android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad માં ગાઢ ધુમ્મસથી હવાઈ સેવા ખોરવાઈ, 30 ફ્લાઇટ પર અસર, મુસાફરોને હાલાકી
calendar_today January 13, 2026

Ahmedabad માં ગાઢ ધુમ્મસથી હવાઈ સેવા ખોરવાઈ, 30 ફ્લાઇટ પર અસર, મુસાફરોને હાલાકી

અમદાવાદ શહેરમાં વહેલી સવારથી છવાયેલા ગાઢ ધુમ્મસના કારણે અમદાવાદ એરપોર્ટ પર હવાઈ સેવાઓ પર વ્યાપક અસર જોવા મળી છે. ધુમ્મસને કારણે અમદાવાદ આવતી-જતી અંદાજે 30 જેટલી ફ્લાઇટ પર અસર પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.હિમવર્ષાના કારણે બહારથી આવતી કેટલીક ફ્લાઇટ રદ્દ કરવાની ફરજ પડી ઉત્તર ભારતના વિસ્તારોમાં થયેલી હિમવર્ષાના કારણે બહારથી આવતી કેટલીક ફ્લાઇટ રદ્દ કરવાની ફરજ પડી છે. ખાસ કરીને દિલ્હી, શિમલા અને શ્રીનગરથી અમદાવાદ આવતી ફ્લાઇટ રદ્દ કરવામાં આવી હોવાનું એરપોર્ટ સત્તાવાળાઓએ જણાવ્યું છે. અનેક ફ્લાઇટ્સે 2થી 5 કલાક સુધી મોડેથી ઉડાન ભરી આ ઉપરાંત પટના, જયપુર સહિતના શહેરોથી આવતી અને જતી અનેક ફ્લાઇટ્સે 2થી 5 કલાક સુધી મોડેથી ઉડાન ભરી હતી. મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ફ્લાઇટ રદ્દ થવાથી તેમજ લાંબા વિલંબના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ફ્લાઇટસ રદ અને વિલંબ થતાં એરપોર્ટ પર મુસાફરોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ધુમ્મસની સ્થિતિ યથાવત રહી શકે  હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી કેટલાક દિવસો સુધી ધુમ્મસની સ્થિતિ યથાવત રહી શકે છે, જેના કારણે હવાઈ સેવા પર અસર ચાલુ રહેવાની શક્યતા છે. આ પણ વાંચો-----    Gujarat Weather: રાજ્યમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા, નલિયા બન્યું સૌથી ઠંડું સ્થળ

Read Full Story arrow_forward
Ankleshwar નજીક સ્ક્રેપના બે ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ
calendar_today January 13, 2026

Ankleshwar નજીક સ્ક્રેપના બે ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવા પ્રયાસ

અંકલેશ્વર શહેર નજીક આવેલા નોબેલ માર્કેટ વિસ્તારમાં સ્ક્રેપના બે ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી ગઈ હતી. ડમ્પીંગ સાઈટમાં લાગેલી આગ ફેલાઈને સ્ક્રેપના ગોડાઉન સુધી પહોંચી પ્રાથમિક માહિતી મુજબ નજીકની ડમ્પીંગ સાઈટમાં લાગેલી આગ ફેલાઈને સ્ક્રેપના ગોડાઉન સુધી પહોંચી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગોડાઉનમાં જ્વલનશીલ સામગ્રી હોવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગની અનેક ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ આગની જાણ થતાં જ ફાયર વિભાગની અનેક ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. લાંબા સમય સુધી આગ અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા રહ્યા હતા.  કોઈ જાનહાની થયાની જાણ નથી ઘટનામાં કોઈ જાનહાની થયાની જાણ નથી, પરંતુ ભારે પ્રમાણમાં માલસામાનને નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે. ફાયર વિભાગ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસ દ્વારા પણ ઘટનાસ્થળે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. આ પણ વાંચો----   Gujarat Weather: રાજ્યમાં ઠંડીથી લોકો ધ્રુજી ઉઠ્યા, નલિયા બન્યું સૌથી ઠંડું સ્થળ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતા શહેરીજનો ઠુઠવાયા,  નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર બન્યુ
calendar_today January 13, 2026

Gujarat Latest News Live : ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધતા શહેરીજનો ઠુઠવાયા, નલિયા 6 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર બન્યુ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 13 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward