Gujarat : આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે આયુર્વેદ માત્ર એક સારવાર પદ્ધતિ નહીં પરંતુ ભારતીય ઋષિ પરંપરામાંથી ઉદ્ભવેલ જીવનવિજ્ઞાન છે, જે માનવને સ્વસ્થ, સંતુલિત અને આત્મનિર્ભર જીવન તરફ દોરી જાય છે. અડાલજ સ્થિત દાદા નગર કન્વેશન સેન્ટર ખાતે આયુર્વેદ વ્યાસ પીઠ દ્વારા આયોજિત 'આયુર્વિવેક મહોત્સવ’ માં રાજ્યપાલે આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ ગણાવીને કહ્યું કે, ભારતીય ઋષિઓએ હજારો વર્ષ પૂર્વે જે ઔષધિઓ અને સિદ્ધાંતો આપ્યા છે, તે આજની આધુનિક પ્રયોગશાળાઓમાં પણ સ્વીકાર્ય છે. આપણા ઋષિઓ સાચા અર્થમાં પ્રથમ ‘રિસર્ચ સ્કોલર’ હતા.કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુલમાં 450 ગાય છે રાજ્યપાલે આજની પેઢીમાં મોબાઈલની વધતી લત પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે, આ લત આવનારી પેઢી માટે ગંભીર સમસ્યા બની રહી છે. ગાય અને પંચગવ્યના મહત્વ પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું કે ગાયનું ઋગ્વેદમાં ઘણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. ગાયમાં પોતાના સંતાન પ્રત્યે માનવ માતા જેવું મમત્વ હોય છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, દેશી ભારતીય ગાયના દૂધ, ગોમૂત્ર અને ગોબરમાં અદભૂત ગુણધર્મો છે અને ગોમૂત્ર અને ઘીમાં ઝેરને પણ શુદ્ધ કરવાની ક્ષમતા છે. રાજ્યપાલે જણાવ્યું કે, કુરુક્ષેત્ર સ્થિત ગુરુકુલમાં 450 ગાય છે અને જાત સુધારાના પરિણામે કેટલીક ગાયો રોજ 40 લિટર દૂધ આપે છે. પ્રાકૃતિક ખેતી વિશે બોલતાં રાજ્યપાલે જણાવ્યું કે, તેમણે ગુરુકુલની 200 એકર જમીન પર યુરિયા અને ડીએપીનો સંપૂર્ણ ત્યાગ કરીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક ખેતી એક જેવી નથી; ઓર્ગેનિક ખેતીમાં ખર્ચ, મહેનત વધુ લાગે છે અને ઘણી વખત અપેક્ષિત ઉત્પાદન આપતી નથી, જ્યારે પ્રાકૃતિક ખેતીથી નહિવત ખર્ચે વધુ ઉત્પાદન આવે છે અને જમીનનું સ્વાસ્થ્ય સુધરે છે. રાસાયણિક ખેતીથી માટી પથ્થર જેવી કઠોર બની ગઈ તેમણે જણાવ્યું કે દેશી ગાયના 1 ગ્રામ ગોબરમાં 300થી 500 કરોડ સૂક્ષ્મજીવો હોય છે, જેના દ્વારા ‘જીવામૃત’ તૈયાર થાય છે. જીવામૃત માટીની ઉપજાવ ક્ષમતા વધારવામાં મદદરૂપ થાય છે. રાસાયણિક ખેતીથી માટી પથ્થર જેવી કઠોર બની ગઈ છે, જે પાણી શોષી શકતી નથી, જ્યારે પ્રાકૃતિક ખેતીથી માટી છિદ્રાળુ અને ફળદ્રુપ બને છે. આરોગ્યના સંદર્ભમાં તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, રાસાયણિક ખેતીના કારણે પાણીમાં નાઈટ્રેટ અને માતાના દૂધમાં પણ યુરિયા તથા કેમિકલ્સ મળી રહ્યા છે, જે માનવ સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ છે. વૈદ્યોને આયુર્વેદ પર અડગ વિશ્વાસ રાખવા અને સતત સંશોધન કરવા અપીલ તેનો એકમાત્ર ઉકેલ ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી છે. તેમણે જણાવ્યું કે, ગાયનું ઘી સાપ અને મધમાખીના ઝેરને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ સહાયક છે. સાથે જ તેમણે ‘સેક્સ સોર્ટેડ સીમેન’ ટેકનોલોજીનો ઉલ્લેખ કરીને કહ્યું કે, તેના દ્વારા માત્ર વાછરડીઓ જન્મે છે અને દૂધ ઉત્પાદન પણ વધે છે. રાજ્યપાલે વૈદ્યોને આયુર્વેદ પર અડગ વિશ્વાસ રાખવા અને સતત સંશોધન કરવા અપીલ કરી, જેથી ભારત સ્વસ્થ, આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બની શકે. તેમણે માટી અને ખેતીના પરિવર્તનને બિનઉપજાઉ જમીન અને જંગલના તફાવત સાથે સરખાવતા જણાવ્યું કે, જ્યાં રસાયણ માટીને નિર્જીવ બનાવે છે, ત્યાં ગૌ-આધારિત તત્વો તેને જંગલની જેમ જીવંત અને સ્વયંસ્ફૂર્ત બનાવે છે. આ પણ વાંચો: Rajkot VGRC 2026: વડાપ્રધાન મોદીએ કહ્યું, વિકાસ ભી અને વિરાસત ભી આ મંત્ર દરેક જગ્યાએ ગુંજી રહ્યો છે
Read Full Story arrow_forward