android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gold Silver Price: સોના ચાંદીની કિંમતમાં તોફાની તેજી, 24 કેરેટ સોનું અને એક કિલો ચાંદીનો જાણો લેટેસ્ટ રેટ
calendar_today January 21, 2026

Gold Silver Price: સોના ચાંદીની કિંમતમાં તોફાની તેજી, 24 કેરેટ સોનું અને એક કિલો ચાંદીનો જાણો લેટેસ્ટ રેટ

બુધવાર 21 જાન્યુઆરીના રોજ સ્થાનિક વાયદા બજારમાં સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો. 5 ફેબ્રુઆરી, 2026ની સમાપ્તિ તારીખ સાથેનો સોનાનો વાયદો મલ્ટિ કોમોડિટી એક્સચેન્જ (MCX) પર પ્રતિ 10 ગ્રામ રૂ. 151575 પર ખુલ્યો. પાછલા ટ્રેડિંગ દિવસે, સોનું રૂ. 1,50,565 પર બંધ થયું હતું. આજે સોનાનો ભાવ 21 જાન્યુઆરીના રોજ સવારે 9.45  વાગ્યે 5  ફેબ્રુઆરીની સમાપ્તિ તારીખ સાથેનો સોનો MCX પર રૂ. 155886  પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે પાછલા દિવસના બંધ ભાવથી આશરે રૂ. 5320નો વધારો દર્શાવે છે. MCX સોનું શરૂઆતના ટ્રેડિંગમાં રૂ.155946ની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. એમસીએક્સ મુજબ આજે 10 ગ્રામ સોનાના ભાવમાં 5600 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે જ સોનાનો ભાવ 1.56 લાખ પહોંચી ગયો છે. આજે ચાંદીનો ભાવ 5 માર્ચ, 2026ની સમાપ્તિ તારીખ સાથેનો ચાંદી MCX પર રૂ. 325903 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ પાછલા દિવસના બંધ ભાવ કરતાં આશરે રૂ. 2200નો ઉછાળો દર્શાવે છે. શરૂઆતના વેપારમાં MCX સિલ્વર રૂ. 326487ની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. એમસીએક્સ મુજબ આજે ચાંદીનો ભાવ 2900 રૂપિયાનો વધારો થયો છે. જેથી એક કિલો ચાંદી 3.26 લાખે પહોંચ્યો છે. મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)શહેર 24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામઅમદાવાદ 1,54,850 1,41,950રાજકોટ 1,54,850 1,41,950વડોદરા1,54,850 1,41,950સુરત 1,54,850 1,41,950મુંબઈ 1,54,800 1,41,900દિલ્હી 1,54,950 1,42,050કેમ વધી રહ્યો છે ચાંદીનો ભાવએક એડવાઇઝરી અનુસાર ચાલુ પુરવઠાની અછતથી ચાંદીના ભાવને પણ મજબૂત ટેકો મળી રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં, લંડન બજારમાં ચાંદીની ઉપલબ્ધતા પર ઘણી વખત દબાણ જોવા મળ્યું છે, જેના કારણે ભાવ ઉંચા રહ્યા છે. ગ્રીન એનર્જી, સોલાર પેનલ્સ અને ઇલેક્ટ્રોનિક્સમાં ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આનાથી રોકાણકારોમાં સતત રસ અને ચાંદી માટે મજબૂત લાંબા ગાળાના અંદાજો ઉભા થયા છે. ઘરેણાંની ખરીદી પર GST + મેકિંગ ચાર્જ જ્યારે તમે ઘરેણાં ખરીદવા માટે દુકાન પર જાઓ છો, ત્યારે તમારે લાગુ GST તેમજ મેકિંગ ચાર્જ ચૂકવવો પડે છે. આ વધારાથી કિંમતમાં વધારો થાય છે. સોનાના મેકિંગ ચાર્જ વિવિધ શહેરો અને રાજ્યોમાં અલગ અલગ હોઈ શકે છે. Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે. BJP National President: હું કાર્યકર્તા છું અને નીતિન નબીનજી મારા બોસ છે.. બોલ્યા પીએમ મોદી

Read Full Story arrow_forward
Bangladeshમાં ભારતીયો પર હુમલાનો ભય! ભારતે કેમ પાછા બોલાવ્યા રાજદ્વારીઓના પરિવાર?
calendar_today January 21, 2026

Bangladeshમાં ભારતીયો પર હુમલાનો ભય! ભારતે કેમ પાછા બોલાવ્યા રાજદ્વારીઓના પરિવાર?

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સરકારના પતન બાદ રાજકીય પરિસ્થિતિ અસ્થિર બની ગઈ છે. હાલ ત્યાં મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળ વચગાળાની સરકાર કાર્યરત છે. આ દરમિયાન ખાસ કરીને લઘુમતી સમુદાયો, ખાસ કરીને હિન્દુઓ સામે હિંસાના બનાવોમાં વધારો થયો હોવાનું અનેક રિપોર્ટ્સમાં સામે આવ્યું છે. આ જ કારણસર ભારત સરકારે બાંગ્લાદેશમાં કાર્યરત પોતાના રાજદ્વારીઓ અને અધિકારીઓના પરિવારજનોને ભારત પાછા ફરવાની સલાહ આપી છે. આ નિર્ણયને ‘સાવચેતીના પગલા’ તરીકે જોવામાં આવી રહ્યો છે. ભારતે બાંગ્લાદેશને હવે “બિન-પરિવાર પોસ્ટિંગ” જાહેર કર્યું છે, જેનો અર્થ એ થાય છે કે ભારતીય રાજદ્વારીઓ હવે ત્યાં પરિવાર સાથે નહીં રહી શકે. ભારતીય દૂતાવાસ પર પણ હુમલાનો પ્રયાસ વિદ્યાર્થી આંદોલન દરમિયાન બાંગ્લાદેશમાં ભારતીય દૂતાવાસને નિશાન બનાવવામાં આવ્યો હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. ચિત્તાગોંગમાં થયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શન બાદ સુરક્ષા ચિંતાઓ વધુ ઘેરી બની હતી. ઉગ્રવાદી અને કટ્ટરપંથી તત્વો તરફથી મળતી ધમકીઓએ ભારતને આ નિર્ણય લેવા મજબૂર કર્યું છે. ચૂંટણી પહેલા વધતો ખતરો બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. ચૂંટણી પહેલા હંમેશા રાજકીય તણાવ અને હિંસા વધતી હોય છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં રહેતા ભારતીય નાગરિકો અને રાજદ્વારીઓ પર હુમલાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. લઘુમતીઓ પર હુમલાઓ અંગે ચિંતા બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદના જણાવ્યા મુજબ, ડિસેમ્બરથી અત્યાર સુધી હિન્દુ સમુદાયના લગભગ 7 લોકોની હત્યા થઈ ચૂકી છે. વચગાળાની સરકાર દ્વારા રજૂ કરાયેલા પોલીસ રેકોર્ડ અનુસાર, લઘુમતી સમુદાય સાથે જોડાયેલા 645 બનાવો નોંધાયા હતા, જેમાંથી 71 બનાવોમાં સાંપ્રદાયિક હિંસા હોવાનું માનવામાં આવ્યું છે. ‘બિન-પરિવાર પોસ્ટિંગ’ શું છે? બિન-પરિવાર પોસ્ટિંગ એ સૌથી કડક સુરક્ષા વ્યવસ્થાઓમાંની એક છે. આ હેઠળ અધિકારીઓ તેમના જીવનસાથી કે બાળકોને સાથે રાખી શકતા નથી. નોંધનીય છે કે પાકિસ્તાનમાં પણ ભારતે સમાન પ્રકારની સુરક્ષા વ્યવસ્થા અપનાવી છે, પરંતુ બાંગ્લાદેશ માટે લેવાયેલો નિર્ણય વધુ કડક માનવામાં આવી રહ્યો છે. ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ ભારતે આરોપ લગાવ્યો છે કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર લઘુમતીઓના રક્ષણમાં નિષ્ફળ રહી છે અને કટ્ટરપંથી તત્વો માટે નરમ વલણ અપનાવી રહી છે. ઓગસ્ટ 2024 પછીથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે, જોકે ભારતીય હાઇ કમિશન અને ચિત્તાગોંગ, ખુલના, રાજશાહી અને સિલહટ સ્થિત ચાર સહાયક મિશન સંપૂર્ણ રીતે કાર્યરત રહેશે. આગામી ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) મુખ્ય દાવેદાર માનવામાં આવે છે. ભારતને આશા છે કે નવી સરકાર બન્યા બાદ બંને દેશોના સંબંધોમાં ફરી સુધારો આવી શકે.આ પણ વાંચો : શું America ભારત પર 500% ટેરિફ લાદશે? રશિયન તેલ મુદ્દે મોટો ખુલાસો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : સુનિતા વિલિયમ્સ NASAમાંથી થયા નિવૃત, કુલ 608 દિવસ સ્પેસમાં વિતાવ્યા
calendar_today January 21, 2026

Gujarat Latest News Live : સુનિતા વિલિયમ્સ NASAમાંથી થયા નિવૃત, કુલ 608 દિવસ સ્પેસમાં વિતાવ્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 21 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward