android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraના વિકાસ માટે પાલિકાએ લોકો પાસેથી સૂચનો મંગાવ્યા, 2026–27ના બજેટ માટે અભિપ્રાય આપવા અપીલ
calendar_today January 16, 2026

Vadodaraના વિકાસ માટે પાલિકાએ લોકો પાસેથી સૂચનો મંગાવ્યા, 2026–27ના બજેટ માટે અભિપ્રાય આપવા અપીલ

વડોદરા શહેરના સર્વાંગી વિકાસ માટે ચૂંટાયેલી પાંખના સૂચનો અને અધિકારીઓના વિઝનને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવે છે. આ દિશામાં વડોદરા મહાનગરપાલિકાએ ગત વર્ષની જેમ આ વર્ષે પણ વિકાસલક્ષી બજેટ માટે નાગરિકો પાસેથી સૂચનો મગાવ્યા છે. ગત વર્ષે લોકોના અભિપ્રાય મગાવ્યા હતા અમદાવાદ અને સુરતની જેમ વડોદરા પાલિકાએ ગત વર્ષે લોકોના અભિપ્રાય મગાવ્યા હતા, જેને 2025–26ના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે 2026–27નું બજેટ તૈયાર કરવાની અને તેને સ્થાયી સમિતિમાં મંજૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ 28થી 30 જાન્યુઆરી દરમિયાન મ્યુનિસિપલ કમિશનર દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. સૂચનો આપવા આમંત્રણ બજેટ રજૂઆત પહેલા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને લોકસુવિધા સંબંધિત કામો માટે સૂચનો આપવા આમંત્રણ આપવામાં આવ્યું છે. શહેરીજનો પાલિકાની વેબસાઈટ તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના સૂચનો આપી શકશે. સૂચન આપતી વખતે પોતાનું નામ, સરનામું, વોર્ડ-વિસ્તાર અને કયા વિભાગ માટે સૂચન છે તે સહિતની વિગત આપવાની રહેશે.  ગત વર્ષે 1982 સૂચનો ગત વર્ષે પાલિકાને કુલ 1982 સૂચનો મળ્યા હતા, જેમાં સૂચનો સાથે ફરિયાદો પણ સામેલ હતી. આમાંથી 1098 સૂચનો રસ્તાઓની સ્થિતિને લઈ હતા, જેમાં તંત્ર સામે સૌથી વધુ ટીકા નોંધાઈ હતી. ગાર્ડન સુધારાના 168, પાણી પુરવઠા સંબંધિત 147, કચરાની સમસ્યાના 136 અને વરસાદી ગટરો અંગે 127 ફરિયાદો મળી હતી. આ ઉપરાંત વિશ્વામિત્રી નદીમાંથી દબાણ હટાવવા બાબતે પણ નાગરિકોએ સૂચનો કર્યા હતા. કેવી રીતે આપશો સૂચન નાગરિકો પાલિકાની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર મુકાયેલા ‘પાર્ટિસિપેટરી બજેટ’ના QR કોડને સ્કેન કરીને સૂચન આપી શકશે. તેમાં વોર્ડ-વિસ્તાર, નામ, સરનામું, મોબાઈલ નંબર, સંબંધિત વિભાગ અને વિગતવાર સૂચન નોંધાવવાનું રહેશે. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 1800 233 0265 પર પણ સૂચનો આપી શકાય છે.  શહેરના વિકાસમાં સહભાગી બનો પાલિકા દ્વારા અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે કે વધુમાં વધુ નાગરિકો પોતાની ભાગીદારી નોંધાવી શહેરના વિકાસમાં સહભાગી બનશે. આ પણ વાંચો------    Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward
Valsad News: જિલ્લામાં એક માસમાં 14 પુરૂષ નસબંધીના ઓપરેશન કરાયા
calendar_today January 16, 2026

Valsad News: જિલ્લામાં એક માસમાં 14 પુરૂષ નસબંધીના ઓપરેશન કરાયા

વલસાડ જિલ્લામાં રાષ્ટ્રીય કુટંબ કલ્યાણ કાર્યક્રમમાં સમગ્ર કુટુંબની સુખાકારીની ભાવના સાથે કુટુંબ નિયોજન કાર્યક્રમ અમલમાં છે.જે વસ્તી સ્થિરતા માટે તથા સર્વાંગી વિકાસ માટે ખૂબ જ જરૂરી છે.જે અંતર્ગત કુટુંબ નિયોજનની વિવિધ પધ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે.મોટા ભાગે કુટંબમાં આ માટે સ્ત્રીઓને જવાબદારી આપવામાં આવતી હોય છે.જે ખરેખર તો પુરૂષ અને સ્ત્રીની સંયુક્ત ભાગીદારી હોવી જોઈએ.વસ્તી સ્થિરતા માટે મોટેભાગે સ્ત્રી ઓપરેશનની પધ્ધતિ પ્રચલિત છે. પરંતુ સરકારના અભિગમ મુજબ કુટંબની સુખાકારી માટે પુરૂષોની ભાગીદારી પણ વધે તે માટે વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવે છે. પુરૂષ નસબંધી ઓપરેશનો કરવામાં આવ્યા વલસાડ જિલ્લામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સિંઘ અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.પી.સિંઘના માર્ગદર્શન હેઠળ ગત ડિસેમ્બર મહિનામાં કુલ ૧૪ જેટલા પુરૂષ નસબંધી ઓપરેશનો કરવામાં આવ્યા છે.જેમાં ધરમપુર તાલુકાના સાત અને કપરાડા તાલુકાના સાત પુરૂષ ઓપરેશન કરવામાં આવ્યા છે.જે પ્રશંસનીય કામગીરી બદલ ધરમપુરના તાલુકા હેલ્થ ઓફિસર ડો.જિજ્ઞેશ માહલા અને કપરાડાના તાલુકા હેલ્થ ઓફિસર ડો.મહેશ પટેલ દ્વારા કર્મચારીઓને પ્રોત્સાહિત કરાયા હતા. માજમાં પરિવર્તનનો સંદેશ આપવામાં આવ્યો આરોગ્ય ખાતાના જિલ્લા માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પંકજભાઈ પટેલ તથા ધરમપુર તાલુકાના તાલુકા માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી રાયલુભાઈ એસ. ગાંવિત સાથે સંકલન કરી વધુમાં વધુ પુરૂષો નસબંધી અપનાવે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે.એપ્રિલ 2025થી આજદિન સુધીમાં જિલ્લામાં 46 પુરૂષ ઓપરેશનો કરાવી સમાજમાં પરિવર્તનનો સંદેશ આપવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ Surat News: છૂટાછેડા પછી બાપા પૈસા ગણવા બેસે એ શરમજનક, સાંસદ રૂપાલાએ સમાજનું બંધારણ ઘડવા ભાર ભૂક્યો

Read Full Story arrow_forward
Surendranagar News: તરણેતરની પવિત્ર ભૂમિ પર મર્યાદા લોપાઈ, એક કાર્યક્રમમાં ક્લબ ડાન્સરના ઠુમકા થયા વાયરલ
calendar_today January 16, 2026

Surendranagar News: તરણેતરની પવિત્ર ભૂમિ પર મર્યાદા લોપાઈ, એક કાર્યક્રમમાં ક્લબ ડાન્સરના ઠુમકા થયા વાયરલ

સુરેન્દ્રનગર: વિશ્વવિખ્યાત મેળા માટે જાણીતી અને આધ્યાત્મિક રીતે અત્યંત પવિત્ર ગણાતી તરણેતરની ધરતી પર ફરી એકવાર વિવાદ સર્જાયો છે. અહીં કૃષ્ણ ગૌશાળા અને અનસૂયા આશ્રમના લાભાર્થે આયોજિત એક ઇનામી ડ્રોના કાર્યક્રમમાં ક્લબ ડાન્સરોના ડાન્સ રાખવામાં આવતા સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ભક્તિ અને સેવાના નામે અશ્લીલતા? ગૌશાળા અને આશ્રમ માટે ફંડ એકઠું કરવાના હેતુથી ટિકિટ ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ સેવાકીય કાર્યક્રમમાં મર્યાદાઓ ઓળંગીને સ્ટેજ પર ક્લબ ડાન્સરો પાસે હિન્દી ફિલ્મોના ગીતો પર ઠુમકા લગાવવામાં આવ્યા હતા. ગ્રામજનોની હાજરીમાં જાહેર સ્ટેજ પર આ પ્રકારે થયેલા ડાન્સના કારણે પવિત્ર ભૂમિની ગરિમાને લાંછન લાગ્યું હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. વારંવાર થતી ઘટનાઓથી રોષ નોંધનીય છે કે અગાઉ પણ તરણેતરના મેળા દરમિયાન આ પ્રકારના ડાન્સના વીડિયો વાયરલ થયા હતા અને વિવાદ થયો હતો. પાવનભૂમિ પર ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોના ઓઠા હેઠળ આ પ્રકારના મનોરંજનના કાર્યક્રમો યોજવા તે સંસ્કૃતિનું અપમાન હોવાનું લોકો માની રહ્યા છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર પણ આયોજકો સામે સવાલો ઉઠી રહ્યા છે કે શું ગૌસેવા માટે આવા ડાન્સ કરાવવા અનિવાર્ય છે? આ ઘટનાએ સમગ્ર પંથકમાં ચર્ચા જગાવી છે અને લોકો આવા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે જે ધર્મના નામે મર્યાદાઓ ભૂલી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward