Gujarat : આંબેડકર ઓપન યુનિવર્સિટીની ફીમાં જંગી વધારો, વિદ્યાર્થીઓમાં રોષ
રાજ્યની આંબેડકર ઓપન યુનિવર્સિટીએ વિવિધ અભ્યાસક્રમોની ફીમાં તોતિંગ વધારો કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.ઓપન યુનિવર્સિટીનું શિક્ષણ મોંઘુયુનિવર્સિટીના વિવિધ કોર્સની ફીમાં રૂ. 3,000થી લઈને રૂ. 15,000 સુધીનો વધારો કરવામાં આવ્યો છે છેના કારણે ઓપન યુનિવર્સિટીનું શિક્ષણ મોંઘુ બન્યું છે. બીએડની ફીમાં તોતિંગ વધારો ખાસ કરીને બેચલર ઑફ એજ્યુકેશન (B.Ed) કોર્સની ફીમાં સૌથી વધુ વધારો કરવામાં આવ્યો છે. અગાઉ રૂ. 20,000 રહેલી ફીને વધારીને હવે રૂ. 35,000 કરી દેવામાં આવી છે. બેચલર ઑફ સ્પેશલ એજ્યુકેશનની ફી પણ વધશે તે જ રીતે બેચલર ઑફ સ્પેશલ એજ્યુકેશન (B.Ed Special Education) કોર્સની ફી પણ રૂ. 30,000થી વધારીને રૂ. 45,000 કરવામાં આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવું મુશ્કેલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મેળવવું મુશ્કેલ બનશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સસ્તું શિક્ષણ આપતી યુનિવર્સિટી હવે ફીમાં જંગી વધારો કરી રહી છે તેવી લાગણી વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે. વિદ્યાર્થી સંગઠનો દ્વારા ફી વધારો પાછો ખેંચવાની માંગ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ફી વધારો પાછો ખેંચવાની માંગ કરવામાં આવી છે અને જો નિર્ણય પર પુનર્વિચાર નહીં થાય તો આંદોલનની ચેતવણી પણ આપવામાં આવી છે. આ પણ વાંચો---- Ahmedabad : ગાંધીઆશ્રમનું પુનઃનિર્માણ, 1200 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય સ્મારક બનશે, સાદગી-અધિકૃત સ્થાપત્યોને જાળવીને જીર્ણોદ્ધાર કરાશે
Read Full Story arrow_forward