપ્યા હતા. 3 દિવસ સુધી ગોંધી રાખી બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો જે બાદ વારંવાર શારીરિક સંબંધ બાંધવાથી મહિલા ગર્ભવતી થઈ હતી. જે કારણે આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે ગર્ભપાત કરાવવા પીડિતાને દબાણ કર્યું હતું. ગત 13 જાન્યુઆરીના રોજ પણ મહિલાને 3 દિવસ સુધી ગોંધી રાખી બળજબરી પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો આક્ષેપ પણ પીડિતા દ્વારા કરવામાં આવી રહ્યો છે. મહિલાના જણાવ્યા અનુસાર, લગ્નની લાલચ આપ્યા બાદ હવે આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે સંબંધ તોડી નાંખ્યા છે. આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે પીડિતાને કહ્યુ કે, હું તને 10 લાખ રૂપિયા આપુ અથવા તો તું મરી જા. આમ કહી આરોપી કોન્સ્ટેબલ પ્રવિણસિંહ ચૌહાણે મહિલાનો સંપૂર્ણ સંપર્ક તોડી નાંખતા હારી થાકી મહિલાએ જિલ્લા પોલીસ વડા સમક્ષ લેખિત ફરિયાદ કરી ન્યાયની માગ કરી છે. આ પણ વાંચો - Kheda News: કપડવંજ-ડાકોર હાઈવે પર કાળમુખો આઈસર યુવક-યુવતીને ભરખી ગયો

Read Full Story arrow_forward