android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Prantij:ભાંખરિયાના વિસ્તારની લારીમાં ગેસનો સિલિન્ડર ફાટતાં અફરાતફરી મચી
calendar_today January 14, 2026

Prantij:ભાંખરિયાના વિસ્તારની લારીમાં ગેસનો સિલિન્ડર ફાટતાં અફરાતફરી મચી

પ્રાંતિજ શહેરના ભાંખરિયા વિસ્તારમાં ઉત્તરાયણ પર્વને લઈ ફુગ્ગામાં ગેસ ભરતા એક ફેરિયાની બોટલમાં ધડાકો થયો હતો. આ ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.ભરચક વિસ્તારમાં થયેલા આ ધડાકાના કારણે આસપાસના દુકાનદારો અને ગ્રાહકોમાં નાસભાગ મચી હતી. લોકો ભયભીત થઈ સુરક્ષિત સ્થળો તરફ દોડયા હતા. ગેસ બોટલ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ પ્રાંતિજ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલીક ધટના સ્થળ પર દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર ટીમ દ્વારા વીજતારથી ફૂગ્ગો છૂટો પાડવામાં આવ્યો હતો અને ઘટના સ્થળે કુલ ત્રણ મોટી ગેસ બોટલો હતી જેમાંથી એકમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડે આગ બુઝાવ્યા બાદ, પાલિકાની ટીમે અન્ય બે ભરેલી ગેસ બોટલોને કબજે કરી હતી અને ત્યારબાદ પ્રાંતિજ પાલિકા દ્વારા બજાર વિસ્તારમાંથી ફરી આવી ઘટના ના બને તે માટે ફુગ્ગાઓનું વેચાણ કરતા લારીવાળા તથા પાથરણા વાળાઓને બજારમાંથી દૂર કરવામાં આવ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan:ભગવાન જગન્નાથજીને પરંપરાગત શિયાળાના વસાણાનો ભોગ અર્પણ
calendar_today January 14, 2026

Patan:ભગવાન જગન્નાથજીને પરંપરાગત શિયાળાના વસાણાનો ભોગ અર્પણ

પાટણ શહેરના જગન્નાથજી મંદિરમાં મંગળવારે વહેલી સવારે કડકડતી ઠંડીને ધ્યાનમાં રાખીને ભગવાનના ગર્ભગૃહમાં સગડી પ્રગટાવી શિયાળાની ઋતુ મુજબના વાસાણોનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.પરંપરાગત રીતરિવાજો અનુસાર ભગવાનને ગરમાહટ અને ઋતુસર્જિત આરોગ્યની ભાવના સાથે ભકતો દ્વારા વિશેષ ભોગ અર્પણ કરાયો હતો. ભગવાન જગન્નાથની પરંપરા અને ધાર્મિકતાનું મહત્ત્વ ખૂબ જ અનેરું છે. એમ કહેવાય છે કે ભગવાન જગન્નાથની ઉપાસનામાં ઋતુચક્રને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. જેમ માનવ જીવનમાં ઋતુઓ પ્રમાણે આહાર અને સંભાળ બદલાય છે, તેમ દેવસેવામાં પણ ઋતુ અનુસાર ભોગ, વસ્ત્ર્ર અને સેવાઓ કરવામાં આવે છે. શિયાળામાં સગડી પ્રગટાવવી અને ગરમ વાસાણોનો ભોગ ધરાવવો આ કરૂણાભર્યા ભાવનું પ્રતીક છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Junagadh:જેલ ફરીથી વિવાદમાં બે કેદીઓને માથામાં ઈજા થઈ
calendar_today January 14, 2026

Junagadh:જેલ ફરીથી વિવાદમાં બે કેદીઓને માથામાં ઈજા થઈ

જૂનાગઢ જિલ્લા જેલ ફરીથી વિવાદમાં આવી છે, આજે ફરી આવા જ આક્ષેપ સાથે બે કેદીઓને સિપાઈએ માર મારતા બે કેદીઓને ઈજા થતા તે બનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જૂનાગઢ જિલ્લા જેલમાં બંદીવાન કેદી તરીકે રહેલા સાહિલ રજાક મજગુલ અને જાવીદ જમાલ શેખ બને કેદીઓને માથામાં ઈજા થવાથી સિવિલ હોસ્પિટલના કેદી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં સાહિલનું એવું કહેવું છે કે, તેમના ઘરેથી ચાર દિવસ પહેલા કપડા આવ્યા હતા, તે લેવા માટે ગયેલ ત્યારે જેલમાં ફરજ પરના એક સિપાઈએ તેને દીવાલમાં માથું ભટકાવીને ઈજા કરી હતી.તો બીજા કેદી જાવીદે જણાવ્યું કે, કારણ વગર જેલમાં જેલનો સ્ટાફ તેમની સાથે મારકૂટ કરે છે, અને જેલમાં અંદર વગદાર કેદીઓને જેલમાં તમાકુ, મોબાઇલ સહિતની અનેક સુવિધાઓ પૈસા લઈને પૂરી પાડવામાં આવે છે, અમે ગરીબ છીએ અમારી પાસે પૈસા નથી જેથી અમને સામાન્ય બાબતે હેરાનગતી કરાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward