android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: પાટીદાર સમાજના સંમેલનમાં રૂપાલના આકરા વેણ
calendar_today January 16, 2026

Surat News: પાટીદાર સમાજના સંમેલનમાં રૂપાલના આકરા વેણ

રાજકોટના ભાજપના સાંસદ પુરૂષોત્તમ રૂપાલાએ કડવી વાસ્તવિકતા વર્ણવી બંધારણ ઘડવા પર ભાર મુક્યો હતો. તેમણે સુરતમાં યોજાયેલા સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સેવા સમાજના સંમેલનમાં સમાજના આગેવાનોને આકરી ટકોર કરી હતી. રૂપાલાએ આ કાર્યક્રમમાં કહ્યું હતું કે, આપણે ભવનો બનાવવાના છે અને સાથે સાથે સમાજનું પણ ઘડતર કરવાનું છે. તેમણે સમાજને સવાલ કર્યો હતો કે આપણે કોઈ નિયમો રાખ્યા છે આપણું કોઈ બંધારણ છે? આપણે કોઈ નીતિ નિયમ પ્રમાણે ચાલવું છે? આપણે ખૂબ ગંભીરતાથી વિચારવાની જરૂર છે કારણ કે અન્ય સમાજો આપણા કરતાં આગળ થઈ ગયાં છે. પાંચ પચીસ વર્ષ પહેલા એવું હતું કે આપણો સમાજ નિર્ણય કરતો અને બીજા સમાજ એને ફોલો કરતાં. આજે બીજા સમાજે નિર્ણય કરી નાંખ્યા પણ આપણે તો હજી વિચારણા પણ શરૂ નથી કરી. આપણા વ્યવહારો અનેક ગણા વધી ગયાં છે તેમણે કહ્યું હતું કે, એક સમાજે તો એવો નિર્ણય કર્યો કે સોનાના દાગીના આપવાના જ નહીં. ઘણા સમાજની અંદર સમૂહ લગ્નના નિર્ણય થઈ ગયાં છે. માત્ર લગ્ન પૂરતાં જ નહીં પણ આપણા વ્યવહારો અનેક ગણા વધી ગયાં છે. એમાં જો આપણે સામાજિક બંધારણની કોઈ અસર નહીં આપીએ તો આ ભવનો છે એ સામાજિક સગવડ વધારશે પણ જે સામાજિક પોત આપણું હતું તે ઘસાતુ જાય છે. મારા મતે છૂટાછેડા મહત્વની બાબત નથી પણ છુટા છેડા બાદ બાપા પૈસા ગણવા બેસે છે તે આપણા માટે શરમજનક બાબત છે. આપણા સમાજની અંદર દીકરીના પૈસાની લેતી દેતીનો સમય આવે? તમે માંની સામે એમ બોલો કે અમે માંના ઉપાસકો છીએ.એટલે માં મંદિર વાળી છે એમ નહીં માં ઘરવાળીએ છે. ઘરની અંદર જે બેઠી છેને એને રાજી રાખવાની આવશ્યકતા છે.

Read Full Story arrow_forward
Khedaમાં મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 1.90 લાખથી વધુના મુદ્દામાલ સાથે રીઢો ચોર ઝડપાયો
calendar_today January 16, 2026

Khedaમાં મંદિરોમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 1.90 લાખથી વધુના મુદ્દામાલ સાથે રીઢો ચોર ઝડપાયો

ખેડા જિલ્લાના નડિયાદ અને આસપાસના વિસ્તારોમાં ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી ચોર ગેંગને પકડવામાં પોલીસને સફળતા મળી છે. ખેડા એલ.સી.બી. અને નડિયાદ ટાઉન પોલીસે માત્ર ગણતરીના કલાકોમાં મોટા કુંભનાથ મહાદેવ મંદિર અને સલુણના અંબે માતાજી મંદિરની ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.પોલીસે 12 ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર વિનોદને ઝડપ્યો મળતી માહિતી અનુસાર, પોલીસે 12 ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર વિનોદ ઉર્ફે વિનુ મનુભાઈ તળપદાને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. ગત 14 જાન્યુઆરીના રોજ મોટા કુંભનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહના તાળા તોડીને ચોરી થવાથી શ્રદ્ધાળુઓમાં ભારે રોષ ફેલાયો હતો. આ ગંભીર ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડાની સૂચનાથી 7 ટીમો બનાવાઈ હતી. પોલિસે 150થી વધુ CCTV ફૂટેજ ચેક કર્યા પોલિસે 150થી વધુ CCTV ફૂટેજ અને ટેકનિકલ ડેટાની તપાસ કર્યા પછી બાતમી મળી કે વિનોદ તળપદા ચોરીના મુદ્દામાલ સાથે સલુણથી નડિયાદ તરફ આવી રહ્યો છે. પોલીસે વોચ ગોઠવીને તેને કોર્ડન કરીને ઝડપી પાડ્યો.  તેણે જ બંને મંદિરોમાં ચોરી કરી હતી પોલીસની પૂછપરછમાં વિનોદ તળપદાએ કબૂલાત કરી હતી કે તેણે જ બંને મંદિરોમાં ચોરી કરી હતી. પોલીસે આરોપી પાસેથી અંદાજે 13 કિલો ચાંદી અને સોનાના ઘરેણાં રિકવર કર્યા છે. ઉપરાંત, તેણે 12 જાન્યુઆરીએ નડિયાદ ટાઉનમાંથી ચોરેલી સફેદ એક્ટિવા પણ કબજે કરવામાં આવી છે. કુલ રિકવરીની કિંમત આશરે રૂ. 1.90 લાખથી વધુ છે. આ પણ વાંચો------    Valsad News: જિલ્લામાં એક માસમાં 14 પુરૂષ નસબંધીના ઓપરેશન કરાયા

Read Full Story arrow_forward
Halvadના રણજીતગઢ ગામે કેન્સરની બીમારી અને આર્થિક તંગીથી કંટાળી ખેડૂતનો આપઘાત
calendar_today January 16, 2026

Halvadના રણજીતગઢ ગામે કેન્સરની બીમારી અને આર્થિક તંગીથી કંટાળી ખેડૂતનો આપઘાત

મોરબીના હળવદ તાલુકાના રણજીતગઢ ગામે રહેતા 53 વર્ષીય ખેડૂત છોટાલાલભાઈએ બીમારીથી કંટાળીને આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. છેલ્લા 12 વર્ષથી મોઢાના કેન્સર જેવી જીવલેણ બીમારી સામે જંગ લડી રહેલા ખેડૂતે અંતે હારીને મોતનો માર્ગ પસંદ કર્યો હતો.છેલ્લા 12 વર્ષથી કેન્સરથી પીડાતા હતા ખેડૂત છોટાલાલભાઈ લાંબા સમયથી કેન્સરની ગંભીર બીમારીથી પીડાતા હતા. બીમારીના કારણે સતત થતી શારીરિક પીડા અને લાંબી સારવારના ખર્ચને લીધે ઊભી થયેલી આર્થિક તંગીથી તેઓ માનસિક રીતે ભાંગી પડ્યા હતા. હતાશામાં આવી જઈને તેમણે ખેતરમાં પડેલી સૂકી કડબ (ઘાસ) ના ઢગલામાં જાતે જ આગ લગાવી હતી અને ત્યારબાદ તેમાં કૂદીને અગ્નિસ્નાન કરી લીધું હતું. આ ભયાનક રીતે થયેલા આપઘાતને પગલે પરિવાર અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આપઘાત અંગે હળવદ પોલીસે તપાસ હાથ ધરી ઘટનાની જાણ થતા જ હળવદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટેની તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે સતત 12 વર્ષ સુધી બીમારી સામે ઝઝૂમ્યા બાદ અસહ્ય વેદનાને કારણે તેમણે આ પગલું ભર્યું હતું. હળવદ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓની માનસિક સ્થિતિ અને તેમના પરિવારોની આર્થિક લાચારી સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward