android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dholka: ચંડીસર પાસે ટ્રકની ટક્કરે ધોળકા પાલિકાના મહિલા કાઉન્સિલરના પતિનું મોત નીપજ્યું
calendar_today January 20, 2026

Dholka: ચંડીસર પાસે ટ્રકની ટક્કરે ધોળકા પાલિકાના મહિલા કાઉન્સિલરના પતિનું મોત નીપજ્યું

ધોળકા-સરોડા રોડ પર ચંડીસર ગામ નજીક તા.20મીને મંગળવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો. રોડ પર એક્ટિવા સ્કુટર લઈને જઈ રહેલા યુવકને અજાણ્યા ભારે વાહને અડફેટે લેતાં ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં ધોળકા નગરપાલિકાના ભાજપ કાઉન્સિલર હેતલબેન સોલંકી(ઠાકોર)ના પતિ ખોડીદાસ સોલંકીનું અવસાન થયું છે.વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ ખોડીદાસ સોલંકી એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે એક આઈશર ટ્રકના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જ્યો હતો અને ઘટના પછી વાહન સાથે ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત સમયે માર્ગ પરથી પસાર થતા એક અન્ય એક વાહન ચાલકે અકસ્માત સર્જનાર આઈશરનો તુરત જ પીછો કરી મોબાઈલ ફોનમાં વિડિયો ઉતાર્યો હતો તેમજ વાહનને રોકવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ આઈશર ચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત દરમિયાન અજાણ્યા વાહનનું ટાયર એક્ટિવા ચાલકના માથાના ભાગે ફરી વળતા ગંભીર ઇજા પહોંચી હતી, જેના કારણે ખોડીદાસ સોલંકીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ ધોળકા રૂરલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: અસલાલી અને કમોડના સર્કલ પર ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન
calendar_today January 20, 2026

Ahmedabad: અસલાલી અને કમોડના સર્કલ પર ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન

સરદાર પટેલ રીંગ પર અસલાલી તેમજ કમોડ સર્કલ પર વારંવાર થતા ટ્રાફિકજામથી વાહન ચાલકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે. તેમાંય રીંગ રોડ પરથી જુદી જુદી ઔદ્યોગિક વસાહતોમાં નોકરી અને ધંધાર્થે જતા લોકોને ટ્રાફિકજામમાં સપડાતા મોડા પહોંચતા ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે દસક્રોઇના ધારાસભ્ય બાબુભાઈ પટેલ દ્વારા અસલાલી સર્કલ તેમજ કમોડ સર્કલ પર વારંવાર થતા ટ્રાફ્કિજામની સમસ્યાના કાયમી ઉકેલ સંદર્ભે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત જિલ્લા પોલીસના ટ્રાફ્કિ વિભાગ અને ઔડાના અધિકારીઓએ મંગળવારે સ્થળની મુલાકાત કરી હતી તેમજ બંને સ્થળે ટ્રાફ્કિજામ થવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની દિશામાં કાર્યવાહી હાથ ધરી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: રતનપરમાં સરા જાહેર યુવાન પર લોખંડના પાઈપ વડે હુમલો કરાયો
calendar_today January 20, 2026

Surendranagar: રતનપરમાં સરા જાહેર યુવાન પર લોખંડના પાઈપ વડે હુમલો કરાયો

રતનપરના નારાયણપરામાં પત્ની સાથે વાત કરવા જેવી સામાન્ય બાબતે એક શખ્સે યુવાન પર લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ અંગે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.રતનપરના નારાયણપરામાં રહેતા 34 વર્ષીય સંજયભાઈ બીજલભાઈ કાંજીયા મજુરી કરે છે. તેઓને નારાયણપરામાં રહેતા સંજય ઉર્ફે દાલ શંકરભાઈ ડાભીની પત્ની સાથે પાંચેક માસ પહેલા વાતચીત કરવાનો સબંધ હતો. આ વાત સંજય ડાભીને પસંદ ન હતી. જેના લીધે બન્ને વચ્ચે મનદુઃખ ચાલ્યુ આવતુ હતુ. તા.19-1ના રોજ સાંજે સંજયભાઈ કાંજીયા રતનપર 34 નંબર પાસેથી પસાર થતો હતો. ત્યારે સંજય ડાભી લોખંડનો પાઈપ લઈને આવ્યો હતો. અને અપશબ્દો બોલી સંજયભાઈ કાંજીયાના માથામાં લોખંડના પાઈપ માર્યા હતા. અને મારી પત્ની સામે જોવીસ કે તેની સાથે વાત કરીશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી સંજય ડાભી ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં સંજયભાઈ કાંજીયાને માથામાં તથા પગમાં ઈજા થતા સારવાર માટે 108 દ્વારા સુરેન્દ્રનગર સી.યુ.શાહ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પીટલ લઈ જવાયા હતા. જેમાં તબીબોએ પગમાં 2 ફેકચર અને માથામાં 7 ટાંકાનું નીદાન કર્યુ હતુ. બનાવની લોખંડના પાઈપ વડે હુમલો કરી ફરાર થનાર સંજય ડાભી સામે જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા વધુ તપાસ પીઆઈ એચ. જી. ગોહિલ ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward