android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad:ઠગોના 12 બેંક ખાતા સામે 87 કરોડના ફ્રોડની NCCRP પોર્ટલ પર 135 ફરિયાદ
calendar_today January 14, 2026

Ahmedabad:ઠગોના 12 બેંક ખાતા સામે 87 કરોડના ફ્રોડની NCCRP પોર્ટલ પર 135 ફરિયાદ

દેશભરમાં સાયબર ઠગોના 12 બેંક ખાતા સામે 87 કરોડના ફ્રોડની 135 ફરિયાદ નોંધાઈ છે, તે ગેંગના વધુ બે સાગરીતની સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમે ધરપકડ કરી બે મોબાઈલ ફોન અને બે ચેકબૂક જપ્ત કરી છે. પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ સાયબર ઠગ ટોળકીએ રાજકોટના બિઝનેસમેનને ઓનલાઈન શેરબજારમાં રોકાણ સામે સારા નફાની લાલચ આપી 26.66 કરોડનું ફ્રોડ આચર્યું હતું.બિઝનેસમેનને શરૂઆતમાં 500 ડોલરના રોકાણ સામ 43 હજારની રકમ નફા સાથે વિડ્રો કરવા દઈ વિશ્વાસમાં લીધા બાદ છેતર્યા હતા. સાયબર સેન્ટર દ્વારા આ કેસમાં બેંક કર્મચારી સહિત સાતની અગાઉ ધરપકડ કરી હતી હવે ઉનાવાથી વધુ બે આરોપી રાજેશ ઉર્ફ કપિલ અને ધર્મેન્દ્રની ધરપકડ કરાઈ છે. આ સાથે કુલ નવ આરોપીઓને પકડીને ચાર કરોડની રકમ ફ્રીઝ કરી છે. પોલીસે પકડેલા આરોપીઓમાં મહેસાણાના રાજેશ ઉર્ફ કપીલ ચૌધરી અને ધર્મેન્દ્ર રાવલનો સમાવેશ થાય છે. રાજેશએ દ્વારકેશ ટ્રેડિંગના નામે ખોલાવેલી પોતાની પેઢીનું બેંક ખાતું આરોપીઓને ફ્રોડના નાણાં જમા કરાવવા આપ્યું જેમાં રૂ.1,27,78,153ની રકમ ફ્રોડની જમા થઈ, જે નાણાં વિડ્રો કરવામાં પણ આરોપીની ભૂમિકા હતી. આ જ રીતે ધર્મેન્દ્રએ એસ.એસ.એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર તરીકે પેઢી ખોલી તેનું બેંક ખાતું આરોપીઓને કમિશન લઈ ફ્રોડના નાણાં જમા કરાવવા આપ્યું હતું. આ બેંક ખાતામાં 63,41,169ની રકમ જમા થયાની વિગતો મળી છે. આમ, બંને આરોપીઓ કમિશન લઈ બેંક ખાતામાં જમા થતા ફ્રોડના નાણાં વિડ્રો કરી સાયબર ઠગો સુધી પહોંચાડતા હતા. રાજકોટના બિઝનેસમેનને આરોપીઓએ વોટસએપ માધ્યમથી કોન્ટેક કરી શેરમાં રોકાણ માટે સેવા પ્રદાન કરતી કંપની FINALTO કંપનીના બોગસ વેબ પેજની લિંક મોકલી રજિસ્ટ્રેશન કરાવ્યું તેમજ જૂદા જૂદા બેંક ખાતાની વિગતો રોકાણ માટે મોકલી હતી. બિઝનેસમેનને શરૂઆતમાં 500 ડોલરના રોકાણ સામે 101 ડોલરનો નફો બતાવી 43 હજાર વિડ્રો કરવા દઈ વિશ્વાસમાં લીધા હતા. તે પછી અંદાજિત 27 કરોડથી વધુની રકમ જમા કરાવી ફ્રોડ આચર્યું હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad:ગુજરાતના 1 લાખ જેટલા ખેડૂતોને ટેકાના ભાવે વેચેલી મગફળીના નાણાં મળ્યા નથી
calendar_today January 14, 2026

Ahmedabad:ગુજરાતના 1 લાખ જેટલા ખેડૂતોને ટેકાના ભાવે વેચેલી મગફળીના નાણાં મળ્યા નથી

ગુજરાતના ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચી છે પરંતુ એકથી દોઢ મહિનો થવા આવ્યો તેમ છતાં એક લાખ જેટલા ખેડૂતોને નાણાં મળ્યા નથી, રાજ્ય સરકારના કૃષિ મંત્રી જિતુ વાઘાણીએ જાહેરાત કરી હતી કે, ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે તેના સાતમા દિવસે મગફળીના નાણાં ખેડૂતોના ખાતામાં જમા થઈ જશે, પરંતુ ખેડૂતોને હજુ નાણાં મળ્યા નથી, આ સંદર્ભે રાજ્યના કૃષિમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે, સાથે જ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો સાત દિવસમાં ખેડૂતોને નાણાં નહિ મળે તો લડત લડવામાં આવશે.ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં સરકાર ખેડૂતો સાથે રમત રમી રહી હોવાના આક્ષેપ કરાયા છે, ટેકાના ભાવે પ્રતિ ખેડૂત 200 મણ મગફળી ખરીદી કરવામાં આવતી હતી, તેને રાજ્ય સરકારે 125 મણ કરી દીધી છે, ખેડૂતો ટેકાના ભાવે મગફળી આપશે તેના સાતમા દિવસે મગફળીના નાણાં ખેડૂતના ખાતામાં જમા થઈ જશે તેવો વાયદો કરાયો હતો પરંતુ અત્યારે રાજ્યના એક લાખ કરતા વધારે ખેડૂતોને દોઢેક મહિના પછીયે નાણાં મળ્યા નથી. ખેડૂતો ટેકાના કેન્દ્ર પર પાંચ પાંચ વખત આંટા મારી આવ્યા છે, બેંકમાં ધક્કા ખાઈને થાકી ગયા છે તેમ છતાં એવા જવાબ મળે છે કે, ઉપરથી નાણાં જમા થાય ત્યારે તમારા ખાતામાં આવી જશે. કિસાન કોંગ્રેસે દાવો કર્યો છે કે, તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, નાફેડનું પોર્ટલ કામ કરતું નથી એટલે મોડું થાય છે. સાત દિવસમાં ખેડૂતના ખાતામાં નાણાં જમા થાય તેની જવાબદારી સરકારની છે, પોર્ટલ કામ કરતું નથી તેનાથી ખેડૂતોને કોઈ લેવાદેવા નથી, સરકારના કૃષિમંત્રી સાત દિવસમાં નાણાં આપવાની વાત કરે ત્યારે દોઢ મહિને પણ નાણાં મળ્યા નથી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad:રહેણાંક-વ્યાપારી હેતુના 11 પ્લોટના વેચાણથી 916 કરોડ એકત્રિત થયા
calendar_today January 14, 2026

Ahmedabad:રહેણાંક-વ્યાપારી હેતુના 11 પ્લોટના વેચાણથી 916 કરોડ એકત્રિત થયા

શહેરના જુદા જુદા વિસ્તારોમાં રેસીડેન્શિયલ અને કોમર્શિયલ હેતુ ધરાવતા 11 પ્લોટની હરાજીથી વેચાણ કરવાને પરિણામે AMCને રૂ. 916 કરોડ, 32 લાખની આવક થઈ છે. AMCના એસ્ટેટ વિભાગ દ્વારા તા. 6 ડિસેમ્બર, 2025ના રોજ 15 પ્લોટ ઈ- ઓક્શનથી વેચાણ કરવા માટે ટેન્ડર જારી કરીને ઓફર મંગાવાઈ હતી અને તે પૈકી તા.12 જાન્યુઆરી, 2026 સુધીમાં 11 પ્લોટનું વેચાણ કરાયું છે.AMC દ્વારા 15 પ્લોટના વેચાણ મારફતે રૂ. 811 કરોડ, 87 લાખની આવક થવાની ધારણા રાખવામાં આવી હતી અને તેની સરખામણીએ રૂ. 916 કરોડ, 32 લાખની આવક થવાને પરિણામે AMCને રૂ. 104 કરોડ, 45 લાખની વધુ આવક થઈ છે. ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા હરાજી કરાયેલા પ્લોટો પૈકી બોડકદેવના પ્લોટની સૌથી વધુ ચો.મી. દીઠ રૂ. 2,80,000ની અપસેટ વેલ્યુની સરખામણીએ રૂ. 3,10,000નો ભાવ આવ્યો છે. સરખેજ- મકરબા- ઓકાફના પ્લોટ માટે ચો.મી. દીઠ રૂ. 1,10,000ની અપસેટ વેલ્યૂની તુલનાએ રૂ. 2,18,000ની બોલી બોલાઈ છે. આમ, સરખેજ- મકરબા-ઓકાફના પ્લોટ માટે બમણો ભાવવધારો મળ્યો છે. AMC દ્વારા સમયાંતરે જુદા જુદા વિસ્તારોમાં પ્લોટોના વેચાણ મારફતે પ્રાપ્ત થતી આવકનો શહેરીજનોને પાણી, ડ્રેનેજ , સ્ટ્રોમ વોટર ડ્રેનેજ, રસ્તા, ફ્લાયઓવર, ગાર્ડન, જાહેર પરિવહન સહિતની સુવિધાઓ પૂરી પાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward