android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraમાં પાણીજન્ય રોગચાળા સામે પાલિકાની લાલ આંખ,દૂષિત પાણી મામલે રાજકીય ગરમાવો
calendar_today January 16, 2026

Vadodaraમાં પાણીજન્ય રોગચાળા સામે પાલિકાની લાલ આંખ,દૂષિત પાણી મામલે રાજકીય ગરમાવો

વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી જળજન્ય રોગચાળો વકરી રહ્યો છે, જેને અંકુશમાં લેવા માટે વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા કડક પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે. રોગચાળાની વાસ્તવિક સ્થિતિ જાણવા અને તેને નાથવા માટે પાલિકાએ હવે રણનીતિ બદલી છે.ખાનગી હોસ્પિટલો સાથે સંકલન રોગચાળાના ચોક્કસ આંકડા મેળવવા માટે પાલિકાના અધિકારીઓએ શહેરની ખાનગી હોસ્પિટલો સાથે બેઠક યોજી હતી. અત્યાર સુધી માત્ર સરકારી હોસ્પિટલોના આંકડા જ ધ્યાનમાં લેવાતા હતા, પરંતુ હવેથી ખાનગી હોસ્પિટલોએ પણ તેમના ત્યાં આવતા ટાઇફોઇડ અને અન્ય જળજન્ય રોગોના દર્દીઓની માહિતી પાલિકાને આપવી પડશે. આ ડેટાના આધારે જે વિસ્તારમાં કેસનું પ્રમાણ વધુ જણાશે, ત્યાં પાલિકાની આરોગ્ય ટીમ તાત્કાલિક પહોંચીને સર્વે અને ક્લોરિનેશન જેવી કામગીરી હાથ ધરશે. લાઈન રિપેરિંગ અને ટેકનિકલ કામગીરી શહેરમાં અનેક જગ્યાએ પીવાના પાણીની લાઈનોમાં ગટરના ગંદા પાણી ભળવાની ફરિયાદો ઉઠી છે. પાલિકાએ હવે આવી દૂષિત પાણીની લાઈનોને યુદ્ધના ધોરણે રિપેર કરવાની ખાતરી આપી છે. દૂષિત પાણીના સ્ત્રોત શોધવા માટે એન્જિનિયરિંગ વિભાગને પણ સૂચના આપી દેવામાં આવી છે. દૂષિત પાણી મુદ્દે રાજકારણ ગરમાયું બીજી તરફ, આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. વિપક્ષ કોંગ્રેસે પાલિકા શાસકો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે મિલિભગત હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. વિપક્ષનું કહેવું છે કે હલકી ગુણવત્તાના કામને કારણે જ જનતાને દૂષિત પાણી પીવાનો વારો આવ્યો છે. સત્તાધીશો માત્ર બેઠકો કરે છે પણ જમીની સ્તર પર કામગીરી શૂન્ય હોવાનો દાવો વિપક્ષે કર્યો છે. એક તરફ પાલિકા રોગચાળો રોકવા મથી રહી છે, ત્યારે બીજી તરફ ભ્રષ્ટાચારના આરોપોએ તંત્રની મુશ્કેલીમાં વધારો કર્યો છે.આ પણ વાંચોઃ Ahmedabad: અમદાવાદ સિવિલ હોસ્પિટલની વર્ષ 2025ની કામગીરી, 11.60 લાખ OPDના કેસ નોંધાયા

Read Full Story arrow_forward
Gandhinagar News: 23 દિવસ ચાલશે ગુજરાતનું બજેટ સત્ર, જાણો કેટલી બેઠકોમાં કઈ કામગીરી થશે?
calendar_today January 16, 2026

Gandhinagar News: 23 દિવસ ચાલશે ગુજરાતનું બજેટ સત્ર, જાણો કેટલી બેઠકોમાં કઈ કામગીરી થશે?

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પંદરમી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર તા.૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મળવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ સત્રની રૂપરેખા અને કામકાજ અંગેની મહત્વની વિગતો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવી છે. સત્રનુ મુખ્ય કામકાજ સત્રના પ્રથમ દિવસે ૧૬મી ફેબ્રુઆરીએ રાજ્યપાલ ગૃહને સંબોધિત કરશે.નાણામંત્રી દ્વારા તા.૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે.અંદાજપત્રની સાથે વર્ષ ૨૦૧૧-૧૨, ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬ અને ૨૦૧૮-૧૯ ના વધારાના ખર્ચના પત્રકો તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ ના પૂરક પત્રકો પણ રજૂ કરવામાં આવશે.આ સત્ર તા.૧૬/૦૨/૨૦૨૬ થી તા.૨૫/૦૩/૨૦૨૬ સુધી કામકાજના કુલ ૨૩ દિવસ ચાલશે.જેમાં કુલ ૨૬ બેઠકો યોજાશે. રાજ્યપાલના સંબોધન પર ચર્ચા રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે ૩ બેઠકો યોજાશે.સરકારી કામકાજ અને વિધેયકો માટે ૪ બેઠકો યોજાશે.નાણાકીય કામકાજ માટે કુલ ૧૮ બેઠકો રહેશે જેમાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા માટે 4 બેઠકો,વિભાગવાર માંગણીઓ ઉપર ચર્ચા અને મતદાન માટે ૧૨ બેઠકો અને પૂરક માંગણી પર ચર્ચા અને મતદાન માટે ૨ બેઠકો રહેશે.૬ બેઠકમાં બિનસરકારી કામકાજ નિયમો મુજબ હાથ ધરવામાં આવશે. સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોનું કામકાજ આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોનું કામકાજ હાથ ધરવામાં આવશે. જેના માટે અધ્યક્ષ દ્વારા મંત્રીઓના પાંચ જૂથોની રચના કરવામાં આવી છે અને તારાંકિત પ્રશ્નોની સૂચના માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.સભ્યોની સુવિધા માટે પ્રશ્નોની સૂચના ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બંને માધ્યમથી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.સત્રની શરૂઆત પહેલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પ્રમુખપદે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવશે. જેમાં સત્ર દરમિયાન હાથ ધરવાના કામકાજની વિગતવાર ચર્ચા કરી તેની ભલામણો અનુસાર સભાગૃહમાં કામકાજ હાથ ધરવામાં આવશે.આ પણ વાંચોઃ Gandhinagar News: ગુજરાત નેશનલ સ્ટાર્ટઅપ રેન્કિંગમાં પાંચમી વખત બેસ્ટ પરફોર્મર સ્ટેટ બન્યું

Read Full Story arrow_forward
Al Flah University પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કરી મોટી કાર્યવાહી, આશરે ₹140 કરોડની મિલકતો કરાઇ જપ્ત
calendar_today January 16, 2026

Al Flah University પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કરી મોટી કાર્યવાહી, આશરે ₹140 કરોડની મિલકતો કરાઇ જપ્ત

અલ ફલાહ યુનિવર્સિટી પર આ કાર્યવાહી મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે કરવામાં આવી હતી. સંપત્તિઓ કરાઇ જપ્ત અહેવાલો અનુસાર, EDએ 54 એકર જમીન અને આશરે 20 ઇમારતો જપ્ત કરી છે. જેની કિંમત આશરે ₹1.4 બિલિયન છે. આ તે મિલકત છે જેના પર અલ ફલાહ યુનિવર્સિટી બનાવવામાં આવી હતી. ED એ આ કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરી છે. જેમાં જવાદ સિદ્દીકી અને અલ ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટને આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે. જવાદ સિદ્દીકી અલ ફલાહ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન હોવાનું કહેવાય છે. તપાસ એજન્સી જણાવે છે કે યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલી મિલકતો શંકાસ્પદ વ્યવહારો અને ભંડોળમાં ફસાયેલી છે. તપાસ કેવી રીતે શરૂ થઈ? ED એ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાખલ કરાયેલી બે FIR ના આધારે આ તપાસ શરૂ કરી હતી. આરોપ હતો કે અલ-ફલાહ યુનિવર્સિટીએ NAAC "ગ્રેડ A" માન્યતા અને UGC 12(B) સ્થિતિનો ખોટો દાવો કર્યો હતો. આ દાવાઓ યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રદર્શિત થતા રહ્યા. નોંધનીય છે કે લાલ કિલ્લા વિસ્ફોટ કેસ દરમિયાન અલ ફલાહ યુનિવર્સિટી પણ તપાસ હેઠળ આવી હતી, જેના કારણે આ બાબત પર એજન્સીઓનું ધ્યાન વધુ તીવ્ર બન્યું છે. સ્થાપકની કરાઇ હતી ધરપકડ 18 નવેમ્બરના રોજ, EDએ અલ-ફલાહ ગ્રુપના સ્થાપક ચેરમેન જવાદ અહેમદ સિદ્દીકીની ધરપકડ કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે યુનિવર્સિટીએ માન્યતાની આડમાં આશરે ₹415.10 કરોડની આવક ઉભી કરી હતી. EDની તપાસમાં ઘણા ચોંકાવનારા ખુલાસા પણ થયા હતા. શંકાસ્પદ ભંડોળને શૈક્ષણિક અને સખાવતી માળખામાં સ્તરીકરણ અને એકીકરણ દ્વારા છુપાવવામાં આવ્યું હતું. છેતરપિંડીવાળી જમીન ખરીદી અને સખાવતી ભંડોળનું ડાયવર્ઝન, ફરીદાબાદના દૌજમાં એક હોસ્ટેલ સંકુલ, કેટરિંગ સેવાઓ પણ અન્ય પરિવારની કંપનીને પૂરી પાડવામાં આવી હતી. આ પણ વાંચોઃ Osman Hadiના ભાઇને UKમાં મળી સરકારી નોકરી, બાંગ્લાદેશ હાઇ કમિશનમાં મળ્યુ આ પદ, જાણો 

Read Full Story arrow_forward