Ahmedabad News: સ્પીપા ખાતે 'સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સ-2025'નો સમાપન સમારોહ યોજાયો
ગુજરાત સરકારની સર્વોચ્ચ તાલીમી સંસ્થા, સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા (SPIPA) ખાતે 10 નવેમ્બર 2025થી શરૂ થયેલા 10 સપ્તાહના 'સ્પેશિયલ ફાઉન્ડેશન કોર્સ 2025'નું આજે 16 જાન્યુઆરી 2026ના રોજ ગૌરવપૂર્ણ વાતાવરણમાં સમાપન થયું હતું. આ સમારોહમાં દેશના ભાવિ પ્રશાસકોને નૈતિકતા અને લોકસેવા પ્રત્યે સમર્પિત રહેવાના શપથ સાથે વિદાય આપવામાં આવી હતી.મસૂરી LBSNAA ના ડેપ્યુટી ડાયરેક્ટરની પ્રેરક ઉપસ્થિતિ આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે લાલબહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય પ્રશાસન એકાદમી (LBSNAA), મસૂરીના ડેપ્યુટી ડાયરેક્ટર દીપ કોન્ટ્રાક્ટર (IFS) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે તાલીમાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આ બેચ 'ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને AI'ની પ્રથમ પેઢી છે. તેમણે તાલીમાર્થીઓને 'વિકસિત ભારત'ના લક્ષ્યને સાકાર કરવા અને પ્રશાસનમાં છેવાડાના માનવી પ્રત્યે સમાનુભૂતિ દાખવવા અપીલ કરી હતી. 81 તાલીમાર્થીઓની 10 સપ્તાહની સફર આ પ્રસંગે સ્પીપાના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક (IAS) સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન 81 અધિકારી-તાલીમાર્થીઓની તાલીમ યાત્રા દર્શાવતી એક ભાવવાહી શોર્ટ ફિલ્મ અને સ્પેશિયલ બુકલેટનું વિમોચન કરવામાં આવ્યું હતું. તાલીમ દરમિયાન શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર અધિકારીઓને રમતગમત, ફોટોગ્રાફી, વિલેજ વિઝિટ અને 'ડાયરેક્ટર જનરલ્સ એસેસમેન્ટ' જેવા વિવિધ ક્ષેત્રોમાં પુરસ્કારો આપી સન્માનિત કરાયા હતા. લોહપુરુષના આદર્શોને યાદ કરાયા મુખ્ય અતિથિએ સનદી સેવાના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરી તાલીમાર્થીઓને સત્યનિષ્ઠા, નિષ્પક્ષતા અને નિર્ણાયકતાના ગુણો જાળવવા અરજ કરી હતી. સ્પીપાના સંયુક્ત નિયામક એ. એ. ડોડિયાએ તમામ સ્ટાફ અને તાલીમાર્થીઓનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન સાથે કરવામાં આવ્યું હતું. આ પણ વાંચો - Ahmedabad માં દારૂબંધીના ધજાગરા, પંચવટી બાદ હવે ગોમતીપુરમાં દારૂની મહેફિલના ફોટા વાયરલ
Read Full Story arrow_forward