android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Botad News: મોબાઈલ અને સીમકાર્ડ વેચતા વેપારીઓ માટે જાહેરનામું, પાલન નહીં કરો તો થશે જેલ
calendar_today January 18, 2026

Botad News: મોબાઈલ અને સીમકાર્ડ વેચતા વેપારીઓ માટે જાહેરનામું, પાલન નહીં કરો તો થશે જેલ

રાજ્યમાં વધતા જતાં ગુનાખોરીના ગ્રાફ અને મોબાઈલ ચોરીની ઘટનાઓને રોકવા માટે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડક નિર્ણય લેવામાં આવ્યો છે. બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી. એલ. ઝણકાત દ્વારા બોટાદ જિલ્લામાં નવા અને જૂના મોબાઈલ ફોન તેમજ સીમકાર્ડનું વેચાણ કરતા વેપારીઓ માટે ખાસ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામું તારીખ 18 જાન્યુઆરી થી 18 માર્ચ, 2026 સુધી એટલે કે 60 દિવસ માટે અમલમાં રહેશે.દરેક વિગતનું રજિસ્ટર નિભાવવું ફરજિયાત આ જાહેરનામા અનુસાર, હવેથી કોઈપણ વેપારીએ જૂના મોબાઈલ ખરીદતી કે વેચતી વખતે તેની સંપૂર્ણ વિગતો નિભાવવી પડશે. જેમાં મોબાઈલની કંપની, IMEI નંબર, ખરીદનાર અને વેચનારનું પૂરું નામ-સરનામું, આઈડી પ્રુફ (ID Proof) અને ફોટા સહિતની વિગતો રજિસ્ટરમાં નોંધવી ફરજિયાત છે. આ જ નિયમ સીમકાર્ડના વેચાણ માટે પણ લાગુ પડશે. ગુનાખોરી અટકાવવા લેવાયો નિર્ણય ઘણીવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં ચોરીના મોબાઈલ કે અજાણ્યા નામે લેવાયેલા સીમકાર્ડનો ઉપયોગ થતો હોય છે. પોલીસ તપાસમાં આ વિગતો ઝડપથી મળી રહે અને ગુનેગારો સુધી પહોંચી શકાય તે હેતુથી આ રજિસ્ટર પ્રથા ફરજિયાત બનાવવામાં આવી છે. જો કોઈ વેપારી આ નિયમોનું ઉલ્લંઘન કરશે અથવા રજિસ્ટર નિભાવવામાં બેદરકારી દાખવશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે તેમને દંડ અથવા જેલ જેવી શિક્ષાને પાત્ર થશે. આ પણ વાંચો - Botad News : હોટલ/ ગેસ્ટ હાઉસ/ધર્મશાળામાં રોકાણ કરનારની માહિતી પથિક સોફ્ટવેરમાં રાખવા અંગે બોટાદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું પ્રસિદ્ધ

Read Full Story arrow_forward
Gandhinagar News : ગાંધીનગરમાં પૂર્વ IAS સુબ્બારાવની પુત્રીનું હડકવાથી મોત, પાળતું શ્વાને બચકુ ભરતા થઈ હતી હડકવાની અસર
calendar_today January 18, 2026

Gandhinagar News : ગાંધીનગરમાં પૂર્વ IAS સુબ્બારાવની પુત્રીનું હડકવાથી મોત, પાળતું શ્વાને બચકુ ભરતા થઈ હતી હડકવાની અસર

ગાંધીનગરમાં રહેતા અને શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા નિવૃત આઈએએસ અધિકારીના પરણિત પુત્રીને શ્વાન કરડયા બાદ હડકવાથી મોત થયું હોવાની વાત સામે આવી છે, મૃતક મહિલા ગાંધીનગરમાં શિક્ષક તરીકેની ફરજ બજાવતા હતા અને તેમના પિતા વર્ષ 2001માં નિવૃત થયા હતા, મૃતકનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક મહિલાને સારવાર માટે અમદાવાદ ખસેડાયા હતા વાત કરવામાં આવે તો મૃતક મહિલા ડોગને રમાડી રહ્યાં હતા તે દરમિયાન તેમને હડકવાની અસર થઈ હતી અને તેમને સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને 10 થી 15 દિવસની સારવાર લીધા બાદ તેમનું મોત થયું છે, આશરે 50 વર્ષીય મહિલા છેલ્લા પંદર દિવસથી રેબીઝની બીમારીમાં સપડાયા હતા. આ બનાવમાં શોકિંગ વાત એ છે કે, ચાર મહિના પહેલા મહિલા જ્યારે બીગલ ડોગને રમાડી રહ્યા હતા ત્યારે ચેપ લાગ્યો હતો. હડકવા (રેબીઝ) કઈ રીતે થાય છે? હડકવા (રેબીઝ) કૂતરા, બિલાડી અને વાંદરા જેવા પ્રાણીઓના કરડવાથી અથવા તેમના નખ વાગવાથી થાય છે અને જે સંપૂર્ણપણે અટકાવી શકાય છે. ક્યારેય તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાતો નથી. જો કૂતરૂ કરડે તો શું ન કરવું જોઈએ? ઘા નાનો હોય તો અવગણશો નહિ ઘા પર મીઠું, હળદર, મરચુ, સરસવનું તેલ ન લગાવશો. હડકવવા (રબીઝ)ની રસી લેવામાં વિલંબ ન કરો તે જીવલેણ બની શકે છે. કૂતરું ન કરડે તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ. અજાણ્યા કૂતરાને હેરાન ન કરો, પથ્થર કે લાત ન મારવી. કૂતરાની નજીક અચાનક ન જવું, ખાસ કરીને જ્યારે તે ખાઈ રહ્યું હોય કે તેના ગલૂડિયા સાથે હોય. કૂતરો ભસે તો દોડશો નહિ, શાંતિથી ઉભા રહો. કૂતરાની આંખોમાં સીધી નજર ન કરો અને ધીમે ધીમે પાછળ હટો. બાળકોએ કૂતરાની પૂંછડી પકડવી નહિ અને તેને પજવવું નહિ. કૂતરાને નિશ્ચિત કરેલી જગ્યા પર જ ખવડાવો. (લોકોની અવરજવર વાળી જગ્યાથી દૂર) જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ? સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો. ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો. તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો. પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ? તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો. તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો. તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો.. જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ. જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો. તમારા વિસ્તારમાં રખડતા કૂતરાઓમાં હડકવા (રેબીઝ)ને રોકવા શું કરવું જોઈએ? તમારા ઘર અને વિસ્તારની આસપાસ પાલતુ અને શેરી કૂતરાઓને નિયમિત હડકવા વિરોધી રસી અપાવવા માટે પહેલ કરો. તમારા ઘર અને વિસ્તારની આસપાસ શેરી કૂતરાઓને રસીકરણ અને ખસીકરણ કરાવવા માટે એએમસીના સહભાગી બનો. સંપર્ક હેલ્પલાઈન નં. 155303. તમારા વિસ્તારમાં કૂતરું વારંવાર કરડવાની ઘટના બને, તો તાત્કાલિક તમારા નજીકના નગરપાલિકા અધિકારીને જાણ કરો.મનુષ્યોમાં હડકવા (રેબીઝ)ના લક્ષણો શું છે? સ્નાયુઓ જકડાવા અને દુખાવો. પાણી, પ્રકાશ અને ભારે પવન કે અવાજથી ડર લાગવો. વારંવાર બેહોશ થઈ જવું. માથાનો દુખાવો વધુ તાવ. મોંમાંથી ફીણ નીકળવું. બોલવામાં તકલીફ થવી પ્રાણીઓમાં હડકવા (રેબીઝ)ના લક્ષણો શું છે? પ્રાણીઓના વર્તનમાં અને ભસવાના સ્વરમાં ફેરફાર કારણ વગર ખૂબ જ ઉશ્કેરાઈ જવું અને કરડવું હાઈડ્રોફોબિયા (પાણીનો ડર) વધુ પડતી લાળ ટપકવી  

Read Full Story arrow_forward
Rabies Virus : સાવધાન! જીવલેણ બની શકે છે રેબીઝ વાયરસ, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાયો
calendar_today January 18, 2026

Rabies Virus : સાવધાન! જીવલેણ બની શકે છે રેબીઝ વાયરસ, જાણો તેના લક્ષણો અને બચવાના ઉપાયો

રે્બીઝ એક ગંભીર અને જીવલેણ વાયરસજન્ય રોગ છે, જે રે્બીઝ વાયરસના કારણે થાય છે. આ રોગ મુખ્યત્વે માનવ શરીરના નર્વસ સિસ્ટમ પર અસર કરે છે. ખાસ વાત એ છે કે રે્બીઝના લક્ષણો દેખાયા પછી આ રોગમાંથી બચવાની શક્યતા લગભગ નબળી બની જાય છે, પરંતુ સમયસર સારવાર લેવાથી તેને સંપૂર્ણપણે અટકાવી શકાય છે. રે્બીઝ કેવી રીતે ફેલાય છે? રે્બીઝ વાયરસ સંક્રમિત પ્રાણીની લાળ દ્વારા ફેલાય છે. સામાન્ય રીતે શ્વાનના કરડવું એ રે્બીઝનું સૌથી મોટું કારણ બને છે. શ્વાન ઉપરાંત બિલાડી, વાંદરો, અને અન્ય જંગલી પ્રાણીઓ પણ આ વાયરસ ફેલાવી શકે છે. જ્યારે સંક્રમિત પ્રાણી કાટ કરે છે અથવા તેની લાળ ખુલ્લા ઘા, આંખ, નાક કે મોઢામાં પ્રવેશે છે, ત્યારે વાયરસ શરીરમાં પ્રવેશ કરે છે. ડૉક્ટરો જણાવે છે કે માત્ર પ્રાણીને સ્પર્શ કરવાથી રે્બીઝ થતો નથી, જો સુધી તેની લાળ ઘામાં પ્રવેશ ન કરે.લક્ષણો દેખાવામાં સમય લાગે છે રે્બીઝના લક્ષણો કરડ્યા પછી તરત દેખાતા નથી. ઘણીવાર 1 અઠવાડિયાથી લઈને કેટલાક મહિના બાદ લક્ષણો જોવા મળે છે. શરૂઆતમાં દર્દીને તાવ, માથાનો દુખાવો, થાક અને કાટેલા સ્થળે ખંજવાળ અથવા ઝણઝણાટ થાય છે. બાદમાં રોગ ગંભીર રૂપ ધારણ કરે છે. ગંભીર સ્થિતિમાં દર્દીને પાણીથી ડર લાગવો (હાઇડ્રોફોબિયા), ગળામાં જકડાશ, વધારે લાળ આવવી, બોલવામાં અને ગળીવામાં તકલીફ, ગભરાટ, ઝટકા અને અંતે લકવો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ તબક્કે રોગ જીવલેણ બની જાય છે.કરડ્યા પછી તરત સારવાર છે જરૂરી આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે જો કોઈ પ્રાણીએ કરડ્યું હોય તો તરત જ ઘાને સાબુ અને વહેતા પાણીથી ઓછામાં ઓછા 10થી 15 મિનિટ સુધી ધોવો જોઈએ. ત્યારબાદ એન્ટિસેપ્ટિક લગાવી તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. ડૉક્ટરની સલાહ મુજબ એન્ટી-રે્બીઝ વેક્સિન અને જરૂરી હોય તો રે્બીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન (RIG) આપવામાં આવે છે. સમયસર વેક્સિનથી બચાવ શક્ય વિશેષજ્ઞોના કહેવા મુજબ રે્બીઝ એવો રોગ છે જેમાં લક્ષણો દેખાયા પછી ઇલાજ શક્ય નથી, પરંતુ કાટ્યા પછી સમયસર વેક્સિન લેવાથી 100 ટકા બચાવ શક્ય છે. આ કારણે પ્રાણી કાટ્યાને ક્યારેય હળવાશથી લેવું જોઈએ નહીં. બચાવ માટે સાવચેતી જરૂરી ડૉક્ટરો સલાહ આપે છે કે પાળેલા શ્વાન અને બિલાડીઓને નિયમિત રીતે રે્બીઝની વેક્સિન આપવી જોઈએ. આવારા પ્રાણીઓથી અંતર જાળવવું અને બાળકોને પ્રાણીઓ સાથે સાવચેતી રાખવા અંગે સમજાવવું પણ એટલું જ જરૂરી છે. રે્બીઝ એક અત્યંત ખતરનાક પરંતુ સંપૂર્ણપણે અટકાવી શકાય એવો રોગ છે. જાગૃતિ, સાવચેતી અને સમયસર સારવારથી આ જીવલેણ રોગથી બચી શકાય છે. પ્રાણી કરડ્યા બાદ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક સારવાર લેવી જ જીવન બચાવવાનો એકમાત્ર રસ્તો છે.આ પણ વાંચો- Amitabh Bachchan Regret : જિંદગી વીતી ગઈ પણ... 83ની ઉંમરે બિગ બીને રહી ગયો આ વાતનો અફસોસ!

Read Full Story arrow_forward