android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda: ભાઈકાકા યુનિ. : એનિમિયામુક્ત ભારત કાર્યક્રમની શરૂઆત થઈ
calendar_today January 12, 2026

Kheda: ભાઈકાકા યુનિ. : એનિમિયામુક્ત ભારત કાર્યક્રમની શરૂઆત થઈ

ભાઈકાકા યુનિવર્સિટીના પ્રમુખસ્વામી મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા આણંદ જીલ્લામાં, જીલ્લા સરકારી અધિકારીઓના સહયોગથી કિશોરીઓ માટે શાળા આધારિત એનિમિયા નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે.કોમ્યુનિટી મેડિસિન વિભાગના વડા ડો. મનિષા ગોહેલે જણાવ્યું કે, એનિમિયા મુક્ત ભારત માર્ગદર્શિકાના આધારે સરકાર સાથે રહીને છ મહિનાના હસ્તક્ષેપ પ્રોજેક્ટ દ્વારા ઉદ્દેશ શાળા આધારિત પ્રવૃત્તિઓ દ્વારા કિશોરીઓમાં એનિમિયાની સારવાર અને નિયંત્રણ કરવાનો છે. જેને લીધે કિશોરીમાં એનિમિયાનું પ્રમાણ ઘટે અને સ્વસ્થ જીવન જીવી શકે. આ કાર્યક્રમનું ઉદઘાટન પેટલાદ ખાતેની શાળામાં કોમ્યુનિટી મેડિસિન ઈન એક્સલન્સના પ્રોફેસર અને નવી દિલ્હી નેશનલ એકેડેમી ઓફ્ મેડિકલ સાયન્સના એમિરટસ પ્રોફેસર ડો. સુનિલા ગર્ગના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના પ્રિન્સિપાલ, કિશોરીઓએ તથા સરકારી અધિકારીઓએ ભાગ લીધો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: નાવલી-દહેમી રોડે દારૂ કટિંગ ઉપર SMC ત્રાટકતાં દોડધામ
calendar_today January 12, 2026

Anand: નાવલી-દહેમી રોડે દારૂ કટિંગ ઉપર SMC ત્રાટકતાં દોડધામ

સ્ટેટ મોનીટરીંગ સેલ પોલીસે નાવલી-દહેમી રોડ ઉપર આવેલી એક તમાકુની ખરીમાં છાપો મારીને વિદેશી દારૂના કટીંગને ઝડપી પાડયું હતું.પોલીસે 350 પેટી વિદેશી દારૂ, કન્ટેનર, બે ફોર વ્હીલર, છોટા હાથી, બે એક્ટીવા સહિત રૂપિયા કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને સાત શખ્સોને ઝડપી પાડીને આ અંગે આણંદ રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ એસએમસીને માહિતી મળી હતી કે, હાડગુડનો કુખ્યાત વિદેશી દારૂનો બુટલેગર અને તડીપાર કરાયેલો બહાદુરસિંહ રાઠોડ ફરી એકવાર આણંદ પંથકમાં સક્રિય થયો છે અને એક કન્ટેનરમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો મંગાવીને તેને નાવલી-દહેમી રોડ ઉપર આવેલા મુન્નાભાઈ પટેલની તમાકુની ખરીમાં કટીંગ કરી રહ્યો છે. જેના આધારે પોલીસે છાપો મારતાં સ્થળ પરથી એક કન્ટેનરમાં પ્લાસ્ટીકના રોલની આડમાં લવાયેલી વિદેશી દારૂની પેટીઓ, ફોર વ્હીલર, છોટા હાથી જેવા વાહનોમાં મુકતા કુલ સાતેક જેટલા શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા. જોકે બહાદુરસિંહ રાઠોડ ફરાર થઈ જવામાં સફળ રહ્યો હતો. પોલીસે વાહનોમાં તપાસ કરતાં અંદરથી અંદાજે 350 પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાહનો સાથે કુલ એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે. નાવલી-દહેમી રોડ ઉપરથી વિદેશી દારૂનું મોટું કટીંગ પકડાતાં જ પોલીસ બેડામાં પણ હલચલ મચી જવા પામી છે. આણંદ રૂરલ પોલીસે બહાદુરસિંહ રાઠોડની વિદેશી દારૂની વધતી હેરાફેરી, સંગ્રહ અને વેચાણની પ્રવૃત્તિને લઈને તેના વિરૂદ્ધ તડીપારની દરખાસ્ત કરીને એસડીએમને મોકલી આપવામાં આવી હતી અને એસડીએમે તેને આણંદ, ખેડા સહિત પાંચ જીલ્લામાંથી તડીપાર કર્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: CVM યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ યોજાયો
calendar_today January 12, 2026

Anand: CVM યુનિવર્સિટીનો તૃતીય પદવીદાન સમારોહ યોજાયો

વલ્લભ વિદ્યાનગરના સીવીએમ શાસ્ત્રી મેદાન ખાતે શનિવારના મોડી સાંજે યોજાયેલા સીવીએમ યુનિવર્સિટીના તૃતિય પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ભીખુભાઇ પટેલ અને સી.ઝેડ પટેલ કોલેજ ઓફ બિઝનેશ એન્ડ મેનેજમેન્ટના ચીફ પેટ્રન સી ઝેડ પટેલે હાજરી આપી હતી.પદવીદાન સમારોહમાં વિવિધ વિદ્યાશાખાઓના કુલ 2788 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં 1978 યુવકો અને 810 યુનતીઓનો સમાવેશ થાય છે. તેમજ તે પૈકી 2178 વિદ્યાર્થીઓએ સ્નાતક અને 547 વિદ્યાર્થીઓએ અનુસ્નાતક તેમજ 63 સંશોધકોને પી.એચ.ડીની પદવી એનાયત કરવામાં આવી હતી. 43 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા હતા. જેમાં 8 ફેકલ્ટી ગોલ્ડ મેડલ પૈકી 6 મેડલ વિદ્યાર્થિનીઓએ હાંસલ કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward