android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News : સુરેન્દ્રનગરના લીલાપુરમાં પૂર્વ સરપંચના "રાજકુમારે" તાપણામાં દારૂની પોટલી ફેંકતા ભભૂકી આગ, એક બાળકી દાઝી જતા મામલો ગરમાયો
calendar_today January 16, 2026

Surendranagar News : સુરેન્દ્રનગરના લીલાપુરમાં પૂર્વ સરપંચના "રાજકુમારે" તાપણામાં દારૂની પોટલી ફેંકતા ભભૂકી આગ, એક બાળકી દાઝી જતા મામલો ગરમાયો

પૂર્વ સરપંચના દીકરાની કરતૂતથી મચ્યો હોબાળો અને આગમાં 4 વર્ષની નિર્દોષ બાળકીનો આબાદ બચાવ થયો હતો અને ત્યારબાદ 2 પરિવારો વચ્ચે લોહિયાળ જંગ જામ્યો હતો જેમાં મારામારીમાં 2 વ્યક્તિઓ લોહીલુહાણ થયા છે અને એક વ્યકિતની હાલત ગંભીર થઈ છે, પોલીસે ઘટના સ્થળે જઈ તપાસ હાથધરી છે.લખતર તાલુકાના દારૂડિયા બન્યા બેફામ લખતર તાલુકાના લીલાપુર ગામ ખાતે મારામારીનો બનાવ આવ્યો સામે જેમાં સામાન્ય બોલાચાલી ઉગ્ર થતા મારામારી થઈ હતી અને પૂર્વ સરપંચના દીકરાના કારણે આ મારામારી થઈ હોવાની વાત સામે આવી છે, એક જ સમાજના બે લોકો સામસામે આવી જતા આ ધિંગાણું સર્જાયુ હતુ અને ઠંડીમાં તાપણું કરી બેસેલા વ્યક્તિઓની વચ્ચે આવી લીલાપુર ગામના પૂર્વ સરપંચ છેલાભાઈના દીકરાએ દારૂ પીને દારૂની પોટલી આગમાં ફેકતા બબાલ થઈ હતી. પૂર્વ સરપંચના દીકરાની કરતૂતથી મચ્યો હોબાળો સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ફરિયાદ નોંધી છે, પૂર્વ સરપંચના દીકરો ગામમાં અન્ય લોકોને પણ હેરાન કરે છે તેવી વાત સૂત્રો તરફથી સામે આવી છે ત્યારે આ કેસમાં ઈજાગ્રસ્તોને હજી હોસ્પિટલમાંથી સારવાર આપવામાં આવી નથી અને પોલીસ પણ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો તોડી પડાયો, અશાંતધારા મુદ્દે અગાઉ MLAએ લખ્યો હતો પત્ર 

Read Full Story arrow_forward
Rajkot News : ખેડૂતો માટે મોટા સમાચાર, ભાદર-2 ડેમના દરવાજા ખુલશે, રવિ પાકને મળશે જીવનદાન
calendar_today January 16, 2026

Rajkot News : ખેડૂતો માટે મોટા સમાચાર, ભાદર-2 ડેમના દરવાજા ખુલશે, રવિ પાકને મળશે જીવનદાન

ઘેડ પંથકના ખેડૂતો માટે ખેતીના મોરચે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયની પ્રતીક્ષા બાદ તંત્ર દ્વારા આવતીકાલથી ભાદર-2 ડેમમાંથી રવિ સિંચાઈ માટે પાણી છોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના 3 દરવાજા 4 ફૂટ સુધી ખોલીને અંદાજે 1,620 ક્યુસેક પાણી છોડવામાં આવશે. આ નિર્ણયથી ઘેડ પંથકના હજારો ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે, કારણ કે પાણી મળવાથી રવિ સીઝનના મુખ્ય પાકો જેવા કે ચણા, ઘઉં, જીરું અને લસણને મોટો ફાયદો થશે અને ઉત્પાદન વધવાની આશા જાગી છે.રવિ સિંચાઈનો પ્રારંભ સિંચાઈ માટે પાણી છોડવામાં આવનાર હોવાથી વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલાં પણ લેવામાં આવ્યા છે. ભાદર નદીના હેઠવાસમાં આવતા ગામોના લોકોને અને માલધારીઓને નદીના પટમાં ન જવા અથવા પશુઓને ન લઈ જવા કડક સૂચના આપવામાં આવી છે. પાણીના પ્રવાહને જોતા કોઈ જાનહાનિ કે દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર સતર્ક છે. સિંચાઈના આ પાણીથી રવિ પાકના વાવેતરને નવું જીવન મળશે, જે આ વિસ્તારની કૃષિ અર્થવ્યવસ્થા માટે અત્યંત મહત્વનું સાબિત થશે. આ પણ વાંચો : Surat ઓવરબ્રિજ દુર્ઘટનાના CCTV વાયરલ, હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા ત્રણ લોકો...

Read Full Story arrow_forward
Gandhinagar News : આજથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રૂટ શરૂ, 20 થી 25 મિનિટના અંતરે એક મેટ્રો ટ્રેન ઉપડશે
calendar_today January 16, 2026

Gandhinagar News : આજથી મહાત્મા મંદિર સુધી મેટ્રો રૂટ શરૂ, 20 થી 25 મિનિટના અંતરે એક મેટ્રો ટ્રેન ઉપડશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સતત માર્ગદર્શનમાં મેટ્રો રેલની કામગીરી વધુ વેગવંતી બની છે અને હાલ સચિવાલય સુધી દોડવવામાં આવતી મેટ્રો રેલને વધુ પાંચ સ્ટેશન અક્ષરધામ, જુના સચિવાલય, સેક્ટર-16 અને સેક્ટર-24 તથા અંતિમ સ્ટેશન મહાત્મા મંદિર સુધી ટ્રાયલ રન પહેલા શરૂ કરાયો હતો. આ ટ્રાયલ રન પૂર્ણ થયા પછી કમિશનર મેટ્રો રેલ સેફ્ટી – CMRS સમક્ષ જરૂરી મંજૂરીઓ માટે દરખાસ્ત કરવામાં આવી હતી, આ કામગીરી પૂરી થવાથી અમદાવાદ અને ગાંધીનગરના કુલ 68 કિલોમીટરના રૂટ પરના 53 સ્ટેશનોને મેટ્રો રેલ સુવિધા મળશે અને મુસાફરી વધુ સસ્તી આરામદાયક અને પ્રદૂષણમુક્ત બનશે. અમદાવાદ શહેરના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતી લાઈન શરૂ થઈ હતી ગુજરાતના શહેરો હવે ટ્રાફિક નહીં પરંતુ ટ્રાન્ઝિટની નવી ઓળખ સાથે આગળ વધી રહ્યા છે. અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે દોડતી મેટ્રો ટ્રેન હવે માત્ર મુસાફરીનું સાધન નથી, પરંતુ રાજ્યના આધુનિક પરિવહન સ્વપ્નને સાકાર કરતી એક મજબૂત કડી બની છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો નવેમ્બર ૨૦૧૪માં મંજૂર થયો હતો. માર્ચ ૨૦૧૯માં વસ્ત્રાલ ગામથી એપેરલ પાર્ક સુધી ૬.૫ કિમીનો પ્રથમ ભાગ શરૂ થતાં અમદાવાદના નગરજનોને નવી સફરની શરૂઆત મળી. વર્ષ ૨૦૨૨માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૩૨ કિમીની લાઈનનું લોકાર્પણ થતાં મેટ્રો અમદાવાદ શહેરના ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ ભાગને જોડતી લાઈન શરૂ થઈ હતી. આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદમાં મુસ્તુફા માણેકચંદનો ગેરકાયદે બંગલો તોડી પડાયો, અશાંતધારા મુદ્દે અગાઉ MLAએ લખ્યો હતો પત્ર

Read Full Story arrow_forward