android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat લોકભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન, વિકાસલક્ષી મુદ્દાઓ પર કરી ચર્ચા
calendar_today January 11, 2026

Gujarat લોકભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન, વિકાસલક્ષી મુદ્દાઓ પર કરી ચર્ચા

ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત લોકભવન ખાતે ભવ્ય અને ગરિમાપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે વડાપ્રધાનનું ઉષ્માભર્યું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને મહાનુભાવો વચ્ચે રાજ્યના વિકાસલક્ષી મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.વિકાસ અને નવીનતાને મળશે નવી ગતિ આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત આગમન હરહંમેશ રાજ્યના વિકાસ, નવીનતા અને જનકલ્યાણકારી યોજનાઓને એક નવી દિશા અને વેગ આપે છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાત અનેક ક્ષેત્રોમાં મોખરે રહ્યું છે અને આ મુલાકાતથી વિકાસના નવા દ્વાર ખુલશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. વિકસિત ભારતના સંકલ્પ પર ભાર રાજ્યપાલશ્રીએ વડાપ્રધાનના નેતૃત્વની પ્રશંસા કરતા ઉમેર્યું કે: વડાપ્રધાનનું દુરંદેશી નેતૃત્વ ભારતને વૈશ્વિક ફલક પર નવી ઓળખ અપાવી રહ્યું છે. તેમની 'રાષ્ટ્ર પ્રથમ'ની ભાવના અને અવિરત કાર્યસાધના દરેક ભારતીય માટે પ્રેરણારૂપ છે. આ નેતૃત્વ ભારતને 'આત્મનિર્ભર' અને 'વિકસિત રાષ્ટ્ર' બનાવવાના સંકલ્પને વધુ મજબૂત અને સશક્ત બનાવે છે. વડાપ્રધાનની આ મુલાકાત માત્ર રાજકીય નહીં પણ ગુજરાતની વિકાસયાત્રામાં એક મહત્વપૂર્ણ કડી સમાન સાબિત થશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Amreli News: ખાલી કેનાલમાં ફસાયેલા બે સિંહબાળનું વનવિભાગે કર્યું સફળ રેસ્ક્યુ
calendar_today January 11, 2026

Amreli News: ખાલી કેનાલમાં ફસાયેલા બે સિંહબાળનું વનવિભાગે કર્યું સફળ રેસ્ક્યુ

એશિયાટિક સિંહોના ગઢ ગણાતા અમરેલી જિલ્લામાં ફરી એકવાર વનવિભાગની માનવીય અને ત્વરિત કામગીરી જોવા મળી છે. લીલીયા તાલુકાના મોટા ગોખરવાળા ગામની સીમમાં આવેલી પાણીની એક ખાલી કેનાલમાં બે સિંહબાળ અકસ્માતે ખાબક્યા હતા. જોકે, વનતંત્રની સમયસૂચકતાને કારણે બંને માસૂમ સિંહબાળનો આબાદ બચાવ થયો છે.કેનાલમાં ફસાયા સિંહબાળ ઘટનાની વિગત મુજબ, લીલીયાના મોટા ગોખરવાળા વિસ્તારમાં પસાર થતી સિંચાઈની કેનાલ હાલ ખાલી છે. રાત્રિના સમયે વિચરણ દરમિયાન બે સિંહબાળ અચાનક આ કેનાલમાં પડી ગયા હતા. કેનાલની ઊંડાઈને કારણે સિંહબાળ બહાર નીકળવા અસમર્થ હતા. સવારે સ્થાનિકોએ સિંહબાળના અવાજ સાંભળતા વનવિભાગને તાત્કાલિક જાણ કરી હતી. સફળ રેસ્ક્યુ અને મિલન વનવિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને ચોક્કસ પદ્ધતિથી બંને સિંહબાળને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ બાદ વનકર્મીઓએ આસપાસના વિસ્તારમાં તપાસ કરતા નજીકમાં જ સિંહણની હાજરી જોવા મળી હતી. વનવિભાગે કોઈ પણ જાતની ઈજા વગર બંને સિંહબાળને તેમની માતા (સિંહણ) સાથે પુનઃ મિલન કરાવી દીધું હતું. પોતાના બચ્ચાઓને હેમખેમ પાછા મેળવતા સિંહણ તેમને લઈને જંગલ વિસ્તારમાં રવાના થઈ હતી. વનવિભાગની આ કામગીરીને સ્થાનિકો અને વન્યપ્રેમીઓએ બિરદાવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Godhara: લાલબાગ પતંગ બજારમાં જામી ભીડ, ચાઈનીઝ દોરીને નો કહી પતંગ રસિકો દેશી માંજા તરફ વળ્યા
calendar_today January 11, 2026

Godhara: લાલબાગ પતંગ બજારમાં જામી ભીડ, ચાઈનીઝ દોરીને નો કહી પતંગ રસિકો દેશી માંજા તરફ વળ્યા

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે પંચમહાલના મુખ્ય મથક ગોધરામાં પતંગબાજીનો માહોલ જામી રહ્યો છે. શહેરના જાણીતા લાલબાગ પતંગ બજારમાં પતંગ અને ફિરકીની ખરીદી માટે પતંગ રસિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ વખતે બજારમાં પતંગોની નવી વેરાયટીઓ સાથે જાગૃતિનો સંદેશ પણ જોવા મળી રહ્યો છે.વેપારીઓ અને ગ્રાહકોનો સ્તુત્ય નિર્ણયગોધરાના વેપારીઓએ અને પતંગ રસિકોએ આ વખતે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચાઈનીઝ દોરીના કારણે થતા અકસ્માતો અટકાવવા માટે વેપારીઓએ સ્વેચ્છાએ ચાઈનીઝ દોરી ન વેચવાની જાહેરાત કરી છે, તો બીજી તરફ ગ્રાહકોએ પણ દેશી માંજાનો જ આગ્રહ રાખ્યો છે. આ જાગૃતિને પરિણામે બજારમાં પરંપરાગત સુતરાઉ દોરી અને સુરતી માંજાની માંગમાં મોટો ઉછાળો આવ્યો છે.કાર્ટૂન અને સોશિયલ મીડિયા પતંગોનું આકર્ષણબજારમાં આ વર્ષે પતંગોમાં પણ નવું કલેક્શન જોવા મળી રહ્યું છે, બાળકો માટે લોકપ્રિય કાર્ટૂન પાત્રો વાળી પતંગો. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક જેવી થીમ પર બનેલી આકર્ષક પતંગો. કાચના પાયા ચડાવેલી મજબૂત દેશી દોરી તૈયાર કરાવવા માટે કારીગરો પાસે લાંબી કતારો જોવા મળી રહી છે.આ પણ વાંચો:વાયરલ વીડિયોના આધારે પોલીસની કાર્યવાહી, ટ્રેક્ટર-ટ્રોલી સાથે જોખમી સ્ટંટ કરનાર યુવક ઝડપાયો

Read Full Story arrow_forward