Surat News : સુરતમાં છાટકા બન્યા અસામાજિક તત્વો, ગોડાદરામાં પથ્થર અને દંડા વડે કારમાં કરી તોડફોડ
સુરતમાં છાટકા બન્યા છે અસામાજિક તત્વો અને બન્ને શખ્સો કારમાં તોડફોડ કરીને ફરાર થયા છે, સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, સીસીટીવીમાં એક શખ્સના હાથમાં દંડો અને બીજાના હાથમાં પથ્થર દેખાય છે અને તેઓ કારને નુકસાન પહોંચાડી રહ્યાં છે, રાત્રિના સમયે આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.સીસીટીવીમાં એક ઇસમના હાથમાં લાકડાનો ફટકો જોવા મળ્યો સુરતના ગડોદરામાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે અને અસામાજિક તત્વોએ દંડા અને પથ્થર વડે કાર પર હુમલો કર્યો છે, સમગ્ર ઘટનાના સીસીટીવી વાયરલ થતા પોલીસે પણ તપાસ શરૂ કરી છે પરંતુ આ મામલે હજી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, કારના માલિક સાથે કોઈ બદલો લેવા માટે આ કરવામાં આવ્યું છે કે શું તેને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે, કારના માલિક દ્વારા હજી કોઈ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. સુરતમાં આવા અસામાજિક તત્વોનો ત્રાસ વધુ છે. આ પણ વાંચો : Vadodara News : વડોદરામાં અફઘાનિસ્તાનના વિદ્યાર્થીનો રૂમમાંથી મૃતદેહ મળ્યો, હાર્ટ એટેક આવ્યો હોવાની પોલીસને આશંકા
Read Full Story arrow_forward