android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Pax Silica : દુનિયાના સૌથી તાકાતવર ગ્રુપનો ભાગ બનશે ભારત, જાણો શું છે પેક્સ સિલિકા?
calendar_today January 12, 2026

Pax Silica : દુનિયાના સૌથી તાકાતવર ગ્રુપનો ભાગ બનશે ભારત, જાણો શું છે પેક્સ સિલિકા?

અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધોમાં એક નવો અને ખુબ જ મહત્વપૂર્ણ અધ્યાય જોડાવવા જઈ રહ્યો છે. યુનાઈટેડ સ્ટેટ્સે ભારતને તેની સૌથી મહત્વાકાંક્ષી વ્યૂહાત્મક પહેલ 'પેક્સ સિલિકા'માં જોડાવા માટે આમંત્રણ આપવાનો નિર્ણય લીધો છે. નવા યુએસ રાજદૂત, સર્જિયો ગોરે સોમવારે પુષ્ટિ કરી કે ભારતને આ જૂથમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવશે.શું છે પેક્સ સિલિકા? સૌથી પહેલા સમજો કે "પેક્સ સિલિકા" શું છે. તે મૂળભૂત રીતે ભવિષ્યની "ટેકનોલોજી લાઈફલાઈન" ને સુરક્ષિત કરવા માટેનો એક અમેરિકન માસ્ટરપ્લાન છે. આજની દુનિયા સિલિકોન ચિપ્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) અને અત્યાધુનિક ઉત્પાદન પર આધાર રાખે છે. પેક્સ સિલિકાનું મિશન આ ટેકનોલોજીઓ સાથે સંકળાયેલ વૈશ્વિક સપ્લાય ચેઈનને સુરક્ષિત અને મજબૂત બનાવવાનું છે. આ પહેલ ફક્ત ફિનિશ્ડ ગેજેટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરતી નથી; તે સમગ્ર ચેઈનને આવરી લેશે, મહત્વપૂર્ણ ખનિજોથી લઈને હાઈ-ટેક AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધી. તેનો ધ્યેય એ સુનિશ્ચિત કરવાનો છે કે વિશ્વસનીય રાષ્ટ્રો ભવિષ્યની ટેકનોલોજીકલ સંકટ અને બ્લેકમેઈલિંગથી પોતાને બચાવવા માટે સાથે મળીને કામ કરે. ઘણા મોટા દેશો આ જૂથનો છે ભાગ તમને જણાવી દઈએ કે પેક્સ સિલિકા કોઈ સામાન્ય જૂથ નથી. તેની પ્રથમ સમિટમાં જાપાન, દક્ષિણ કોરિયા, નેધરલેન્ડ, સિંગાપોર, યુકે, ઈઝરાયલ, યુએઈ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોનો સમાવેશ થતો હતો. તાઈવાન અને યુરોપિયન યુનિયન પણ તેમાં ભાગ લેતા હતા. આ એવા દેશો છે જેમની પાસે વિશ્વની કેટલીક સૌથી અદ્યતન સેમિકન્ડક્ટર અને AI ટેકનોલોજી છે. આ જૂથમાં ભારતનો સમાવેશ મહત્વપૂર્ણ છે કારણ કે તે પહેલાથી જ વિશ્વની ઘણી મોટી ટેક કંપનીઓ અને રોકાણકારોનું આયોજન કરે છે. આ જૂથનો ભાગ બનવાનો અર્થ એ છે કે ભારત હવે વૈશ્વિક ટેકનોલોજી નીતિઓ, બજાર નિયમો અને લાંબા ગાળાની ટેકનોલોજી સુરક્ષાને આકાર આપવામાં સીધી ભૂમિકા ભજવશે.આ પહેલ ભારત માટે ગેમ ચેન્જર સાબિત થશે આ પહેલ દેશના અર્થતંત્ર માટે દૂરગામી પરિણામો લાવશે. ભારત મહત્વપૂર્ણ ખનિજો અને સેમિકન્ડક્ટર્સ માટે વૈશ્વિક શૃંખલાનો ભાગ બનશે, તે દેશમાં હાઈ-ટેક ઉત્પાદનને વેગ આપશે. આની સીધી અસર રોજગાર અને તકનીકી વિકાસ પર પડશે. યુએસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ જૂથ કોઈને બાકાત રાખવા માટે નથી, પરંતુ 'પોઝિટિવ-સમ' ભાગીદારી માટે છે.આ પણ વાંચો: India-China Dispute : ચીને શક્સગામ ખીણને ફરી પોતાનો વિસ્તાર ગણાવ્યો, ભારતે આપ્યો કડક જવાબ, જાણો

Read Full Story arrow_forward
PM Modi New Residence: નવા પીએમ નિવાસ સ્થાન બાદ જુના પીએમ આવાસનું શું થશે, કેવી રીતે કરાશે ઉપયોગ?, જાણો
calendar_today January 12, 2026

PM Modi New Residence: નવા પીએમ નિવાસ સ્થાન બાદ જુના પીએમ આવાસનું શું થશે, કેવી રીતે કરાશે ઉપયોગ?, જાણો

નવા પીએમ નિવાસસ્થાન બન્યા પછી જૂના પીએમ નિવાસસ્થાનનું શું થશે અને તેનો ઉપયોગ શેના માટે થશે? તે પણ ચર્ચાસ્પદ બન્યુ છે. નવા સરનામા માટે તૈયારીઓ પીએમ મોદીના નવા કાર્યાલય સંકુલનું નામ સેવા તીર્થ રાખવામાં આવ્યું છે. એવી અપેક્ષા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિને તેમાં સ્થળાંતર કરશે. નજીકમાં જ પ્રધાનમંત્રી નિવાસસ્થાન પણ નિર્માણાધીન છે. 7 લોક કલ્યાણ માર્ગ ન તો ત્યજી દેવામાં આવશે કે ન તો વેચવામાં આવશે. તેને જાહેર અને વહીવટી ઉપયોગ માટે ફરીથી ઉપયોગમાં લેવામાં આવશે. આ સંકુલ વ્યૂહાત્મક, ઐતિહાસિક અને સુરક્ષા દ્રષ્ટિકોણથી તેને બિનઉપયોગી છોડી દેવું નુકસાનકારક રહેશે. સરકારી અને વહીવટી ઉપયોગ વિચારણા હેઠળના મુખ્ય વિકલ્પોમાંથી એક જૂના પીએમ નિવાસસ્થાનને સરકારી સુવિધામાં રૂપાંતરિત કરવાનો છે. આમાં ઉચ્ચ-સ્તરીય બેઠકો, સત્તાવાર પરિષદો અથવા અન્ય વહીવટી કાર્યો માટે જગ્યા શામેલ હોઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સંકુલના કેટલાક ભાગોને ઉચ્ચ-સુરક્ષાવાળા સરકારી ગેસ્ટ હાઉસ તરીકે ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે. આવી સુવિધાઓનો ઉપયોગ ઘણીવાર વિદેશી મહાનુભાવો, રાજ્યના વડાઓ અથવા ખાસ પ્રતિનિધિમંડળોને આમંત્રિત કરવા માટે થાય છે. સેવા તીર્થની વિશેષતા શું છે? રાયસીના હિલ્સ નજીક સ્થિત સેવા તીર્થને આધુનિક અને કેન્દ્રિયકૃત શાસન કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું છે. તે ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે: સેવા તીર્થ 1, સેવા તીર્થ 2 ​​અને સેવા તીર્થ 3. પહેલા ભાગમાં પ્રધાનમંત્રી કાર્યાલય, બીજામાં કેબિનેટ સચિવાલય અને ત્રીજામાં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલય હશે. નવા પીએમઓનું મૂળ નામ એક્ઝિક્યુટિવ એન્ક્લેવ હતું, પરંતુ ડિસેમ્બરમાં તેનું નામ બદલીને સેવા તીર્થ રાખવામાં આવ્યું. કેબિનેટ બેઠકો માટે ખાસ રૂમ પણ બનાવવામાં આવ્યા છે. આ પણ વાંચોઃ અમેરિકાના ઇન્ડિયાનામાં ગેંગસ્ટરની કરાઇ હત્યા, વર્ષ 2026નું પહેલું ગેંગ વોર આવ્યુ સામે 

Read Full Story arrow_forward
S-400 Squadron : ચોથું S-400 સ્ક્વોડ્રન ક્યારે મળશે ભારતને? જાણકારી આવી સામે
calendar_today January 12, 2026

S-400 Squadron : ચોથું S-400 સ્ક્વોડ્રન ક્યારે મળશે ભારતને? જાણકારી આવી સામે

ભારતની વાયુ સંરક્ષણ સિસ્ટમમાં મોટો વધારો થવાનો છે. રશિયાએ પુષ્ટી કરી છે કે S-400 લાંબા અંતરના એર ડિફેન્સ સિસ્ટમનું ચોથું સ્ક્વાડ્રન મે 2026 સુધી ભારતમાં પહોંચાડશે અને પાંચમું સ્કવાડ્રન 2027માં આવશે. મે મહિનામાં જ ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ ઉજવવામાં આવશે. જેમાં S-400એ પાકિસ્તાની હવાઈ જોખમને રોકવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.S-400 કેમ છે મહત્વપૂર્ણ? S-400 દુનિયાની સૌથી એડવાન્સ સરફેસ-ટુ-એર મિસાઈલ સિસ્ટમમાંથી એક છે. ભારતમાં તેને સુદર્શન ચક્ર કહેવામાં આવે છે. આ એક મલ્ટી-લેયર એર ડિફેન્સનો ભાગ છે, જે દુશ્મનના ફાઈટર વિમાન, ક્રુઝ મિસાઈલ, બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોનને રોકી શકે છે. તેની ટ્રેકિંગ રેન્જ 600 કિલોમીટર સુધીની છે અને 400 કિલોમીટર સુધીની માર્ક રેન્જ છે. આ સાથે જ તે 100 લક્ષ્યને ટ્રેક કરી શકે છે અને 6-36ને એક સાથે નષ્ટ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2018માં ભારત-રશિયા વચ્ચે 5 S-400 સ્ક્વાડ્રનની ડિલ થઈ અને તેના માટે 40,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂર દરમિયાન S-400એ 5 પાકિસ્તાની ફાઈટર જેટ તોડી પાડ્યા ઉલ્લેખનીય છે કે મે 2025માં ઓપરેશન સિંદૂર ભારતની એક મોટી સૈન્ય કાર્યવાહી હતી, જે એપ્રિલ 2025ના પહેલગામ આતંકી હુમલાના જવાબમાં કરવામાં આવી હતી. ભારતે પાકિસ્તાનમાં 9 આતંકી ઠેકાણાઓ પર હુમલો કર્યો. स-400એ પાકિસ્તાની ફાઈટર વિમાન, ડ્રોન અને મિસાઈલને રોકી. IAF ચીફે કહ્યું કે S-400એ 5 પાકિસ્તાની ફાઈટર જેટ અને એક મોટા એરક્રાફ્ટને 300 કિલોમીટર દુરથી તોડી પાડ્યું હતું. આ સિસ્ટમ ભારતના મલ્ટી ટિયર ડિફેન્સનું બહારનું લેયર છે, જેમાં સ્વદેશી આકાશ, MR-SAM વગેરે સામેલ છે.  આ પણ વાંચો: India-China Dispute : ચીને શક્સગામ ખીણને ફરી પોતાનો વિસ્તાર ગણાવ્યો, ભારતે આપ્યો કડક જવાબ, જાણો

Read Full Story arrow_forward