android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dog કરડ્યા બાદ સૌથી પહેલાં શું કરવું જોઇએ? Rabiesથી બચવું છે તો જાણીલો આ 6 જરૂરી વાતો
calendar_today January 18, 2026

Dog કરડ્યા બાદ સૌથી પહેલાં શું કરવું જોઇએ? Rabiesથી બચવું છે તો જાણીલો આ 6 જરૂરી વાતો

ડોગના કરડવાથી કે ચાટવાને કારણે રેબીઝ થઇ શકે છે. જેના કારણે એ પણ સમજવું જરૂરી છે કે જો કોઇ ડોગ તમને કરડે છે તો સૌથી પહેલા શું કરવું જોઇએ? આવો જાણીએ કે આવી પરિસ્થિતિમાં સૌથી પહેલા તમારે કયું પગલું ઉઠાવવું જોઇએ કેવી સાવચેતી રાખવી જરૂરી છે... ડોગ કરડવા પર શું કરવું જોઇએ શાંત રહો અને ઘાની તપાસ કરોઃ સૌથી પહેલાં ગભરાવ નહીં, શાંત થઇને ઘાને ચેક કરો, જોવો કે તે કેટલો ઉંડો છે અને લોહી કેટલું વહી રહ્યુ છે. જો ઘા ઉંડો છે અને લોહી ઝડપથી વહી રહ્યુ છે તો તેને રોકવું જરૂરી છે. ઘાને સાફ કરોઃ ઘાને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી વહેતા ઠંડા પાણી અને સાબુથી સારી રીતે સાફ કરો, ઘાને રગડશો નહીં, પરંતુ હળવા હાથોથી વહેતા પાણીની નીચે ધોવો, જેનાથી તેની લાળ અને ગંદકી નીકળી જાય અને ઇન્ફેક્શનનો ખતરો ઓછો થાય. લોહી વહેવું બંધ કરોઃ ઘાને ધોવ્યા બાદ, એક સાફ કપડાં અને પટ્ટીથી હળવો દબાવ નાખીને લોહીને વહેવાડવાનું બંધ કરો. ઘાને ઢાંકી દોઃ એક સ્ટરલાઇઝ પટ્ટી અથવા સાફ કપડાંથી ઘાને ઢાંકી દો. આનાથી બહારના બેક્ટેરિયા તેને લાગશે નહીં. ડોક્ટરનો સંપર્ક કરોઃ ડોગના કરડ્યા બાદ ડોક્ટરની સલાહ લેવી હંમેશા જરૂરી છે, ભલે ઘા નાનો કેમ નહોય... આ બાબતોનું ખાસ ધ્યાન રાખો રેબીસનો ખતરોઃ રેબીસ એક જીવલેણ વાયરસજન્ય બીમારી છે, જે કૂતરાની લાળ દ્વારા ફેલાય છે. જો ડોગને રેબીસ હોવાનો શંકા હોય, તો ડૉક્ટર તરત રેબીસના ઇન્જેક્શન શરૂ કરશે. તેમાં વિલંબ જીવલેણ સાબિત થઈ શકે છે. ટિટેનસનો ખતરોઃ ઊંડા ઘામાં ટિટેનસના બેક્ટેરિયા ફેલાવાનો ખતરો રહે છે. ડોક્ટર પાસેથી ટિટેનસનું ઇન્જેક્શન લેવાં અંગે સલાહ લો. ડોગની દેખરેખ રાખોઃ જો ડોગ પાળેલો અને ઓળખીતો હોય, તો તેને 10–15 દિવસ સુધી નજર હેઠળ રાખો. જો તેમાં કોઈ અજીબ વર્તન (જેમ કે પાણીથી ડરવું, વધારે લાળ આવવી, આક્રમક થવું) દેખાય અથવા તે મરી જાય, તો તરત ડૉક્ટરને જાણ કરો. આથી રેબીસની ઓળખ કરવામાં મદદ મળે છે. ઘાને ચાટશો નહીંઃ બાળકોને સમજાવો કે ઘાને બિલકુલ ન ચાટે અને ન જ સ્પર્શ કરે. ઘરેલું ઉપચારોથી બચોઃ ઘા પર હળદર, માટી કે અન્ય કોઈ વસ્તુ ન લગાવો. આથી ઇન્ફેક્શન વધવાની શક્યતા રહે છે। ડોગની ફરિયાદ કરોઃ જો કૂતરો આવારો અને આક્રમક હોય, તો સ્થાનિક પ્રશાસનને જાણ કરો, જેથી અન્ય લોકોને પણ તેનાથી ખતરો ન રહે.આ પણ વાંચોઃ Prantijમાં ટોલપ્લાઝા પર સતત ત્રીજા દિવસે ITનું સર્ચ, સંચાલકોમાં ફફડાટ

Read Full Story arrow_forward
Ahmedabadમાં AAPના સંમેલન પહેલાં મોટો વિવાદ, કાર્યક્રમ સ્થળે "રાજકીય પ્રોગ્રામ નથી" તેવા પોસ્ટર લાગ્યા, જુઓ Video
calendar_today January 18, 2026

Ahmedabadમાં AAPના સંમેલન પહેલાં મોટો વિવાદ, કાર્યક્રમ સ્થળે "રાજકીય પ્રોગ્રામ નથી" તેવા પોસ્ટર લાગ્યા, જુઓ Video

કાર્યક્રમ સ્થળ પર કોઈ ન આવે તે માટે લગાવાયા બોર્ડ અને કાર્યક્રમ સ્થળ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે, AAP કાર્યક્રમના બેનર પણ હટાવતા વિવાદ વકર્યો છે અને AAPના સંયોજક કેજરીવાલ અમદાવાદની મુલાકાતે છે, AAP પાર્ટીના બુથ કાર્યકરોનું સંમેલન નિકોલમાં યોજાશે. AAPના બુથ કાર્યકર્તા સંમેલનનું સ્થળ બદલાયું લોદરિયાલ ગામે બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, સાણંદ - બાવળા રોડ પર યોજાશે બુથ કાર્યકર્તા સંમેલન યોજાઈ શકે છે, અગાઉ નરોડા - નિકોલમાં યોજાવાનું હતું સંમેલન અને અચાનક જ બુથ કાર્યકર્તા સંમેલનનું સ્થળ બદલાયું છે અને સંમેલનમાં AAP સંયોજક કેજરીવાલ રહેશે હાજર, ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે, 25 દિવસ પહેલા કાર્યક્રમની રૂપરેખા તૈયાર હતી.પાર્ટી પ્લોટ બુક કરવામાં આવ્યો હતો: ઈટાલિયા ગોપાલ ઈટાલિયાનું કહેવું છે કે, કાલે ભાજપે ગુંડાગીરી કરી તાનાશાહી બતાવી હતી અને ‘નવી પાર્ટીનાં કાર્યક્રમ રોકવા તાનાશાહી કરવી પડે છે' ‘ગઈકાલે પાર્ટી પ્લોટનાં માલિકને ધમકીઓ આપી હતી', 2 લાખથી વધારે ભાડું એડવાન્સ આપ્યું હતું :ઈટાલિયા, ‘અત્યારે પોલીસ મોકલી લોકોમાં ભય ફેલાવવા પ્રયાસ કર્યો.આ પણ વાંચો : Gandhinagar News : ગાંધીનગરમાં પૂર્વ IAS સુબ્બારાવની પુત્રીનું હડકવાથી મોત, પાળતું શ્વાને બચકુ ભરતા થઈ હતી હડકવાની અસર

Read Full Story arrow_forward
Surat News : સુરતની સ્વિમિંગ ચેમ્પિયન દેવાંશી રાણાની ‘અંડર-16 એશિયન યુથ પેરા ગેમ્સ-2025’માં જીતની હેટ્રિક
calendar_today January 18, 2026

Surat News : સુરતની સ્વિમિંગ ચેમ્પિયન દેવાંશી રાણાની ‘અંડર-16 એશિયન યુથ પેરા ગેમ્સ-2025’માં જીતની હેટ્રિક

આંખોમાં અડગ વિશ્વાસ અને ચહેરા પર સ્મિત સાથે પોતાના જેવા દરેક બાળકને પ્રેરણા આપતી સામાન્ય પરિવારની સુરતની ૧૬ વર્ષની સ્વિમિંગ ચેમ્પિયન દેવાંશી રાણાએ આ વાત સાબિત કરી છે અને તરણમાં અનેરી સિદ્ધિ દેશને વિશ્વફલક પર ગૌરવ અપાવ્યું છે. પાણી સાથેની મિત્રતા આગળ વધારતાં વર્ષ 2022થી સ્વિમિંગ કોચિંગની શરૂઆત કરી હતી તાજેતરમાં જ દુબઈમાં યોજાયેલી ‘અંડર-૧૬ એશિયન યુથ પેરા ગેમ્સ-૨૦૨૫’માં સ્વિમિંગની ૩ સ્પર્ધા- ૧૦૦ મીટર બેક સ્ટ્રોક, ૧૦૦ મીટર ફ્રી સ્ટાઈલ અને ૫૦ મીટર ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેળવી જીતની હેટ્રિક લગાવી છે. એટલું જ નહીં, આ કેટેગરીમાં સ્વિમિંગ માટે દેશનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવનારી દેવાંશી એક માત્ર સ્પર્ધક હતી. સુરત જ નહીં, પણ દેશભરના બાળકો અને યુવાઓ માટે પ્રેરણારૂપ દેવાંશીએ પાણી સાથેની મિત્રતા આગળ વધારતાં વર્ષ ૨૦૨૨થી સ્વિમિંગ કોચિંગની શરૂઆત કરી હતી. ખેલ મહાકુંભ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે આ દીકરીએ તેણે અત્યાર સુધી ચાર નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપ, દરિયાઈ તરણ સ્પર્ધા અને ખેલ મહાકુંભ સહિતની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને ૨૨ ગોલ્ડ, ૩ સિલ્વર અને ૫ બ્રોન્ઝ સાથે કુલ ૩૦ મેડલ પોતાને નામ કર્યા છે. સ્વિમિંગમાં બેક સ્ટ્રોકને પોતાની તાકત ગણાવતાં દેવાંશીએ કહ્યું કે, મને નાનપણથી જ પાણીમાં રમવું અને તરવું ગમતું હતું. પરંતુ મારા મામા કે જેઓ પોતે સ્વિમિંગ કોચ છે તેમને જોઈ અને તેમના મેડલ્સ જોઈને મને પણ સ્વિમિંગનું કોચિંગ લેવાની ઈચ્છા થઈ. દીકરીને જન્મથી જ‘ક્લબ ફૂટ’ની શારીરિક ખોડ સાથે જ મને જન્મથી જ ‘ક્લબ ફૂટ’ની શારીરિક ખોડ હોઇ, સ્વિમિંગ કરવાથી તેમાં સુધારો આવતો હોવાનું જાણવા મળ્યું હતું. એટલે વર્ષ ૨૦૨૨થી મેં કોચિંગ શરુ કર્યું. જેમાં મારી સારી સ્પીડ જોઇને મારા કોચ અને મામાએ સ્પર્ધા માટે તૈયારી કરવા પ્રોત્સાહન અને માર્ગદર્શન પણ આપ્યું. તેમજ ધી સોસાયટી ફોર ફિઝીકલી હેન્ડીકેપ્ડ-સુરત અને પેરા સ્પોર્ટ્સ એસોસિએશન-સુરતની મારી સંસ્થા અને તેના આંનદભાઈ શાહે હંમેશા મને અને મારા જેવા અન્ય બાળકોને રમત ગમતમાં આગળ વધવા પીઠબળ પૂરું પાડ્યું છે. રમતમાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે હું મારા કોચ રાજન સારંગના માર્ગદર્શન હેઠળ નિયમિત ચાર કલાક સ્વિમિંગનો અભ્યાસ કરું છું. સાથે જ રનીંગ અને એક્સરસાઈઝ તેમજ મારા ડાયેટનું પણ યોગ્ય ધ્યાન રાખું છું. ભવિષ્યમાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય રાખે છે દીકરી રમતની સાથે અભ્યાસમાં પણ રુચિ ધરાવતી દેવાંશીએ કહ્યું કે, રમત-ગમત સાથે અભ્યાસનું સંતુલન જાળવવું થોડું મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. મેં આજ સુધી ક્યારેય મારી કોઈ પણ સ્પર્ધા માટે અભ્યાસ છોડ્યો નથી. સાથે જ ઝરી ઉદ્યોગમાં કારીગર એવા માતા-પિતા પાસેથી મને સતત પ્રોત્સાહન મળતું રહ્યું છે. તરણ સ્પર્ધામાં અનેક સિદ્ધિ પ્રાપ્ત કરનાર દેવાંશીને ગત વર્ષે ગુજરાત સ્થાપના દિવસે રાજ્યના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલના હસ્તે ‘ગુજરાત ગરિમા’ અવોર્ડ મળ્યો હતો. યુવાઓ માટે પ્રેરણારૂપ દેવાંશી ભવિષ્યમાં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ જીતવાનું લક્ષ્ય રાખે છે અને દરેકને પોતાના સપના સાકાર કરવા સખત મહેનત કરવાનો સંદેશો આપે છે. આ પણ વાંચો : Botad News : બોટાદમાં રૂટ ડાયવર્ઝનને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Read Full Story arrow_forward