android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: જિ. પં.ના બાબુઓ પ્રમુખ સહિતના હોદ્દેદારોને પણ નથી ગાંઠતા
calendar_today January 20, 2026

Surendranagar: જિ. પં.ના બાબુઓ પ્રમુખ સહિતના હોદ્દેદારોને પણ નથી ગાંઠતા

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં બાળ વિકાસ સમિતિના મહિલા ચેરમેન સામે પ્રોગ્રામ ઓફીસર જંગે ચડયા બાદ પોલીસ ફરિયાદ પણ નોંધાઇ છે. ત્યારે પ્રોગ્રામ આસીસ્ટન્ટ અને આરોગ્ય અધિકારી પ્રમુખ સામે જંગે ચડયા હોય એવો ઘાટ ઘડાયો છે. ચોટીલાની નવી હોસ્પિટલના સોનોગ્રાફી મશીન માટે જિલ્લા પંચાયતના પ્રમુખે ભલામણ કરી તો તેની મંજૂરી આપવાના બદલે ખોટુ અર્થઘટન કરી ડોકટરની થાનની બીજી હોસ્પિટલનું મશીન સીલ કરી દીધુ. આ જોતા ચેરમેન હોય કે પ્રમુખનું અધિકારીઓ ગાંઠતા નથી અને જિલ્લાભરના લોકો ભારે મુશ્કેલી ભોગવી રહયા હોવાથી ઈન્ચાર્જ કલેકટર શું કાર્યવાહી કરે છે? એની સામે સૌની નજર મંડાયેલી છે.જિલ્લા પંચાયતમાં લાંબા સમયથી અડીંગો જમાવી બેઠેલા આરોગ્ય વિભાગના પ્રોગ્રામ આસીસટન્ટ ગૌરાંગ જોષી અને સીડીએચઓ સી.બી.ગોહિલ જિલ્લા પંચાયત પ્રમુખ હરેકૃષ્ણભાઇનું પણ ગાંઠતા ના હોય એવી ગંભીર ઘટના સામે આવી છે. ચોટીલામાં માં ચામુંડા હોસ્પિટલમાં નવા સોનોગ્રાફી મશીન માટે અરજી બાદ પ્રમુખે સીડીએચઓ અને પ્રોગ્રામ આસીસ્ટન્ટને જલ્દી કાર્યવાહી પુર્ણ કરવા રૂબરૂ ભલામણ કરી હતી. તો આરોગ્ય વિભાગે નવા મશીનની મંજૂરી આપવાની વાત તો ઠીક આ ડોકટરની થાનની જ બીજી માં ચામુંડા હોસ્પીટલનું કોઇ દર્દીઓના નિવેદનના આધારે ત્યાંનુ સોનોગ્રાફી મશીન સીલ કરી દીધુ. આમ અધિકારીઓ અને નેતાઓની લડાઇમાં થાનગઢ વિસ્તારની સર્ગભા મહિલાઓને ઈમરજન્સી સહિત અન્ય તપાસ માટે અન્ય વિસ્તારમાં રઝળપાટ કરવાનો વારો આવશે. કારણ સરકારી હોસ્પિટલમાં પણ સોનોગ્રાફી મશીનની સુવિધા નથી. માં ચામુંડા હોસ્પીટલમાં સોનોગ્રાફી મશીન હતુ. આવી રીતે કોઇના ઇશારે પીસી-પીએનડીટીનો એકટનો તબીબોને હેરાન કરવા ખોટી રીતે દરુઉપયોગ આરોગ્ય અધિકારી સી. બી. ગોહિલ કરતા હોવાનો ગણગણાટ ચાલી રહયો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: દાલોદના રોડ ઉપર ભુવો પડતાં જોખમી સ્થિતિ
calendar_today January 20, 2026

Mandal: દાલોદના રોડ ઉપર ભુવો પડતાં જોખમી સ્થિતિ

માંડલથી દાલોદ જવાના રોડ ઉપર ગરનાળાના ભાગે વચ્ચે ભુવો પડયો છે. એથી આ રોડ ઉપરથી અવરજવર કરતાં વાહનચાલકોને ભારે હાલાકી તેમજ જોખમી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં એક બાઈક ખાડામાં પડતાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આ અંગે વિસ્તારના હસમુખજી ઠાકોર તેમજ અન્ય લોકોએ સદર સમસ્યાને લઈ વારંવાર તંત્રમાં રજૂઆત કરી છે. તેમ છતાં આજદિન સુધીમાં કોઈ નિરાકરણ આવ્યું નથી. ભુવો પડવાને લઈ રાત્રીના સમયે ટુવ્હીલર સહિતનાવાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Sayla: ચોરવીરામાં ખનીજ માફિયા હજુય બેલગામ
calendar_today January 20, 2026

Sayla: ચોરવીરામાં ખનીજ માફિયા હજુય બેલગામ

સાયલા તાલુકાના સરહદે આવેલા અને કાર્બોસેલ ખનીજ ના ખોદકામ માટે કુખ્યાત બનેલા ચોરવીરા સીમ વિસ્તારમાંથી ફરી એકવાર બેફામ અને મોટાપાયે ચાલતા કોલસા કૌભાંડનો પર્દાફાશ થતા ચકચાર મચી જવા પામી છે. સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગ દ્વારા કરાયેલ કાર્યવાહીમાં મોટા વિસ્તારમાં ધમધમી રહેલા ગેરકાયદે કોલસાના કુવાઓ પર હાજર ભૂમાફ્યિા, મજૂરોમાં નાસભાગ મચી જવા પામી હતી.મંગળવારે સવારના સમયથી ખનીજ વિભાગ દ્વારા કરાયેલ દરોડાની કાર્યવાહી સાંજ સુધી ચાલુ રહેવા પામી હતી. તંત્ર દ્વારા દરોડા સ્થળના મોટા વિસ્તારમાં ચાલતા 43 ચાલુ કુવાઓ પર લગાવેલ ચરખીઓ,પાઇપો, બકેટો તેમજ કૂવામાંથી બહાર કાઢેલ દોઢસો મેટ્રિક ટન જેટલો કોલસાના જથ્થા સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરતા સીઝ કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward