android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: ઝાલાવાડમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીની ફિરકી સાથે 4 ઈસમોને દબોચી લેવાયા
calendar_today January 11, 2026

Surendranagar: ઝાલાવાડમાં પ્રતિબંધીત ચાઈનીઝ દોરીની ફિરકી સાથે 4 ઈસમોને દબોચી લેવાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નજીક આવતા પ્રતીબંધીત ચાઈનીઝ દોરી બજારમાં દેખાવા લાગી છે. ત્યારે પોલીસે પણ દસાડાના માનાવાડા, વઢવાણના મુળચંદ, ધ્રાંગધ્રાના મેથાણ અને થાનમાં દરોડા કરીને 4 શખ્સોને 4,71,200ની ચાઈનીઝ દોરી અને કાર સાથે ઝડપી લીધા છે.સુરેન્દ્રનગર એસઓજી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી સ્ટાફનાઓ ઉત્તરાયણ પર્વને અનુલક્ષીને ચાઈનીઝ દોરી પર પ્રતીબંધ અંગેના જાહેરનામા અંગે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. જેમાં સ્ટાફને દસાડા તાલુકાના માનાવાડા ગામનો સંજય સોનાજી ઠાકોર તેની વાડીએ ચાઈનીઝ દોરી રાખતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં વાડીની ઓરડીમાંથી સંજય ઠાકોર ચાઈનીઝ દોરીના 384 રીલ કિંમત રૂપીયા 1,53,600 સાથે પકડાયો હતો. આ શખ્સની પુછપરછમાં આ રીલ તે આદરીયાણાના મયુર નાનુભાઈ પાસેથી લાવ્યો હોવાનું ખુલતા બન્ને સામે દસાડા પોલીસ મથકે જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે. આદરીયાણાના મયુરને ઝડપી લેવા વધુ તપાસ એએસઆઈ એચ.કે.સોલંકી ચલાવી રહ્યા છે. બીજી તરફ થાન પોલીસે શાળા નં. 5 પાસે રહેતા જયદીપ જાદવભાઈ સલુરાને તેના ઘર પાસે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા 4 ફીરકી કિંમત રૂપીયા 1200 સાથે ઝડપી લીધો છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ મથકની ટીમને વઢવાણ તાલુકાના મુળચંદ ગામ પાસે એક શખ્સ ચાઈનીઝ દોરીની ફીરકીના થેલા સાથે ઉભો હોવાની વિગતો મળતા રેડ કરી હતી. જેમાં રતનપરની શિવદર્શન ટાઉનશીપમાં રહેતો નરેન્દ્રસિંહ દીલીપસિંહ પરમાર ચાઈનીઝ દોરીની 10 ફીરકી કિંમત રૂપીયા 2 હજાર સાથે ઝડપાયો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગર એલસીબી ટીમના દશરથભાઈ ઘાંઘર, સંજયભાઈ પાઠક સહિતનાઓએ ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામેથી દસાડા તાલુકાના વઘાડાના 23 વર્ષીય અભય ગીરીશભાઈ પંચાલને ચાઈનીઝ દોરીના 48 ફીરકા 14,400 અને રૂપીયા 3 લાખની કાર મળી રૂપીયા 3,14,400ની મત્તા સાથે ઝડપી લીધો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dhandhuka: પ્લોટ વિસ્તારની તલાવડીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા
calendar_today January 11, 2026

Dhandhuka: પ્લોટ વિસ્તારની તલાવડીમાં મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા

ધંધુકા શહેરના પ્લોટ વિસ્તારની વાડીઓ નજીક આવેલી એક તલાવડીમાં પાછલા બે દિવસથી અસંખ્ય માછલીઓના મોતની ઘટના સામે આવી છે. અચાનક અને રહસ્યમય રીતે મોટી સંખ્યામાં માછલીઓ મરી જતા સમગ્ર વિસ્તારમા ભારે દુર્ગંધ ફેલાઈ રહી છે, જેના કારણે સ્થાનિક રહીશો અને ખેડૂતવર્ગમાં ચિંતા ફેલાઈ છે.તલાવડીમાં માછલીઓના મોત પાછળનું ચૌક્કસ કારણ હજી સુધી અકબંધ છે. પાણીમાં ઝેરી તત્વો, ઓક્સિજનની અછત અથવા અન્ય કોઈ પર્યાવરણીય કારણ જવાબદાર હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. સ્થાનિક લોકોએ સંબંધિત વિભાગો દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરવાની અને તલાવડીના પાણીના નમૂનાઓ લઈ યોગ્ય પગલાં લેવા માંગ કરી છે. જો વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આરોગ્ય અને પર્યાવરણ માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે તેવી ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાને લઈ તંત્રની કામગીરી પર સૌની નજર મંડાઈ છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: વઢવાણમાં જુગારના 2 દરોડા : 13 પકડાયા
calendar_today January 11, 2026

Surendranagar: વઢવાણમાં જુગારના 2 દરોડા : 13 પકડાયા

સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસે દુધરેજ-ખોડુ રોડ પર અને વઢવાણ પોલીસે વચલા કોળીપરામાં ગુડદી પાસાના જુગાર પર દરોડા કર્યા હતા. જેમાં 13 જુગારીયાઓ રોકડ, મોબાઈલ, બાઈક મળી કુલ રૂપીયા 4,34,580ની મત્તા સાથે પકડાયા હતા.સુરેન્દ્રનગર એ ડીવીઝન પીએસઆઈ એચ.એસ.જાડેજા, ધનરાજસિંહ, વિજયસિંહ સહિતની ટીમને દુધરેજ ખોડુ રોડ પર ગુડદી પાસાના જુગારની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં શકિતસિંહ સહદેવસિંહ ઝાલા, વિજય ખોડાભાઈ ડાભી, વિરમ કાળુભાઈ સારલા, રવી રાજુભાઈ ઝીંઝુવાડીયા, ઈમ્તીયાઝ ઉર્ફે અલતાફ ગુલામહુસેનભાઈ મોવર, દિનેશ જેસીંગભાઈ કુન્તીયા, પ્રવીણ ઉર્ફે જબુદ અજુભાઈ ડેડાણીયા, રોહીત ઉર્ફે ભાણો ચકાભાઈ કોરડીયા, હનીફ અબ્બાસભાઈ કટીયા, હીતેશ ઉર્ફે ચીની નટુભાઈ ઝડપાયા હતા. આ શખ્સો પાસેથી રોકડા રૂપીયા 1.70 લાખ, રૂપીયા 1.21 લાખના 10 મોબાઈલ ફોન અને રૂપીયા 1.40 લાખના 4 બાઈક મળી કુલ રૂપીયા 4.31 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ તમામ જુગારીયાઓ સામે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે. જયારે વઢવાણ પોલીસે શીયાણી પોળ બહાર વચલા કોળી પરામાં જુગારની બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં અશોક નાથાભાઈ મકવાણા, રતીલાલ જગમાલભાઈ ઠાકોર અને ધીરૂ મુળજીભાઈ પરમાર ગુડદી પાસાનો જુગાર રમતા રોકડા રૂપીયા 3580 સાથે ઝડપાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward