android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Patan News:રોડ ક્રોસ કરતી બાળકીને જીપ ડાલાએ ઉડાવી
calendar_today January 18, 2026

Patan News:રોડ ક્રોસ કરતી બાળકીને જીપ ડાલાએ ઉડાવી

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ડિંડરોલ ગામે એક અત્યંત કરૂણ અકસ્માતની ઘટના સામે આવી છે. ડિંડરોલથી મામવાડા જવાના રસ્તા પર એક નાની બાળકી ઉતાવળે રોડ ક્રોસ કરવા જતી હતી, તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા એક જીપ ડાલાએ તેને અડફેટે લીધી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જે જોઈને કોઈપણનું કાળજું કંપી ઉઠે તેમ છે.બાળકીની હાલત ગંભીર CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે, બાળકી રસ્તાની એક તરફથી બીજી તરફ દોડીને જઈ રહી હતી, ત્યારે જ સામેથી આવતા ડાલા સાથે તે અથડાઈ હતી. આ અકસ્માતમાં બાળકીને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. હાલમાં બાળકી મહેસાણાની એક ખાનગી હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો આ ઘટના નાના બાળકોના પરિવારજનો માટે આંખ ઉઘાડનારો કિસ્સો છે. રહેણાંક વિસ્તાર કે મુખ્ય માર્ગો પર બાળકોને એકલા ન છોડવા અથવા રસ્તો ઓળંગતી વખતે પૂરતી તકેદારી રાખવી કેટલી જરૂરી છે તે આ અકસ્માત પરથી સમજાય છે. પોલીસે આ મામલે CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે આ પણ વાંચો - Patan: રેલવે મેન્ટેનન્સનું કામ હોવાથી છેલ્લા 3 દિવસથી સૂઈગામ હાઈવે બંધ

Read Full Story arrow_forward
Bangladeshની આવામી લીગના નેતાઓની Delhiમાં પ્રેસ કોન્ફરન્સ, જાણો શું કરાયો દાવો?
calendar_today January 18, 2026

Bangladeshની આવામી લીગના નેતાઓની Delhiમાં પ્રેસ કોન્ફરન્સ, જાણો શું કરાયો દાવો?

આવામી લીગે ભારતને બાંગ્લાદેશમાં અસ્થિરતાથી ઉદ્ભવતા સંભવિત જોખમો વિશે પણ ચેતવણી આપી હતી. આવામી લીગ પર ચૂંટણી લડવા માટે પ્રતિબંધ ગયા વર્ષે ભારે વિરોધ પ્રદર્શન બાદ બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાને સત્તા પરથી હાંકી કાઢ્યા હતા. જે બાદ, આવામી લીગના નેતાઓએ 17 મહિના પછી ભારતમાં તેમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમનો દાવો છે કે, મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકાર નિષ્પક્ષ ચૂંટણીઓ કરાવવામાં અસમર્થ છે અને આ જ કારણે આવામી લીગને ચૂંટણી લડવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ પર ચિંતા ભારત સરકારે વારંવાર બાંગ્લાદેશમાં લઘુમતીઓની વર્તમાન પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે. આવામી લીગની બેઠકોમાં આ મુદ્દો ઉઠાવાયો હતો. મૈમનસિંઘમાં દિપુચંદ્ર દાસની ક્રૂર હત્યાનો ઉલ્લેખ કરતા, મહમૂદે આરોપ લગાવ્યો કે વચગાળાની સરકાર બાંગ્લાદેશમાં લઘુમતીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, યુનુસના આદેશ પર આવામી લીગના કાર્યકરોની હત્યાના આરોપીઓને વળતર આપવામાં આવ્યું હતું. બાંગ્લાદેશમાં નવી સરકાર પર વિશ્વાસ કરવો મુશ્કેલઃ આવામી લીગ હસન મહમૂદે કહ્યું હતુ કે, જો નિષ્પક્ષ ચૂંટણીઓ દ્વારા સરકાર રચાય છે, તો તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે. તેમને ડર છે કે ઉત્તરપૂર્વ ભારત, ખાસ કરીને ચિકન નેક વિશે અલગતાવાદી ટિપ્પણીઓ, સરકારની નીતિ બની શકે છે. જોકે, ભૂતપૂર્વ વિદેશ પ્રધાનના મતે, ભારત જાણે છે કે, આવા ખતરાઓનો સામનો કેવી રીતે કરવો. બાંગ્લાદેશમાં વર્તમાન વચગાળાની સરકારનો આરોપ છે કે હસીનાના આદેશ હેઠળ પોલીસે જુલાઈના બળવા દરમિયાન વિરોધીઓ પર ક્રૂરતાથી હુમલો કર્યો હતો. આ પણ વાંચોઃ કોલંબિયાના સૌથી કુખ્યાત ગેરિલા નેતાએ આંતરિક સંઘર્ષોનો અંત લાવવા શું કરી અપીલ?, જાણો 

Read Full Story arrow_forward
Jammu Kashmir News: સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, જમ્મુ-કાશ્મીરના જંગલોમાં ફાયરિંગ યથાવત્
calendar_today January 18, 2026

Jammu Kashmir News: સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ, જમ્મુ-કાશ્મીરના જંગલોમાં ફાયરિંગ યથાવત્

સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ છે. હાલ સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કિશ્તવાડમાં સંવેદનશીલ સ્થિતિ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના ચતરુ વિસ્તારના જંગલોમાં ફાયરિંગ યથાવત્ છે. સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ છે. જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ છુપાયા હોવાની આશંકા વ્યક્ત કરાઇ છે. જેને લઇને સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે. અને મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત કરાઇ છે. કિશ્તવાડમાં હાલમાં સંવેદનશીલ સ્થિતિ છે. કેવી રીતે શરુ થઇ અથડામણ ? અથડામણ કિશ્તવાડ જિલ્લાના ચતરુ વિસ્તારમાં મંડરાલ-સિંઘપોરાની પાસે સ્થિત સોનાર ગામના જંગલોમાં શરુ થઇ હતી. અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, સુરક્ષા દળોને વિસ્તારોમાં આંતકીઓ હોવાની માહિતી મળી હતી. જે બાદ સેના અને સુરક્ષા એજન્સીઓએ સંયુક્તરુપથી ઘેરાબંદી કરી હતી. અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જવાનો જેમ આગળ વધતા હતા. તેમ આતંકીઓ ફાયરિંગ કરતા હતા. વિશાળ જંગલમાં સર્ચ ઓપરેશન સુરક્ષા એજન્સીઓનો શંકા છે કે, આ વિસ્તારમાં જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ છુપાયા હોઇ શકે છે. આ કારણ છે કે, ઓપરેશન સતર્કતાની સાથે કરવામાં આવી રહ્યુ છે. વિશાળ જંગલ હોવાના કારણે આતંકીઓને છુપાવવા માટે સારી તકો પ્રાપ્ત થઇ છે. પરંતુ સુરક્ષા દળ સમગ્ર જંગલમાં ઝીણવટપૂર્વક તપાસ કરી રહ્યા છે. અથડામણની માહિતી મળતા જ વધુ ફોર્સના જવાનોને તૈનાત કરાયા છે. સમગ્ર વિસ્તારને સીલ કરવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ કોણ છે નાઝનીન બરાદરન?, જેણે ઇરાનમાં અલી ખામેનેઇ સરકારના પાયા હચમચાવ્યા 

Read Full Story arrow_forward