android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot News: BMC ચૂંટણીમાં ભાજપની જીત, કાર્યકર્તાઓએ કરી ઉજવણી
calendar_today January 16, 2026

Rajkot News: BMC ચૂંટણીમાં ભાજપની જીત, કાર્યકર્તાઓએ કરી ઉજવણી

મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી અને NDA ગઠબંધનનો ઐતિહાસિક વિજય થયો છે. ખાસ કરીને દેશના આર્થિક પાટનગર મુંબઈમાં 25 વર્ષના લાંબા ગાળા બાદ મળેલી આ ભવ્ય સફળતાને વધાવવા માટે રાજકોટ શહેર અને ગ્રામ્ય ભાજપ દ્વારા ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી.રાજકોટ ભાજપ કાર્યાલય ખાતે કેસરીયો માહોલ રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે વહેલી સવારથી જ કાર્યકરો ઉમટી પડ્યા હતા. વિજયના સમાચાર મળતા જ ભાજપના અગ્રણીઓએ ફટાકડા ફોડીને આકાશ ગજવી દીધું હતું. આ વિજયને રાષ્ટ્રીય રાજકારણ માટે મહત્વનો ગણાવી કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા. આ ઉજવણીમાં શહેર ભાજપના હોદ્દેદારો, સ્થાનિક ધારાસભ્યો અને મોટી સંખ્યામાં મહિલા મોરચાના કાર્યકરો પણ જોડાયા હતા. ગ્રામ્ય વિસ્તારના લોકોમાં પણ ભારે ઉત્સાહ માત્ર શહેર જ નહીં, પરંતુ રાજકોટ ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ આ વિજયને સહર્ષ વધાવ્યો હતો. કાર્યકરોએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં મળેલી આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસની રાજનીતિ પર જનતાએ મૂકેલો અતૂટ વિશ્વાસ છે. લાંબા સમય બાદ મહારાષ્ટ્રમાં ભાજપનો દબદબો ફરી સ્થાપિત થતા રાજકોટના ભાજપ સંગઠનમાં નવી ઉર્જા જોવા મળી રહી છે. આ પણ વાંચો - Rajkot: ધોરાજી તાલુકાના હડમતિયા ગામે જે કેનાલનું રીપેરીંગ કામ શરુ થતાં ખેડૂતોમાં રોષ

Read Full Story arrow_forward
Gandhinagar News: રાજ્યમાં હાથીપગાને અટકાવવા 10 અને 12 ફેબ્રુઆરીએ સામૂહિક દવા વિતરણ કરાશે
calendar_today January 16, 2026

Gandhinagar News: રાજ્યમાં હાથીપગાને અટકાવવા 10 અને 12 ફેબ્રુઆરીએ સામૂહિક દવા વિતરણ કરાશે

રાજ્યના ત્રણ જિલ્લાના ચાર પ્રભાવિત તાલુકાઓમાં હાથીપગા રોગને અટકાવવા આગામી તા.૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન સામૂહિક દવા વિતરણ અભિયાન યોજાશે.આ અભિયાનમાં ભરૂચનો નેત્રંગ તાલુકો, નર્મદાના નાંદોદ અને દેડિયાપાડા તેમજ ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાની કુલ ૫.૪૮ લાખથી વધુ વસ્તીને સાંકળી લેવામાં આવશે.આ અભિયાનમાં સરકારની સાથે નાગરિકો પણ જોડાશે તો સમાજને વધુ તંદુરસ્ત બનાવી શકીશું તેમ આરોગ્ય કમિશનર ડૉ. રતનકંવર ગઢવીચારણ દ્વારા જણાવાયું હતું. જે ક્યુલેક્ષ નામના મચ્છરથી ફેલાતો રોગ છે રાજ્યમાંથી હાથીપગા રોગના નિર્મૂલન માટે આજે ગાંધીનગર ખાતે આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં વિવિધ વિભાગો સાથે આયોજન બેઠક યોજાઇ હતી.આરોગ્ય કમિશનરે વિગતો આપતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૩૦ સુધીમાં ફાઈલેરિયા-હાથીપગા રોગનું નિર્મૂલન કરવા માટેનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કુલ ૧૭ જિલ્લા હાથીપગા માટે સંવેદનશીલ ગણાય છે.લિમ્ફેટીક ફાઈલેરીયાસીસને સામાન્ય રીતે હાથીપગા એલીફન્ટાઈસીસ તરીકે ઓળખવામાં આવે છે. જે ક્યુલેક્ષ નામના મચ્છરથી ફેલાતો રોગ છે. આ મચ્છર ગંદા પાણીમા ઉત્પન્ન થાય છે. એક વાર હાથીપગો થયા પછી તે મટી શકે નહીં અને તે દર્દી આ જિંદગીભર દિવ્યાંગ બની રહે છે. માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશનનો ત્રીજો રાઉન્ડ આરોગ્ય કમિશનરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ચાલુ વર્ષે નેત્રંગ, નાંદોદ, દેડિયાપાડા અને વઘઈ એમ ચાર તાલુકાઓમાં તા. ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૬ દરમિયાન માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશનનો ત્રીજો રાઉન્ડ હાથ ધરવામાં આવશે.આ અભિયાનમાં સગર્ભા બહેનો, ધાત્રી માતા અને અતિશય બિમાર હોય તે સિવાય બે વર્ષથી ઉપરની આયુ ધરાવતા તમામને ઉંમર પ્રમાણે નિયત થયેલી દવા રૂબરૂ ગણાવવામાં આવશે. આ દવા બે વર્ષની નાના બાળકોને ગાળાવવામાં આવતી નથી. અભિયાન દરમિયાન આ વિસ્તારમાં રહેતા હોય કે ના રહેતા હોય તમામને દવા ખાસ ગળાવવાની છે જેથી આ રોગને અન્ય વિસ્તારમાં પણ ફેલાવતો અટકાવી શકાય. લોહીના નમૂનામાં હાથીપગા રોગના કૃમિ જોવા મળ્યા આ અભિયાન અંતર્ગત ફાઈલેરિયા-હાથીપગા રોગ માટેના સંવેદનશીલ નથી તેવા જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં રાત્રી બ્લડ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં લોહીના નમુનાઓ લેવામાં આવ્યા હતા. જેના પરીક્ષણ બાદ ભરૂચનો નેત્રંગ તાલુકો, નર્મદાનો નાંદોદ અને ડેડીયાપાડા તાલુકો અને ડાંગનો વઘઇ તાલુકો આમ ત્રણ જિલ્લાના કુલ ચાર તાલુકાના વિસ્તારોમાંથી લેવામાં આવેલા લોહીના નમૂનામાં હાથીપગા રોગના કૃમિ જોવા મળ્યા હતા. જેથી આ ચાર તાલુકાઓમાં કેન્દ્ર સરકારની સૂચના અનુસાર તા.૧૦ થી ૧૨ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન માસ ડ્રગ એડમીનીસ્ટ્રેશન-સામૂહિક દવા વિતરણ કાર્યક્રમનો પ્રથમ રાઉન્ડ હાથ ધરવામાં આવ્યો હતો. આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બન્યું

Read Full Story arrow_forward
Vadodara : મકરપુરામાં યુવકની હત્યા કેસમાં રિ-કન્સ્ટ્રક્શન, લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા
calendar_today January 16, 2026

Vadodara : મકરપુરામાં યુવકની હત્યા કેસમાં રિ-કન્સ્ટ્રક્શન, લોકોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારના જશોદાનગરમાં યુવક અનુપ ગજાનંદ પટેલની હત્યાના કેસમાં આજે મકરપુરા પોલીસે 3 આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું. પોલીસ કાર્ય દરમિયાન આસપાસ મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને ગુજરાત પોલીસ જિંદાબાદ, મકરપુરા પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા.કાર પાર્કિંગ મુદ્દે અથડામણ મળતી માહિતી અનુસાર, મૃતક અનુપ ગજાનંદ પટેલ (ઉંમર 40) પોતાની પત્ની સુનિતાબેન અને બાળકો સાથે મકરપુરામાં રહેતા હતા. 13 જાન્યુઆરીના રોજ અનુપ પોતાના ઘરમાં ઊપસ્થિત હતા, જ્યારે પડોશી રાહુલ યાદવ અને અન્ય એક વ્યક્તિએ કાર પાર્કિંગ મુદ્દે અથડામણ શરૂ કરી અને અનુપ પર ઘાતકી હુમલો કર્યો. હુમલામાં અનુપને માથાના અંદરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને હોસ્પિટલ લઈ જતાં મૃત્યુ થઇ ગયું. રાહુલ યાદવ, સુભાષ યાદવ અને મનુ યાદવને ઝડપી લેવાયા હત્યા બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી અને રાહુલ યાદવ, સુભાષ યાદવ અને મનુ યાદવને ઝડપી ધરપકડ કરી છે. પોલીસ આ મામલે સીસીટીવી અને અન્ય પુરાવાના આધારે અન્ય આરોપીઓની શોધખોળ કરી રહી છે. આજે રિ-કન્સ્ટ્રક્શન કરાયુ આ પગલે આજે રિ-કન્સ્ટ્રક્શન દરમ્યાન આરોપીઓએ ઘટના કઈ રીતે બની, તેમની શું ભૂમિકા હતી અને મૃતક ક્યાં હતો તે વિગતવાર પોલીસને સમજાવી. ઘટના સ્થળ પર ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ ત્રણેય આરોપીને શનિવારે કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ માટે રિમાન્ડ માગશે આ પણ વાંચો-----    Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

Read Full Story arrow_forward