Ahmedabad: એરપોર્ટ પર પરથી બેંગકોક જતા બે મુસાફરો પાસેથી 43 લાખની વિદેશી ચલણી નોટો ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે વિદેશી ચલણની દાણચોરી અટકાવવા માટે મોટી કાર્યવાહી કરી છે. અમદાવાદથી બેંગકોક જવાની તૈયારી કરી રહેલા બે મુસાફરોની શંકાસ્પદ હિલચાલને આધારે તપાસ કરતા તેમની પાસેથી અલગ-અલગ દેશોની ચલણી નોટો મળી આવી હતી. કસ્ટમ વિભાગે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વિવિધ દેશોનું ચલણ જપ્ત કરાયુંકસ્ટમ વિભાગની તપાસ દરમિયાન મુસાફરો પાસેથી કોઈ એક નહીં પરંતુ વિવિધ દેશોની ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. જપ્ત કરાયેલા કુલ વિદેશી ચલણની ભારતીય બજારમાં કિંમત અંદાજે ₹43 લાખ જેટલી થાય છે. જેમાં મુખ્યત્વે નીચે મુજબની કરન્સીનો સમાવેશ થાય છે,બ્રિટિશ પાઉન્ડ,ઓસ્ટ્રેલિયન ડોલર, યુરો.બેંગકોક જતી વખતે પકડાયાપ્રાપ્ત વિગતો મુજબ, આ બંને મુસાફરો અમદાવાદથી બેંગકોક જવાની ફ્લાઈટ પકડવાના હતા. એરપોર્ટ પર સિક્યુરિટી અને કસ્ટમ ક્લિયરન્સ દરમિયાન તેમની પાસે રહેલા સામાન અથવા શરીરમાં છુપાવેલું આ વિદેશી ચલણ પકડાઈ ગયું હતું. આટલી મોટી માત્રામાં વિદેશી ચલણ લઈ જવા માટેના જરૂરી દસ્તાવેજો કે મંજૂરી મુસાફરો પાસે નહોતી.આ પણ વાંચો:એરપોર્ટ પર 'સ્માર્ટ' તસ્કરી નિષ્ફળ મલેશિયાથી આવેલા મુસાફરના જીન્સમાંથી 44 લાખનું સોનું ઝડપાયું
Read Full Story arrow_forward