android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Navsari:વાયરલ વીડિયોના આધારે પોલીસની કાર્યવાહી, ટ્રેક્ટર-ટ્રોલી સાથે જોખમી સ્ટંટ કરનાર યુવક ઝડપાયો
calendar_today January 11, 2026

Navsari:વાયરલ વીડિયોના આધારે પોલીસની કાર્યવાહી, ટ્રેક્ટર-ટ્રોલી સાથે જોખમી સ્ટંટ કરનાર યુવક ઝડપાયો

સોશિયલ મીડિયામાં ફેમસ થવાના મોહમાં આજકાલના યુવાનો પોતાના અને અન્યના જીવ જોખમમાં મૂકતા અચકાતા નથી. આવો જ એક કિસ્સો નવસારીના ચિખલીમાં સામે આવ્યો હતો, જ્યાં એક યુવક ટ્રેક્ટર-ટ્રોલી સાથે જોખમી સ્ટંટ કરી રહ્યો હતો. જોકે, આ સ્ટંટ તેને ભારે પડ્યો છે અને હવે તે જેલના સળિયા ગણી રહ્યો છે.સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો હતોછેલ્લા કેટલાક દિવસોથી ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો હતો. આ વીડિયોમાં ગણદેવા-ટાંકલ રોડ પર એક યુવક ભારે ટ્રેક્ટર-ટ્રોલી સાથે અત્યંત બેદરકારીપૂર્વક અને જોખમી રીતે ડ્રાઇવિંગ કરતો અને સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. ટ્રાફિકથી ભરચક રોડ પર આ પ્રકારનું જોખમી ડ્રાઇવિંગ કોઈ મોટી દુર્ઘટના નોતરી શકે તેમ હતું.ચિખલી પોલીસે કરી કડક કાર્યવાહીઆ વીડિયો પોલીસના ધ્યાને આવતા ચિખલી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. ડી.એમ. રાઠોડ દ્વારા તાત્કાલિક તપાસના આદેશો આપવામાં આવ્યા હતા. પોલીસે આધુનિક ટેકનોલોજી અને સીસીટીવી (CCTV) ફૂટેજની મદદથી યુવકની ઓળખ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. સર્વેલન્સ ટીમની મહેનતના પરિણામે આખરે સ્ટંટબાજ યુવક પોલીસના સકંજામાં આવ્યો છે.આ પણ વાંચો: સ્ટીલના પાઈપોની આડમાં છુપાવેલો 3 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, બે શખ્સો પકડાયા

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરી PM મોદી લોકભવન પહોંચ્યા, આજે પાટનગરમાં રાત્રિ રોકાણ
calendar_today January 11, 2026

Gujarat Latest News Live : મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન કરી PM મોદી લોકભવન પહોંચ્યા, આજે પાટનગરમાં રાત્રિ રોકાણ

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 11 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Bhavnagarમાં ઉત્તરાયણ પૂર્વે માતમ: પતંગ ચગાવતા 3 બાળકોને વીજ કરંટ લાગ્યો
calendar_today January 11, 2026

Bhavnagarમાં ઉત્તરાયણ પૂર્વે માતમ: પતંગ ચગાવતા 3 બાળકોને વીજ કરંટ લાગ્યો

ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાવનગર શહેરમાં પતંગ ચગાવતી વખતે સર્જાયેલા વીજ અકસ્માતે એક હસતા-રમતા પરિવારની ખુશીઓ છીનવી લીધી છે. શહેરના ઘોઘા રોડ પર આવેલ ખોડિયાર નગર વિસ્તારમાં પતંગ ચગાવવા અગાસી પર ચડેલા ત્રણ નાના બાળકોને જીવંત વીજ વાયરથી જોરદાર કરંટ લાગ્યો હતો.10 વર્ષીય બાળકને કરંટ લાગતા મોત નીપજ્યુંઆ કરુણ બનાવ શીતળા માતાના મંદિર પાસે આવેલ ખોડિયાર નગરમાં બન્યો હતો. ત્રણ બાળકો ઉત્સાહભેર અગાસી પર પતંગ ચગાવી રહ્યા હતા, ત્યારે અચાનક નજીકમાંથી પસાર થતી હાઈટેન્શન વીજ લાઇનના સંપર્કમાં આવી ગયા હતા. વીજ કરંટ એટલો જોરદાર હતો કે 10 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેની સાથે રહેલી અન્ય બે બાળકીઓ પણ ગંભીર રીતે દાઝી ગઈ હતી. તમામને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘટના બાદ ત્રણેય બાળકોને તાત્કાલિક ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો, જ્યારે બંને બાળકીઓની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ સમાચાર વાયુવેગે પ્રસરતા સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના મોટા ટોળા એકઠા થયા હતા અને મૃતક બાળકના પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward