android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Amreli News : અમરેલીના આ ગામમાં હડકાયા કૂતરાનો વધ્યો ત્રાસ, લોકોને ઘરની બહાર નીકળવું બન્યું મુશ્કેલ
calendar_today January 21, 2026

Amreli News : અમરેલીના આ ગામમાં હડકાયા કૂતરાનો વધ્યો ત્રાસ, લોકોને ઘરની બહાર નીકળવું બન્યું મુશ્કેલ

અમરેલીના ઢૂંઢિયા ગામે રખડતા કૂતરાનો આતંક સામે આવ્યો છે અને લોકો સ્વબચાવ માટે લાકડી લઈને બહાર નીકળી રહ્યા છે અને જે લોકોને કૂતરાએ બચકા ભર્યા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડયા છે, ગામમાં કૂતરાના આતંકથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે, રખડતા કૂતરાને લઈ અગાઉ પણ ગ્રામજનોએ સરપંચને રજૂઆત કરી હતી. વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામે કૂતરાનો આતંક અમરેલીના વડીયામાં રખડતા કૂતરાનો આતંક સામે આવ્યો છે, જેમાં રવજીભાઈ બચુભાઈ સોલંકી, રેખાબેન રમેશભાઈ વાવલિયા, નાનીબેન કિશનભાઈ કોળી, બચીબેન ગોકળભાઈ સોલંકીને કૂતરાએ બચકા ભર્યા છે અને બચીબેનને કૂતારએ વધુ ઇજા પહોંચાડી છે, તમામને 108 દ્વારા વડીયા સિવિલ સારવાર અર્થે ખસેડાયા છે અને હડકાયા શ્વાનની રસી માટે અમરેલી રીફર કરાયા છે, બે દિવસ દરમ્યાન અમરેલી જિલ્લામાં શ્વાનના હુમલાની બીજી ઘટના પ્રકાશમાં આવી છે. જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ? સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો. ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો. તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો. પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ? તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો. તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો. તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો.. જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ. જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો. આ પણ વાંચો : Vadodara News : ગંભીરા બ્રિજની કામગીરીમાં લેબર ઈજા પામેલ મજૂર અમદાવાદ ખાતે સારવાર હેઠળ

Read Full Story arrow_forward
Ahmedabad News : નિર્દોષને ફસાવવા કારમાં ડ્રગ્સ મુકવાનું ષડયંત્ર નિષ્ફળ, વાડજ પોલીસે કરી ધરપકડ
calendar_today January 21, 2026

Ahmedabad News : નિર્દોષને ફસાવવા કારમાં ડ્રગ્સ મુકવાનું ષડયંત્ર નિષ્ફળ, વાડજ પોલીસે કરી ધરપકડ

અમદાવાદના વાડજ વિસ્તારમાં અંગત અદાવતનો બદલો લેવા માટે ડ્રગ્સનો ખોટો કેસ ઊભો કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ગત 4 એપ્રિલના રોજ એક ઇકો કારમાંથી ડ્રગ્સની પડીકી મળી આવી હતી, જેની બાતમી પોલીસને આપવામાં આવી હતી. જોકે, વાડજ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ કોઈ ડ્રગ પેડલિંગનો કેસ નથી, પરંતુ કોઈને ખોટી રીતે ફસાવવા માટે રચાયેલું એક ષડયંત્ર હતું. આરોપી પ્રદ્યુમન લુહારે અંગત અદાવતમાં સામેવાળી વ્યક્તિને જેલ ભેગી કરવા માટે તેની ગાડીમાં ડ્રગ્સ મુકી પોલીસને ટીપ આપી હતી.ષડયંત્રનો પર્દાફાશ પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે પ્રદ્યુમન લુહારે આ કાવતરા માટે સંજય ઉર્ફે ડીડીઓ નામના શખ્સ પાસેથી ડ્રગ્સની પડીકી મેળવી હતી. પોલીસે અત્યારે પ્રદ્યુમન અને ડ્રગ્સ આપનાર સંજય એમ બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કિસ્સાએ પોલીસને પણ ચોંકાવી દીધી છે કે કેવી રીતે લોકો કાયદાનો દુરુપયોગ કરી નિર્દોષોને ફસાવવા માટે ડ્રગ્સ જેવા ગંભીર પદાર્થોનો સહારો લઈ રહ્યા છે. હાલ વાડજ પોલીસ આ મામલે વધુ પુરાવા એકત્ર કરી રહી છે. આ પણ વાંચો : Junagadh News : જંગલ અને રેવન્યુ બોર્ડર પર સિંહબાળોનો આરામ, બિલખા રોડનો અદભૂત Video Viral

Read Full Story arrow_forward
Rajkot : ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી
calendar_today January 21, 2026

Rajkot : ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી

ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અનાર પટેલને સંગઠનના અધ્યક્ષપદની જવાબદારી સોંપાઇ છે. ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ દ્વારા અનાર પટેલના નામની જાહેરાત કરાઇ છે. ખોડલધામના સંગઠનને લગતા તમામ કામકાજ અનાર પટેલ સંભાળશે  હવે ખોડલધામના સંગઠનને લગતા તમામ કામકાજ અનાર પટેલ સંભાળશે. આ જાહેરાત ખોડલધામ ખાતે યોજાયેલ કન્વીનર મીટ 2026 દરમિયાન કરવામાં આવી હતી.

Read Full Story arrow_forward