android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: સગીર ભત્રીજીની છેડતી કરવાના કેસમાં આરોપી કાકાને 3 વર્ષની સજા
calendar_today January 20, 2026

Surendranagar: સગીર ભત્રીજીની છેડતી કરવાના કેસમાં આરોપી કાકાને 3 વર્ષની સજા

સુરેન્દ્રનગરમાં રહેતા પરિવારની સગીર દિકરીની તેના કાકાએ છેડતી કરવાનો બનાવ વર્ષ 2023માં બન્યો હતો. જેમાં સગીરાની માતાએ તેના જ દિયર સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ મંગળવારે ચાલી જતા કોર્ટે આરોપી કાકાને 3 વર્ષની સજા સંભળાવી છે.સુરેન્દ્રનગર શહેરના દુધરેજ રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા પરીવારની સગીરાને તેનો સગો કાકો જ છેલ્લા ઘણા સમયથી છેડતી કરતો હતો. જેમાં સગીરાને અવારનવાર બથ ભરી લેતો હતો. અને સગીરા ન્હાવા જાય તો બારણામાંથી જોતો હતો. બનાવની સગીરાની માતાએ તેના સગા દીયર નીકુંજ જશવંતલાલ શાહ સામે તા. 2-8-23ના રોજ એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. આ અંગેનો કેસ પણ તા. 20-1-26ના રોજ સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ પી.જી.રાવલની દલીલો, મૌખીક અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ એન.જી.શાહે આરોપી નીકુંજ શાહને 3 વર્ષની સજા ફટકારી છે. જયારે આરોપીને 6 હજારનો દંડ ફટકારાયો છે. અને ભોગ બનનારને વળતરની યોજના મુજબ રૂપિયા 20 હજાર અને આરોપીના દંડની રકમ 6 હજાર મળી કુલ રૂપિયા 26 હજાર ચૂકવવા પણ હુકમમાં જણાવાયુ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Halvad: હવે હળવદ ગ્રામ્યમાં મંદિરના વિકાસ નામે ડ્રો યોજી લાખો ઉસેડી આયોજકો છુમંતર
calendar_today January 20, 2026

Halvad: હવે હળવદ ગ્રામ્યમાં મંદિરના વિકાસ નામે ડ્રો યોજી લાખો ઉસેડી આયોજકો છુમંતર

હળવદ તાલુકાના કડીયાણા અને માથક ગામ વચ્ચે આવેલા મામાના મંદિર તરીકે જાણીતા ધાર્મિક સ્થળના આયોજકોએ મંદિરના વિકાસ અંગે ઈનામી ટિકિટ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડ્રો કરાયા બાદ કોઈ ટિકિટ ધારકોને ઇનામ નહી આપીને આયોજકો ફરાર થઈ જતા ટિકિટ ધારકોમાં ભારે રોષ ફેલાયો છે.વધુમાં મળતી વિગત મુજબ કડીયાણા અને માથક વચ્ચે વર્ષો જૂનું મામાદેવનું દેવસ્થાન આવેલું છે આ દિવસ સ્થાનના આયોજકોએ તાજેતરમાં દેવસ્થાનના વિકાસ માટે દેવસ્થાનના વિકાસ માટે એક ટિકિટ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગેની વધુમાં મળતી વિગત મુજબ એક ટિકિટના ત્રણસો રૂપિયા મુજબ લાખો રૂપિયાની ટિકિટોનું વેચાણ થયા બાદ પંદર દિવસ પહેલા આયોજકો દ્વારા ઈનામી ડ્રો પણ રાખવામાં આવ્યો હતો. ત્યારે તેમાં જે વ્યક્તિઓનું ઇનામી ડ્રોમાં નામ આવ્યું હતું. તેને બે પાંચ દિવસમાં ઇનામની રકમ ચૂકવી આપવાની બાહેધરી અપાઈ હતી. પરંતુ ત્યારબાદ આયોજકો છેલ્લા 10 દિવસથી ફરાર થઈ જવાની સાથે સાથે તેમનાં મોબાઈલ ફોન પણ સ્વીચ ઓફ્ કરી નાખતા ટિકિટ ખરીદનાર અને ડ્રોમાં નામ આવનાર લોકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે સ્થાનની જેમ હળવદ પોલીસ પણ મેદાનમાં આવીને તપાસ કરીને છેતરપિંડીનો ખેલ કરનારા પર સંકજો કસે તેમ સ્થાનિકો ઈચ્છી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: વિંઝુવાડાના રોડ ઉપરના ખોડીયાર માતાજી મંદિરે યજ્ઞ થશે
calendar_today January 20, 2026

Mandal: વિંઝુવાડાના રોડ ઉપરના ખોડીયાર માતાજી મંદિરે યજ્ઞ થશે

મહા માસની નવરાત્રી પણ મોટી નવરાત્રી કહેવાય છે. આવનારી 26મી જાન્યુઆરી સોમવારને પ્રજાસત્તાક દિને મહાઅષ્ઠમી (ખોડિયાર જયંતિ) હોવાથી દરવર્ષની જેમ પરંપરાગત રીતે માંડલમાં આવેલ ખોડિયાર માતાજીના મંદિરે યજ્ઞ અને લોકમેળાનું આયોજન કમિટી દ્વારા કરવામાં આવ્યું છે. ખોડીયાર જયંતિના દિને રાજ્યના કાગવડ, માટેલ, રાજપરા અને વરાણા સહિતના ખોડલ તીર્થોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે અને દર્શન-પ્રસાદનો લાભ લે છે. માંડલ ખાતે પણ વર્ષોથી લોકમેળાનું આયોજન કરાય છે, સોમવારે ખોડીયાર જયંતિના શુભ પર્વે સવારે 8 કલાકે યજ્ઞનો પ્રારંભ થશે, ભુદેવો દ્વારા વિવિધ દેવીદેવતાઓની સ્થાપન પુજાવિધિ, હોમ હવન અને સાંજે શ્રીફળ હોમાશે અને યજ્ઞનો પ્રસાદ ભક્તોને આપવામાં આવશે. અહીં સવારથી જ લોકમેળો યોજાશે જેમાં આસપાસના સૌ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો, યુવાનોને પધારવા આયોજન કમિટી દ્વારા જણાવાયું છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward