Palanpur News: જગાણાની એકલવ્ય મોડલ સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગ, દાળ-ભાત ખાધા બાદ 10 બાળકોની તબિયત લથડી
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના જગાણા ગામે આવેલી સરકારી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ફૂડ પોઇઝનિંગની ઘટના સામે આવતા ભારે ખળભળાટ મચી ગયો છે. શાળામાં બપોરનું ભોજન લીધા બાદ 10 જેટલા બાળકોની તબિયત અચાનક બગડતા તંત્ર દોડતું થયું હતું.એકલવ્ય મોડલ સ્કૂલમાં 10 બાળકને ફૂડ પોઇઝનિંગ શાળાના બાળકોએ બપોરના ભોજનમાં દાળ-ભાત આરોગ્યા હતા. ભોજન જમ્યાના થોડા જ સમય બાદ બાળકોને ઉલટી અને પેટમાં દુખાવા જેવી ફરિયાદો શરૂ થઈ હતી. એકસાથે 10 જેટલા બાળકોને ફૂડ પોઇઝનિંગની અસર થતા શાળા પ્રશાસનમાં દોડધામ મચી ગઈ હતી. શાળાના સત્તાધીશો દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તમામ અસરગ્રસ્ત બાળકોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દાળ-ભાત ખાધા બાદ બાળકોને ફૂડ પોઇઝનિંગ સિવિલ હોસ્પિટલમાં બાળકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. જોકે, સરકારી આશ્રમ શાળાઓ અને મોડલ શાળાઓમાં પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. વાલીઓમાં પણ આ ઘટનાને પગલે ભારે ચિંતા અને રોષ જોવા મળી રહ્યો છે. જિલ્લા આરોગ્ય વિભાગ અને સબંધિત તંત્ર દ્વારા ભોજનના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવશે, જેથી ફૂડ પોઇઝનિંગનું ચોક્કસ કારણ જાણી શકાય. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward