android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Karur Tragedy : થલાપતિ વિજય CBI સમક્ષ હાજર, કરુર રેલી ભાગદોડ કેસમાં CBI ઓફિસમાં પૂછપરછ
calendar_today January 12, 2026

Karur Tragedy : થલાપતિ વિજય CBI સમક્ષ હાજર, કરુર રેલી ભાગદોડ કેસમાં CBI ઓફિસમાં પૂછપરછ

સાઉથ અભિનેતા થલાપતિ વિજયની વધી મુશ્કેલી. તમિલ સુપરસ્ટાર થલાપતિ વિજય છેલ્લા કેટલાક દિવસોથી સમાચારમાં છે. તાજેતરમાં અભિનેતા કરુર જિલ્લામાં થયેલ ટ્રેજેડીને લઈને આજે સમાચારમાં છે. તમિલનાડુના કરુર જિલ્લામાં થલપતિની રાજકિય પાર્ટીએ એક રેલીનું આયોજન કર્યું હતું. જેમાં અચાનક ભાગદોડ થતા વેટ્ટી કઝગમ (TVK)માં 41 લોકોના મોત થયા હતા. આજે આ કેસમાં CBI સમક્ષ થલાપતિ વિજય હાજર થયો છે. CBI ઓફિસમાં વિજયની અધિકારીઓ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવશે.થલાપતિનો વિજયનો રાજકારણમાં પ્રવેશઅભિનેતા વિજયે થોડા સમય પહેલા રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. દરમિયાન ગયા વર્ષે પ્રચાર અર્થે વિજયની પાર્ટીએ કરુર જિલ્લાના વેટ્ટી કઝગમમાં એક રેલીનું આયોજન કર્યું હતું. જ્યારે રેલીમાં થલાપતિ વિજય હાજર ભીડમાં ભાષણ આપી રહ્યા હતા, ત્યારે અચાનક ત્યાં ભાગદોડ મચી ગઈ. રેલીમાં અફરાતફરી સર્જાતા લોકો ભયના મારે ભાગવા લાગ્યા હતા. ભીડ બેકાબુ બની જતા કેટલાક લોકો નીચે કચડાયા, કેટલાક ગંભીર થયા હતા. આ ઘટનામાં 41 લોકો માર્યા ગયા હતા. આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં હોબાળો મચ્યો હતો. મૃતકોના પરિવાર દ્વારા આ મામલે ન્યાયિક તપાસની માગ કરાઈ હતી.વિજયની કરુર જિલ્લામાં રેલીમા ંમચી ભાગદોડકરુર જિલ્લામાં થયેલ ભાગદોડને લઈને રેલીના આયોજનને લઈને થલાપતિ વિજય પર સવાલો ઉઠયા હતા. આ મામલે વિજયની પૂછપરછ કરવાને લઈને અભિનેતા CBI સમક્ષ હાજર થયો છે. દરમિયાન સીબીઆઈ અધિકારીઓએ જાહેર સભા દરમિયાન બનેલી ઘટનાઓ વિશે વિજયની વિસ્તૃત પૂછપરછ કરી. કે કાર્યક્રમ દરમિયાન કઈ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું અને કઈ ભૂલો થઈ હતી વગરે સવાલો ઉપરાંત આ મુખ્ય સવાલો કર્યા હતા.સીબીઆઈ ઓફિસમાં વિજયની સઘન પૂછપરછCBIએ થલપતિને મુખ્ય ત્રણ પ્રશ્ન પૂછયા હતા. પહેલો પ્રશ્ન હતો, "તમે ખુલ્લા વાહન પર ઉભા હતા અને ભીડમાં રહેલા લોકો બેભાન થઈ રહ્યા હતા તે સ્પષ્ટ દેખાતું હતું, છતાં તમે તમારું ભાષણ ચાલુ રાખ્યું. બીજો પ્રશ્ન હતો, "જ્યારે કેટલાક લોકો બેભાન થઈ રહ્યા હતા, ત્યારે તમને ભીડને પાણીની બોટલો વહેંચતા જોવા મળ્યા હતા, છતાં તમે આ મામલે તાત્કાલિક કોઈ કાર્યવાહી કેમ ન કરી?" ત્રીજો અને સૌથી ગંભીર પ્રશ્ન હતો, "તમે સભા સ્થળે સમયસર કેમ ન પહોંચ્યા? તમારા વિલંબથી ભીડમાં અશાંતિ અને દબાણ સર્જાયું. શું આ તમારી રાજકીય શક્તિનું પ્રદર્શન હતું?" કરુલ જિલ્લા ટ્રેજેડી મામલે સીબીઆઈની તપાસસીબીઆઈ એ પણ તપાસ કરી રહી છે કે રેલી દરમિયાન પોલીસ અને પાર્ટી વચ્ચે જે વ્યવસ્થા અને ભીડ નિયંત્રણ પર સંમતિ થઈ હતી તેનું યોગ્ય રીતે પાલન કેમ ન થયું. એજન્સીની તપાસ મુખ્યત્વે રેલી પહેલા પાર્ટીના નેતાઓ સાથે થયેલી બેઠકોની સંખ્યા અને તે બેઠકો દરમિયાન લેવામાં આવેલા મુખ્ય નિર્ણયો પર કેન્દ્રિત છે. તે એ પણ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે.આ પણ વાંચો : 

Read Full Story arrow_forward
Ahmedabad News: અમદાવાદ મેટ્રોને મળ્યો નવો કલર કોડ, જાણો રૂટ
calendar_today January 12, 2026

Ahmedabad News: અમદાવાદ મેટ્રોને મળ્યો નવો કલર કોડ, જાણો રૂટ

અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા નાગરિકો માટે મેટ્રો કનેક્ટિવિટી હવે વધુ સુવિધાયુક્ત અને વ્યવસ્થિત બની છે. દિલ્હી અને અન્ય મેટ્રો શહેરોની તર્જ પર હવે અમદાવાદ મેટ્રોમાં પણ અલગ-અલગ રૂટને વિશિષ્ટ 'કલર કોડ' અને નામ આપવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના રૂટના લોકાર્પણ બાદ હવે આખું નેટવર્ક ચાર લાઈનમાં વહેંચાઈ ગયું છે.કઈ લાઈન કયા રૂટ પર દોડશે? મુસાફરો સ્ટેશન અને રૂટની ઓળખ સરળતાથી કરી શકે તે માટે નીચે મુજબ કલર કોડ જાહેર કરાયા છે: બ્લ્યુ લાઈન: વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર). રેડ લાઈન: APMC (વાસણા) થી મોટેરા સ્ટેડિયમ (નોર્થ-સાઉથ કોરિડોર). યલો લાઈન: મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર, ગાંધીનગર (નવો રૂટ). વાયોલેટ લાઈન: GNLU થી ગિફ્ટ સિટીને જોડતો લિંક રૂટ.https://x.com/MetroGMRC/status/1971828361946079471/photo/1મુસાફરી અને ભાડું નવા ફેરફાર મુજબ, મોટેરાથી મહાત્મા મંદિર સુધીનું મહત્તમ ભાડું રૂપિયા 40 રહેવાની શક્યતા છે. આ કલર કોડ સિસ્ટમથી લાંબા અંતરના મુસાફરોને ટ્રેન બદલવામાં અને ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેશે.આ પણ વાંચો - Ahmedabad News: મેટ્રોમાં અપડાઉન કરનારા ધ્યાન આપો, આજે આ રૂટ બંધ કરવામાં આવ્યો છે

Read Full Story arrow_forward
Surat News : દેશભરની પોલીસને 20 વર્ષથી હંફાવતો "ડાકુ" રહેમાન ડકેત સુરત પોલીસની કસ્ટડીમાં, આરોપી મોંઘી લક્ઝુરીયસ કાર, ઘોડા અને બાઈકનો શોખીન
calendar_today January 12, 2026

Surat News : દેશભરની પોલીસને 20 વર્ષથી હંફાવતો "ડાકુ" રહેમાન ડકેત સુરત પોલીસની કસ્ટડીમાં, આરોપી મોંઘી લક્ઝુરીયસ કાર, ઘોડા અને બાઈકનો શોખીન

તે ઉપરાંત 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કના સરદાર તરીકે ઓળખાતો હતો. આરોપી નકલી સીબીઆઇ અધિકારી, સાધુ-બાવાના વેશમાં લૂંટ, લોકોને જીવતા સળગાવવાના પ્રયાસ જેવા કડક કાયદા હેઠળના ગુનાઓ સાથે 20 વર્ષથી વધુ પોલીસને ચકમા આપી રહ્યો હતો. હાલ પોલીસે આરોપી વિરુદ્ધમાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. દેશભરની પોલીસને 20 વર્ષથી હંફાવતા કુખ્યાત રહેમાન ડકેત સુરતમાંથી ઝડપાયો છેજે 'ઈરાની ડેરા' તરીકે ઓળખાતી કુખ્યાત ગેંગનો મુખ્ય સૂત્રધાર છે. તે સુરતમાં આવ્યો હોવાની બાતમી મળી હતી. જે મળેલ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી આરોપી આબીદ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેત અસમત અલી ઈરાનીને સુરતમાં કોઈ ગુનો આચરે તે પહેલાં જ દબોચી લેવામાં સફળતા મળી હતી. પકડાયેલ આરોપીની પૂછપરછમાં અનેક રહસ્યો ખુલવા માંડ્યા છે. તે ભોપાલમાં 'રહેમાન ડકેત'ના નામથી પ્રખ્યાત છે. આરોપી છેલ્લાં 13 થી 14 વર્ષથી અમન નગર સોસાયટીમાં રહે છે. તે અલગ-અલગ છ ગેંગનો સૂત્રધાર અને ગેંગ લીડર છે. તે અને તેનો ભાઈ ઝાકીર અલી અત્યંત વૈભવી જીવન જીવે છે અને આર્થિક રીતે ખૂબ સધ્ધર છે. આ ગેંગના સભ્યો નકલી સીબીઆઈ ઓફિસર બનીને લોકોને છેતરતો હતો તેઓ મોંઘી લક્ઝરી કાર અને બાઈક, ઘોડા રાખવાના શોખીન છે. આ ગેંગના સભ્યો નકલી સીબીઆઈ ઓફિસર બનીને અથવા ધાર્મિક સાધુનો વેશ ધારણ કરીને લોકોને છેતરવાનું અને લૂંટવાનું કામ કરે છે. દરેક ગેંગમાં ત્રણથી ચાર લોકો ગુનાને અંજામ આપે છે અને અન્ય ત્રણથી ચાર લોકો લૂંટનો મુદ્દામાલ સગેવગે કરી દે છે. જેથી જો ગેંગનો કોઈ વ્યક્તિ પકડાય તો પણ પોલીસના હાથે મુદ્દામાલ ન લાગે. જ્યારે પોલીસ આ આરોપીઓને પકડવા જાય છે. ત્યારે તેઓ પોતાના ઘરની મહિલાઓ અને બાળકોને ઢાલ તરીકે આગળ કરી દેતા હોય છે. ઘરની મહિલાઓ અને બાળકોને ઢાલ બનાવીને પોલીસ સામે ઊભા કરી દેતો રાજુ ઈરાની અત્યાર સુધીમાં 10થી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને હાલમાં 6થી વધુ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી રાજુ ઈરાની તેની ગેંગના સભ્યો માટે એક કોર્પોરેટ લીડરની જેમ કામ કરતો હતો. જો ગેંગનો કોઈ સભ્ય પકડાય, તો તેના જામીન કરાવવા, વકીલ રોકવો અને તેના પરિવારના ભરણપોષણની જવાબદારી રાજુ ઉપાડતો હતો. બદલામાં તે દરેક લૂંટમાં મોટો હિસ્સો મેળવતો હતો. આ સંગઠિત માળખાને કારણે તેની ગેંગ વર્ષો સુધી પોલીસથી બચી શકી હતી. તે ઉપરાંત રાજયભરની પોલીસ ઇરાની ડેરામાં તપાસ કે દરોડા. માટે જાય ત્યારે આ ગેંગની સ્ટાન્ડર્ડ મોડસ ઓપરેન્ડી પથ્થરમારાની હતી. તેઓ ઘરની મહિલાઓ અને બાળકોને ઢાલ બનાવીને પોલીસ સામે ઊભા કરી દેતો હતો. આ ધમાલ દરમિયાન મુખ્ય ગુનેગાર પાછળના ગુપ્ત રસ્તેથી ભાગી જતો હતો ડિસેમ્બર 2025માં ભોપાલ પોલીસે 150 જવાનો સાથે દરોડા પાડ્યા ત્યારે પણ આવી જ સ્થિતિ સર્જાઈ હતી. તે સમયે પોલીસે 34 પુરુષ અને 10 મહીલાની અટકાયત કરી હતી. જેમાં ખાસ જો કોઈ વ્યક્તિ કે તેના સાગરિત પોલીસને તેમની જાણકારી આપે તો રહેમાન ડકેત તેને ગંભીર નુકસાન પહોંચાડતા હતા. આવી જ એક ઘટનામાં બાતમી આપનાર સાબીરઅલી ઉર્ફે ભુરા ઈરાનીને તેના જ ઘરમાં પૂરીને આ ગેંગે આખું ઘર સળગાવી દીધું હતું. જે ગુનામાં તે નાસતો-ફરતો હતો. આરોપી ભોપાલનો ઇરાની ડેરા વર્ષોથી પોલીસ માટે પડકારરૂપ રહ્યો છે. રાજુ ઈરાની આ ડેરાનો "સેફ હેવન" ગણાતો હતો. ભોપાલથી જ આખા ભારતનું નેટવર્ક ઓપરેટ થતું હતું. રાજુ અહીં બેસીને ટીમો નક્કી કરતો કે કઈ ગેંગ દક્ષિણ ભારતમાં જશે અને કઈ પશ્ચિમમાં જશે. તે ગેંગના સભ્યોને હિન્દીમાં પોલીસ જેવો પ્રભાવ કેવી રીતે પાડવો તેની ટ્રેનિંગ પણ આપતો હતો. આ પણ વાંચો : Rajkot News : સૌરાષ્ટ્ર-કચ્છ વાઈબ્રન્ટ સમિટનો આજે બીજો દિવસ, સૌરાષ્ટ્ર-કચ્છના ઉદ્યોગકારો દ્વારા આજે MOU કરાશે

Read Full Story arrow_forward