android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Porbandar News : પોરબંદર શહેરમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે રૂ.11.18 કરોડના ખર્ચે રોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું
calendar_today January 18, 2026

Porbandar News : પોરબંદર શહેરમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે રૂ.11.18 કરોડના ખર્ચે રોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું

રાજ્ય સરકાર દ્વારા પ્રજાલક્ષી સુવિધાઓમાં વધારો કરવાના ઉમદા હેતુ સાથે સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં પોરબંદર મહાનગરપાલિકા વિસ્તારમાં રૂ. ૧૧.૧૮ કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પોથી સ્થાનિક પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે. ચોમાસા દરમિયાન રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારી શકાશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તારના નરસંગ ટેકરી એરિયા, પરેશ નગર, સાંઈ બાબા મંદિર સહિતના વિસ્તારોમાં ૧૮ કિલોમીટર લાંબા રસ્તાઓનું રૂ.૧૧.૧૮ કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. રસ્તાઓની ઊંચાઈ વધવાથી મકાનો નીચા ન થઈ જાય તે માટે આ વખતે ખાસ આયોજન કરાયું છે. રસ્તાઓને ખોદકામ કરીને તેની ઊંચાઈ જળવાઈ રહે તે રીતે રિકાર્પેટ કરવામાં આવશે, જેથી ચોમાસા દરમિયાન રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા નિવારી શકાશે. પોરબંદર કોર્પોરેશનના રુ.11.18 કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત કરાયું છે મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ વિસ્તારમાં અનેક નવી સોસાયટીઓ બની છે અને વિકાસ થયો છે. રસ્તાના કામની સાથે ગલીઓની ઊંચાઈ પણ વ્યવસ્થિત રાખવામાં આવશે અને પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા આયોજનને પણ આવરી લેવાયું છે જેથી નાગરિકોને પડતી મુશ્કેલીઓનો કાયમી ઉકેલ આવશે. પોરબંદર મહાનગરપાલિકા વિસ્તાર ના વોર્ડ નં ૩ ના સાંઈ બાબા મંદિર પાછળ ના વિસ્તાર, ગ્લોબલ સ્કૂલ પાછળ ના વિસ્તાર,ધનલક્ષ્મી સોસાયટી, પરેશ નગર વિસ્તાર,મહાવીર સોસાયટી, જગગનાથ સોસાયટી, નિધિ પાર્ક ૫,સીતારામ નગર,બાપુનગર વિસ્તારના કન્સ્ટ્રક્શન ઓફ એક્ઝિસ્ટીંગ ડેમેજ રોડ બાય એક્ષકેવેશન ઈન વેરીયસ ઈન પોરબંદર કોર્પોરેશનના રુ.૧૧.૧૮ કરોડના કામોનું આજે ખાતમુહૂર્ત કરાયું છે. આ પ્રસંગે મહાનુભાવો રહ્યાં હાજર આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર મનન ચતુર્વેદી, મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર જયદીપસિંહ રાણા, પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ ડો ચેતનાબેન તિવારી, નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ગાંગાભાઈ ઓડેદરા, અગ્રણી સર્વ અશોકભાઈ મોઢા,શૈલેષભાઈ જોષી, ઉષાબેન સીડા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પણ વાંચો : Botad News : બોટાદ જિલ્લામાં આવેલાં સેન્સેટીવ ઝોન જેવાં સ્થળો/વિસ્તાર પાસે પરવાનગી વગર ડ્રોન નહી ઉડાવી શકાય, જાણો શું છે કારણ

Read Full Story arrow_forward
Porbandar News: દેવદૂત બની આવ્યા ડેપ્યુટી SS કપિલ વર્મા!
calendar_today January 18, 2026

Porbandar News: દેવદૂત બની આવ્યા ડેપ્યુટી SS કપિલ વર્મા!

રેલવે સ્ટેશનો પર મુસાફરોની ઉતાવળ ક્યારેક જીવલેણ સાબિત થતી હોય છે, પરંતુ જો સમયસર કોઈ મદદ મળી જાય તો મોટી હોનારત ટળી શકે છે. આવી જ એક ઘટના પોરબંદર-રાજકોટ પેસેન્જર ટ્રેનમાં બની હતી. રાણાવાવ સ્ટેશન પર ફરજ બજાવતા ડેપ્યુટી એસએસ કપિલ વર્માની સતર્કતાને કારણે એક માસૂમ બાળકનો જીવ બચ્યો છે.ચાલુ ટ્રેને ઉતરવાનો પ્રયાસ ભારે પડ્યો ઘટનાની મળતી માહિતી અનુસાર, ટ્રેન નંબર 59562 પોરબંદર-રાજકોટ પેસેન્જર જ્યારે રાણાવાવ સ્ટેશને પહોંચી, ત્યારે એક બાળક તેની માતા સાથે ટ્રેન ઉભી રહે તે પહેલાં જ ઉતરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બાળકનો પગ લપસ્યો હતો અને તે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની ખાલી જગ્યામાં ગરકાવ થઈ જાય તેવી સ્થિતિ સર્જાઈ હતી. બાળકની ચીખ સાંભળી પ્લેટફોર્મ પર હાજર લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. ડેપ્યુટી એસએસ કપિલ વર્મા બન્યા દેવદૂત આ જોખમી ક્ષણે ત્યાં ફરજ પર તૈનાત ડેપ્યુટી એસએસ કપિલ વર્માએ વીજળીક ઝડપે દોડીને બાળકને પકડી લીધો હતો અને ટ્રેનની નીચે જતો અટકાવ્યો હતો. તેમની આ સમયસૂચકતા અને બહાદુરીને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી. રેલવે સ્ટેશન પર હાજર અન્ય મુસાફરોએ પણ કપિલ વર્માની આ કામગીરીને બિરદાવી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો રેલવે કર્મચારીની સતર્કતાના વખાણ કરી રહ્યા છે. આ પણ વાંચો - Porbandar News : પોરબંદર શહેરમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે રૂ.11.18 કરોડના ખર્ચે રોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું

Read Full Story arrow_forward
Statue Of Unityમાં ચાલતી ઇલેક્ટ્રિક બસો સંપૂર્ણ બંધ, ડ્રાઇવરો છેલ્લા છ દિવસથી હડતાલ પર છે, જુઓ Video
calendar_today January 18, 2026

Statue Of Unityમાં ચાલતી ઇલેક્ટ્રિક બસો સંપૂર્ણ બંધ, ડ્રાઇવરો છેલ્લા છ દિવસથી હડતાલ પર છે, જુઓ Video

ડ્રાઇવરો જૂના વેતનને લઇ છ દિવસથી હડતાલ પર છે અને MLA ચૈતર વસાવાની બસ સંચાલકો સાથે બેઠક નિષ્ફળ ગઈ હોવાની વાત સામે આવી છે, પગાર વધારાની માગ ન સ્વીકરતા ઇલેક્ટ્રિક બસ સેવા બંધ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ચાલતી ઈલેક્ટ્રીક બસો સંપૂર્ણ બંધ ઇલેક્ટ્રિક બસના ડ્રાઇવરો છેલ્લા છ દિવસથી હડતાલ પર છે અને AAP ધારાસભ્ય ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે, વસાવાનું કહેવું છે કે, આ જેટલા પણ ડ્રાઇવરો છે તે અસરગ્રસ્તો છે અને આ તમામની જમીન રસ્તા અને આવાસમાં ગઇ છે, અમારા લોકોએ અમારી જમીન આપી છે અને સરકાર રોજગારીના નામે શોષણ કરે છે, મહિના સુધી આંદોલન કરવુ પડે તો એ પણ કરવા માટે તૈયાર છીએ.પોલીસ પણ અમને શાંતીથી ધરણા કરવા દે : ચૈતર વસાવા ચૈતર વસાવાનું કહેવું છે કે, પોલીસ હેરાન કરશે તો લડવા પણ તૈયાર છીએ, અમને છંછેડશો તો ગુજરાત બંધનું એલાન આપીશું અને આખા ગુજરાતમાંથી આદિવાસી બોલાવી ધરણા કરીશું, કોઇના વ્હાલા દઉલા થઉ હોય તો ખોટી કાર્યવાહી કરજો. આ પણ વાંચો : Porbandar News : પોરબંદર શહેરમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે રૂ.11.18 કરોડના ખર્ચે રોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું

Read Full Story arrow_forward