android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : અમદાવાદના એસજી હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ નિકળી ગયો
calendar_today January 18, 2026

Ahmedabad News : અમદાવાદના એસજી હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ નિકળી ગયો

અમદાવાદના એસજી હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારચાલકનું મોત થયું છે અને SG હાઈવે પર એસટી બસ, 2 કાર વચ્ચે અકસ્માત થયો છે જેમાં ડિવાઇડર કૂદીને એસટી બસ કાર સાથે અથડાઈ હતી જેમાં બે કારને મોટું નુકસાન થયું છે અને ફોર્ચ્યુનર કારના ચાલકનું મોત થયું છે, ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે.ફોર્ચ્યુનર કારમાં સવાર યુવતીને ગંભીર ઈજાઓ આસપાસના લોકોનું કહેવું છે કે, એસટી બસ ડિવાઈડર કૂદીને ફોર્ચ્યુનર કારને અથડાઈ હતી અને પાછળ આવેલી એક કાર પણ તેની સાથે અથડાઈ હતી, તો ઘટનાની જાણ થતાની સાથે ટ્રાફિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી છે, તો એસટી બસના ડ્રાઈવરની પણ અટકાયત કરવામાં આવી છે, સાથે સાથે આસપાસના લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે, રાજકોટથી એસટી બસ હિંમતનગર તરફ જઈ રહી હતી. મૃતક ગાંધીનગરનો રહેવાસી હોવાની શકયતા તો મૃતકની કારની નંબર પ્લેટ જીજે 18 છે એટલે કે તે ગાંધીનગર જિલ્લાનો રહેવાસી હોઈ શકે છે અને આ ઘટનામાં મૃતકના મૃતદહેને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, અમદાવાદના એસજી હાઈવે પર જે નવા બ્રિજ બન્યા છે તેની પર વારંવાર અકસ્માત થતા હોય છે અને ઘણા લોકોના મોત પણ થયા છે, ક્રેઈનની મદદથી એસટી બસ અને કારને ખસેડવામાં આવી છે, આ ઘટનામાં એક વ્યકિતની હાલત ગંભીર છે. આ પણ વાંચો : પોલીસ પંચાત : આરોપીઓને છોડી પોલીસ કોની રેકીમાં લાગી ? યુનિવર્સિટી દારૂ કેસમાં કોણ ખેલ કરી ગયું ?

Read Full Story arrow_forward
Surat: નેશનલ હાઈવે 48 પર વિઝિબલિટી ઘટી,ભારે ધુમ્મસને પગલે હાઈવે પર અકસ્માતની વણઝાર
calendar_today January 18, 2026

Surat: નેશનલ હાઈવે 48 પર વિઝિબલિટી ઘટી,ભારે ધુમ્મસને પગલે હાઈવે પર અકસ્માતની વણઝાર

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અત્યારે ઠંડીનો પારો ગગડ્યો છે, પરંતુ આ ફૂલગુલાબી ઠંડી હવે વાહનચાલકો માટે આફત બનીને આવી છે. આજે વહેલી સવારથી સુરત જિલ્લામાં ધુમ્મસની એવી ગાઢ ચાદર પથરાઈ હતી કે રસ્તા પર 'ઝીરો વિઝિબિલિટી' જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ભારે ધુમ્મસના કારણે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયાના સમાચાર પ્રાપ્ત થયા છે. કોસંબા બ્રિજ પાસે અકસ્માત મળતી માહિતી મુજબ, નેશનલ હાઈવે 48 પર આવેલા કોસંબા બ્રિજ નજીક ધુમ્મસ એટલું ગાઢ હતું કે વાહનચાલકોને નજીક આવતા વાહનો પણ દેખાતા નહોતા. વિઝિબલિટી નહિવત હોવાને કારણે વાહનો એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માતને પગલે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. વાહનચાલકોની હાલત કફોડી સવારના સમયે હાઈવે પરથી પસાર થતા મુસાફરો અને ટ્રક ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થિતિ એવી હતી કે વાહનચાલકોએ પોતાના વાહનોની હેડલાઈટ અને પાર્કિંગ લાઈટ ચાલુ રાખીને અત્યંત ધીમી ગતિએ આગળ વધવું પડ્યું હતું. ધુમ્મસના કારણે રોડ જજમેન્ટ લેવામાં મુશ્કેલી પડતા નાના-મોટા અનેક અકસ્માતોની ભીતિ સેવાઈ રહી હતી. પોલીસની કામગીરી ઘટનાની જાણ થતા જ જિલ્લા ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ક્રેન દ્વારા અકસ્માતગ્રસ્ત વાહનોને ખસેડવાની અને ટ્રાફિકને હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસ દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે ધુમ્મસના દિવસોમાં હાઈવે પર વાહન ચલાવતી વખતે પૂરતું અંતર જાળવવું અને સ્પીડ પર કાબૂ રાખવો. ઠંડીની સાથે વધી રહેલા આ ધુમ્મસને કારણે આગામી દિવસોમાં પણ વહેલી સવારે હાઈવે પર મુસાફરી કરવી જોખમી બની શકે છે. આ પણ વાંચોઃ Suratની હવામાં ઝેર, ઠંડી સાથે પ્રદૂષણનો બેવડો પ્રહાર, AQI 279 ને પાર!

Read Full Story arrow_forward
Railway News : વેરાવળ–દેલવાડા–વેરાવળ ટ્રેનોનો સમય યથાવત રહેશે, અન્ય 04 મીટર ગેજ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો
calendar_today January 18, 2026

Railway News : વેરાવળ–દેલવાડા–વેરાવળ ટ્રેનોનો સમય યથાવત રહેશે, અન્ય 04 મીટર ગેજ ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો

યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને વેરાવળથી દેલવાડા મુસાફરી કરનાર યાત્રીઓ માટે ટ્રેન નંબર 52949/52950 (વેરાવળ–દેલવાડા–વેરાવળ)ના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેન પોતાના નિર્ધારિત સમય અનુસાર જ ચાલતી રહેશે. આ ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો 01-ટ્રેન નંબર 52946 જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ ટ્રેન તારીખ 19.01.2026થી જૂનાગઢ સ્ટેશન પરથી 06.15 કલાકે પ્રસ્થાન કરશે અને વેરાવળ સ્ટેશન પર 10.25 કલાકે પહોંચશે. 02-ટ્રેન નંબર 52955 વેરાવળ–જૂનાગઢ મીટર ગેજ ટ્રેન તારીખ 19.01.2026થી વેરાવળ સ્ટેશન પરથી 06.15 કલાકે પ્રસ્થાન કરશે અને જૂનાગઢ સ્ટેશન પર 10.25 કલાકે પહોંચશે. 03-ટ્રેન નંબર 52933 વેરાવળ–જૂનાગઢ મીટર ગેજ ટ્રેન તારીખ 19.01.2026થી વેરાવળ સ્ટેશન પરથી 14.45 કલાકે પ્રસ્થાન કરશે અને જૂનાગઢ સ્ટેશન પર 18.55 કલાકે પહોંચશે. 04-ટ્રેન નંબર 52956 જૂનાગઢ–વેરાવળ મીટર ગેજ ટ્રેન તારીખ 20.01.2026થી જૂનાગઢ સ્ટેશન પરથી 08.00 કલાકે પ્રસ્થાન કરશે અને વેરાવળ સ્ટેશન પર 12.10 કલાકે પહોંચશે. મુસાફરો નવા સમયપત્રકની માહિતી મેળવી લે તે જરૂરી ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માએ જણાવ્યું હતું કે સુધારેલ સમયપત્રકની વિગત સંબંધિત સ્ટેશનો પર પ્રદર્શિત કરવામાં આવી રહી છે તેમજ રેલવેના અધિકૃત માધ્યમો દ્વારા વ્યાપક પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે, જેથી યાત્રીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય. યાત્રીઓને વિનંતી છે કે મુસાફરી પૂર્વે નવીનતમ સમયપત્રકની માહિતી અવશ્ય મેળવી લે.આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદના એસજી હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, ફોર્ચ્યુનર કારનો કચ્ચરઘાણ નિકળી ગયો

Read Full Story arrow_forward