android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda: સેવાલિયામાં પોલીસના સબ સલામતના દાવા ઊંધા માથે, પેટ્રોલિંગ કાગળ ઉપર
calendar_today January 12, 2026

Kheda: સેવાલિયામાં પોલીસના સબ સલામતના દાવા ઊંધા માથે, પેટ્રોલિંગ કાગળ ઉપર

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના સેવાલિયા ગામે લૂંટની એક સનસનીખેજ ઘટના સામે આવી છે જેમાં ચાર અજાણ્યા લૂંટારુઓએ એક વૃદ્ધાના ઘરમાં ઘૂસીને રોકડ રકમ તેમજ સોનાની વીંટી સહીત આશરે 65 હજારની મત્તાની લૂંટ કરીને ફરાર થઇ જતા સેવાલિયા પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.ગળતેશ્વર તાલુકાના સેવાલિયા વિસ્તારમાં આવેલી એસીસી કંપનીના એમડી બંગલોમાં રહેતા એક 76 વર્ષીય વૃદ્ધા ભારતીબેન અમીન માટે ગત 10મી તારીખની રાત કાળરાત્રિ સાબિત થઈ હતી. ભારતીબેન આ બંગલામાં એકલા રહે છે, કારણ કે તેમના પતિનું વર્ષો પહેલા અવસાન થયું છે અને તેમના બંને પુત્રો મુંબઈ તથા વડોદરા સ્થાયી થયેલા છે. સુરક્ષા માટે તેમણે વોચમેન પણ રાખ્યો હતો તેમ છતાં રાત્રિના અગિયાર વાગ્યાના સુમારે ચાર અજાણ્યા લૂંટારુઓ ડાઈનિંગ રૂમની બારીની મચ્છરદાની તોડીને અંદર ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓએ વૃદ્ધાને જગાડીને તુરંત તેમનું મોઢું દબાવી દીધું હતું અને બૂમો ન પાડવા માટે ધમકી આપી હતી. લૂંટારુઓએ વૃદ્ધાના હાથ-પગ દુપટ્ટાથી બાંધી દઈ તેમને પલંગ પર જ બંધક બનાવી લીધા હતા. લૂંટારુઓએ ઘરમાં કિંમતી સામાન ક્યાં છે તેની પૂછપરછ શરૂ કરી અને ઘરનો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. જ્યારે વૃદ્ધાએ ડરના માર્યા કબાટની ચાવી આપી ત્યારે લૂંટારુઓએ ડ્રોવરમાં રાખેલા ઘરખર્ચના 15 હજાર રૂપિયા રોકડા પડાવી લીધા હતા. આટલેથી ન અટકતા એક લૂંટારુની નજર વૃદ્ધાની આંગળી પર પહેરેલી 4 ગ્રામ સોનાની વીંટી પર પડી હતી જે પણ તેમણે પરાણે કઢાવી લીધી હતી. લૂંટની આ આખી ઘટનામાં ચોંકાવનારી વાત એ છે કે ચારેય લૂંટારુઓ ગુજરાતી ભાષામાં વાત કરી રહ્યા હતા, જેમાંથી એકે મંકી કેપ અને બાકીના ત્રણે ગરમ ટોપી પહેરી હતી. તેમની વાતચીત અને કામ કરવાની પદ્ધતિ પરથી શંકા છે કે આમાં કોઈ ચોક્કસ જાણભેદુ વ્યક્તિ સામેલ હોઈ શકે છે જેને વૃદ્ધાની એકલતા અને ઘરની આંતરિક વિગતોની ખબર હતી. લૂંટ ચલાવ્યા બાદ લૂંટારુઓએ જતાં-જતાં વૃદ્ધાના હાથના બંધન ખોલી નાખ્યા હતા અને તેમને રૂમની બહાર ન નીકળવાની તાકીદ કરીને અંધારામાં ફરાર થઈ ગયા હતા. સવાર પડતા જ જ્યારે ભારતીબેને વોચમેનને બોલાવી સમગ્ર આપવીતી જણાવી તપાસ કરતા 15 હજાર રોકડા તેમજ 50 હજારની સોનાની વીંટી મળીને કુલ રૂ 65000/- ની મત્તાની લૂંટ થવા પામી હતી. આ ઘટનાની જાણ સેવાલિયા પોલીસને થતા તે ઘટના સ્થળે પહોંચી હતી અને વૃદ્ધાની ફરિયાદના આધારે ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ લૂંટનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand: કૃષિ યુનિ.ના વિવાદિત VCની વિદાયના ભણકારા
calendar_today January 12, 2026

Anand: કૃષિ યુનિ.ના વિવાદિત VCની વિદાયના ભણકારા

આણંદ કૃષિ યુનિવર્સિટીના વર્તમાન વિવાદિત કુલપતિ ડૉ. કે બી કથિરીયાનો કાર્યકાળ સૌથી વધુ વિવાદમાં રહ્યો છે.જેમાં તેલ કાંડ, યુનિ કેમ્પસના હનુમાનજી મંદિર, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ, સોલાર પેનલ સિસ્ટમ અને મળવાપાત્ર ન હોવા છતા પણ પગાર ભથ્થામાં મોંઘવારી ભથ્થુ મેળવી લેવા સહિતના અનેક મુદ્દે સમાયંતરે કુલપતિ એક યા અન્ય કારણોસર સતત વિવાદમાં રહ્યા છે. જેમાં સૌથી વધુ ઉસેડી લીધેલી રકમની વસુલાત માટે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આદેશ કરાયો હતો. તેમજ સિક્યોરીટીનો મુદ્દો વિજીલન્સ સુધી પહોંચ્યો હતો. ત્યારે વિવાદીત કુલપતિની કૃષિ યુનિવર્સિટીમાંથી વિદાય નિશ્ચિત બની છે. તેઓનો 3 માર્ચના રોજ કાર્યકાળ પુર્ણ થતો હોય નવા કુલપતિની પસંદગી માટે સર્ચ કમિટીની નિયુક્તિ કરવા માટે રજીસ્ટ્રારે રાજ્ય સરકારમાં પત્ર લખ્યો હોવાનું જાણવા મળ્યુ છે. જો કે કે.બી.કથિરીયાના કાર્યકાળમાં થયેલા અનેક વિવાદો તેઓની વિદાય બાદ અનેક પોપડા ઉખડે તો નવાઇ નહી. તેઓ વિવાદોથી ધેરાયેલા હોય કુલપતિ પદે રિપીટ થવાની કે પુનઃ નિયુક્તિ થવાની કોઇ શક્યતાઓ રહેલી ન હોય તેઓની વિદાયને લઇને યુનિવર્સિટીમાં અનેક ચર્ચાઓ અને અટકળો વહેતી થઇ છે. મધ્ય ગુજરાતની કૃષિ ક્ષેત્રની અગ્રણી ગણાતી કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિની શોધખોળ માટે અને વર્તમાન કુલપતિના વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થયું છે. ડૉ.કથિરીયા જ્યારથી યુનિવર્સિટીમાં મોભાદાર કુલપતિ પદે સત્તારૂઢ થયા ત્યારથી અનેક વિવાદોના કારણે ચર્ચામાં રહ્યા છે. જેમાં પોતાના માનિતાએ કોઇપણ પ્રકારની પરવાનગી લીધા વિના યુનિવર્સિટી કેમ્પસમાં તેલ વેચવાનો મુદ્દો ભારે ચર્ચામાં આવ્યો હતો. તે મુદ્દે ફુડ વિભાગે પણ તપાસ હાથ ધરી હતી. બાદ યુનિમાં પ્રથમ વખત ત્રણ વર્ષ માટે 13 કરોડ ઉપરાંતની રકમનો સિક્યોરીટી કોન્ટ્રાક્ટ માનિતી એજન્સીને આપવામાં આવતા મામલો ગરમાયો હતો. અને લાયકાત ધરાવતી એજન્સીને કામ ન મળતા તેઓએ છેક ગાંધીનગર સુધી રજુઆત કરી હતી. બાદ સૌથી વધુ વિવાદ કુલપતિએ મળવા પાત્ર ન હોવા છતા જંગી રકમ મેળવી લેવાના મામલે કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગે વસુલાતનો પણ આદેશ કર્યો હતો. કૃષિ યુનિવર્સિટીમાં 31 ઓગષ્ટ 2019 ના રોજ સંશોધન નિયામક વર્ગ 1 ની જગ્યા ઉપરથી વય નિવૃત્ત થયેલા ડૉ. કે.બી.કથિરીયાને કુલપતિ પદે માનદ વેતનથી નિમવામાં આવેલા 3 માર્ચ 2021થી જુલાઇ 2025 પેઇડ ઇન ઓગસ્ટ 2025 સુધી માસિક 2.10 લાખ અને તેના ઉપર સમાયંતરે જાહેર કરેલ મોંઘવારી ભથ્થુ સ્પેશ્યલ એલાઉન્સ અને પેન્શનની રકમ ઉસેડી લીધી હતી. જો કે વસુલાતના આદેશ બાદ સમગ્ર મામલે કાર્યકાળ પુર્ણ થવાના સમય સુધી વસુલાત વિના જ ટર્મ પુર્ણ થાય તે દિશામાં તખ્તો ગોઠવાયો હોવાની ચર્ચાઓ જાગી છે. જેને લઇને સરકારી તિજોરીને નુકશાન થવાની ભીંતી સેવાઇ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
West Bengalમાં નિપાહ વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા, કેન્દ્ર સરકારે સંભાળ્યો મોરચો
calendar_today January 12, 2026

West Bengalમાં નિપાહ વાયરસના 2 શંકાસ્પદ કેસ સામે આવ્યા, કેન્દ્ર સરકારે સંભાળ્યો મોરચો

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેના કારણે મોટી ચિંતા ફેલાઈ છે. 11 જાન્યુઆરીએ AIIMS કલ્યાણી લેબમાં આ શંકાસ્પદ કેસોની પુષ્ટિ થઈ છે. નિપાહ વાયરસની ગંભીરતાને જોતા કેન્દ્ર સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે.શક્ય તમામ સહાયની ખાતરી આપી કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જગત પ્રકાશ નડ્ડાએ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીને પત્ર લખીને ફોન પર વાત કરી છે અને તેમને શક્ય તમામ સહાયની ખાતરી આપી છે. આરોગ્ય મંત્રાલયના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર રાજ્યને ટેકનિકલ, લોજિસ્ટિકલ અને વહીવટી સહાય પૂરી પાડી રહી છે. પરીક્ષણ, દેખરેખ, સારવાર, ચેપ નિવારણ અને નિયંત્રણ માટે તમામ જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. કેન્દ્રએ બંગાળમાં નિષ્ણાતોની એક ટીમ મોકલી કેન્દ્રએ બંગાળમાં એક રાષ્ટ્રીય સંયુક્ત ફાટી નીકળવાની પ્રતિક્રિયા ટીમ મોકલી છે. આ ટીમમાં AIH&PH, કોલકાતા, NIV, પુણે, NIE, ચેન્નાઈ, AIIMS કલ્યાણી અને વન્યજીવન વિભાગ (પર્યાવરણ મંત્રાલય)ના નિષ્ણાતોનો સમાવેશ થાય છે. આ નિષ્ણાતો તપાસ કરશે કે શું વાયરસ પ્રાણીઓથી માણસોમાં ફેલાઈ રહ્યો છે. દિલ્હીમાં NCDCનું જાહેર આરોગ્ય ઈમરજન્સી કામગીરી કેન્દ્ર સક્રિય કરવામાં આવ્યું છે. ચેપ નિવારણ પગલાં અમલમાં મૂકવા અંગે સલાહ રાજ્ય સરકારને સંપર્ક ટ્રેસિંગ અને ચેપ નિવારણ પગલાંનો કડક અમલ કરવાની સલાહ આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલય સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને રાજ્ય સરકાર સાથે નજીકથી કામ કરી રહ્યું છે. નિપાહ વાયરસ અંગે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા રાજ્યના IDSP યુનિટને મોકલવામાં આવી છે. પરિસ્થિતિની સંપૂર્ણ સમીક્ષા શંકાસ્પદ કેસોની માહિતી મળતાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સચિવે પશ્ચિમ બંગાળ સરકારના મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. પરિસ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કરવામાં આવી હતી. ત્વરિત અને સંકલિત કાર્યવાહી, ચેપનો ફેલાવો અટકાવવા અને રાષ્ટ્રીય સંયુક્ત ફાટી નીકળવાની પ્રતિક્રિયા ટીમ તૈનાત કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. 11 જાન્યુઆરીના રોજ 2 શંકાસ્પદ કેસ નોંધાયા હતા 11 જાન્યુઆરી, 2026ના રોજ પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા. આ કેસ ICMR AIIMS કલ્યાણી ખાતે VRDL લેબમાં ઓળખાયા હતા. ઉત્તર 24 પરગણા જિલ્લાના બારાસતની એક ખાનગી હોસ્પિટલના બે પુરુષ નર્સોનો નિપાહ વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ચેપગ્રસ્ત વ્યક્તિઓ અન્ય રાજ્યોમાં મુસાફરી કરી હોવાનો કોઈ રેકોર્ડ નથી. જોકે, એવું જાણવા મળ્યું છે કે તેઓ બર્દવાન ગયા હતા. રાજ્ય સરકારના જણાવ્યા મુજબ સંપર્ક ટ્રેસિંગ હવે શરૂ કરવામાં આવ્યું છે. બંને ચેપગ્રસ્ત વ્યક્તિઓની સારવાર ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે જ્યાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. આ પણ વાંચો: Delhi : યમુના નદી પર દોડશે ક્રૂઝ, શું હશે ખાસ?

Read Full Story arrow_forward